રાહુલના નામે રાજ્યવર્ધન રાઠોડનો સંદેશ: આપણા સૈનિકો પૈસા માટે કામ નથી કરતા

રાજ્યવર્ધનસિંહ રાઠોડ (ફાઇલ ફોટો)

વીડિયોના અંતમાં રાઠોડે કહ્યું કે, તમે રાજનીતિ પરંતુ પોતાના રાજનીતિમાં શહીદોનું અને આપણી સેનાનું અપમાન ન કરો

 • Share this:
  કેન્દ્રીય મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડે ટ્વિટર પર એક વીડિયો દ્વારા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. આ વીડિયોમાં રાઠોડ કહી રહ્યા છે, રાહુલ ગાંધી આપને ભારતીય સેના વિશે કંઈ જ ખબર નથી. દિલ્હીમાં બેસીને તમે જે પ્રેસ કોન્ફરન્સ, પ્રેસ કોન્ફરનસ રમો છો તેમાં તમે સેનાનું અપમાન કર્યું છે.

  ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ શુક્રવારે રાફેલ ડીલ પર દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે રાફેલ ડીમાં જે 30 હજાર કરોડ રૂપિયાનો ગોટાળો થયો તેને 'પ્લેન ક્રેશમાં મરનારા જવાનો'ના પરિવારને આપી શકાય છે.

  રાહુલની આ લાઇન પર વાંધો ઉઠાવતાં રાઠોડે કહ્યું કે, કોઈ પણ સાધારણ વ્યક્તિ જે ભારતીય સંસ્કૃતિને સમજે છે તે જાણે છે કે સૈનિકોનું સન્માન કરવામાં આવે છે, શહીદોનું સન્માન કરવામાં આવે છે.

   આ પણ વાંચો, 'અધિકારીઓ પર અમારી નજર, ધ્યાન રાખજો અમારી પણ સત્તા આવી શકે છે'

  ત્યારબાદ રાઠોડે કહ્યું કે, ભારતીય સૈનિક પૈસા માટે નથી લડતા. તેઓએ કહ્યું કે, મર્સિનરી અને સૈનિકોમાં ફરક હોય છે. મર્સિનરી તે હોય છે જે પૈસા માટે કોઈ પણ દેશ માટે લડે છે પરંતુ આપણા સૈનિક માત્ર ભારત માટે લડે છે. આપણા સૈનિક પૈસા માટે નથી લડતા. આત્મસન્માન, ભારતની રક્ષા અને ભારતના સન્માન માટે લડે છે.

  વીડિયોના અંતમાં રાઠોડે કહ્યું કે, તમે રાજનીતિ કરો પરંતુ પોતાની રાજનીતિમાં શહીદોનું અને આપણી સેનાનું અપમાન ન કરો.
  Published by:Mrunal Bhojak
  First published: