અનામત પર ચર્ચાઃ વિપક્ષે કહ્યું 'ગરીબ સવર્ણોની ચિંતા હતી તો પહેલા કેમ ન લાવ્યું બિલ?'

News18 Gujarati
Updated: January 8, 2019, 8:45 PM IST
અનામત પર ચર્ચાઃ વિપક્ષે કહ્યું 'ગરીબ સવર્ણોની ચિંતા હતી તો પહેલા કેમ ન લાવ્યું બિલ?'
નાણા મંત્રી અરુણ જેટલી

સત્તાધારી ભાજપ અને વિપક્ષ કોંગ્રેસે પોતાના સાંસદોને મંગળવારે ગૃહમાં હાજર રહેવા માટે વ્હિપ જાહેર કર્યો

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: સંસદના શિયાળુ સત્રના છેલ્લા દિવસે મોદી સરકારની પરીક્ષાનો સમય છે. મૂળે, લોકસભા ચૂંટણી પહેલા એક મોટું પગલું ઉઠાવતા કેન્દ્રીય કેબિનેટે 'આર્થિક રીતે નબળા' વર્ગો માટે નોકરીઓ તથા શિક્ષણમાં 10 ટકા અનામતને સોમવારે મંજૂરી આપી દીધી. તેના સંબંધિત બિલ મંગળવારે લોકસભામાં રજૂ કરવામાં આવ્યું છે. એવામાં તેને પાસ કરાવવું સરકારની પ્રાથમિક્તામાં હશે.

લોકસભા અપડેટ્સ:  • અરુણ જેટલીએ કહ્યું કે, જે બંધારણ બનાવવામાં આવ્યું હતું તેમાં સેક્યુલર શબ્દ નહોતો બાદમાં જોડવામાં આવ્યો પરંતુ તેમાં બે ખૂબ મહત્વપૂર્ણ શબ્દ હતા, 'ન્યાય' અને 'સમાન અવસર ઉપલબ્ધ કરાવવા'. પહેલું અનામત એસસી-એસટી સમુદાય માટે થયું હતું, ઓબીસીને અનામત સમયે ઘણો વિવાદ થયો હતો. નરસિમ્હા રાવે આર્થિક આધારે ગરીબોને અનામત માટે નોટિફિકેશન લાવ્યા, તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર આપવામાં આવ્યો.

  • કોંગ્રેસના કે વી થોમસે કહ્યું કે, અમે આ ક્વોટા બિલનું સમર્થન કરીએ છીએ, અમે તેની વિરોધમાં નથી. પરંતુ જે રીતે તેને લાવવામાં આવ્યું છે તેની ગંભીરતા ઉપર સવાલ ઉઠી રહ્યા છે. મારી વિનંતી છે કે તેને પહેલાં જેપીસી પાસે મોકલવામાં આવે.
  • સીપીએમના મોહમ્મદ સલીમે બિલના વિરોધ કરતાં કહ્યું કે, શું બિઝનેસ એડવાઈઝરી કમિટીમાં આ બિલ માટે સમય નક્કી કરવામાં આવ્યો હતો. તેની પર સ્પીકરે કહ્યું કે, સમય નક્કી કરવાનું ચેરનું કામ છે અને તમે લોકો સહમત હોવ તો બે કલાકમાં ગૃહની કાયવાહી વધારવામાં આવે.

  • ભાજપના નેતા થાવરચંદ ગેહલોતે કહ્યું કે ભારત સરકાર અને રાજ્ય સરકારની સેવાઓમાં 10 ટકા આરક્ષણ આપવાનો અધિકાર છે. ગરીબોને અનામતથી સૌનો સાથ અને સૌનો વિકાસ થશે, દેશમાં શાંતિ સ્થપાશે.સત્તાધારી ભાજપ અને વિપક્ષ કોંગ્રેસે પોતાના સાંસદોને મંગળવારે ગૃહમાં હાજર રહેવા માટે વ્હિપ જાહેર કર્યો છે. તેની સાથે જ રાજ્યસભાની શિયાળુ સત્રનો એક દિવસ વધારી દેવામાં આવ્યો છે. મૂળે, સંસદનું શિયાળુ સત્ર મંગળવાર સુધી જ છે. એવામાં સોમવાર મોડી સાંજે રાજ્યસભાનું સત્ર બુધવાર સુધી વધારવાની જાહેરાત કરવામાં આવી.


સૂત્રોએ જણાવ્યું કે, આર્થિક રીતે પછાત વર્ગો માટે નોકરીઓ અને શિક્ષણમાં 10 ટકા અનામતની જોગવાઈ કરવા માટે પ્રસ્તાવિત બિલ રજૂ કરવા માટે રાજ્યસભાની કાર્યવાહીમાં એક દિવસનો વિસ્તાર કરવામાં આવે છે.
First published: January 8, 2019, 9:34 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading