જમ્મુ અને કાશ્મીરને બે કેન્દ્રશાસિત રાજ્યોમાં વહેંચવા પર આજે લોકસભામાં વોટિંગ

News18 Gujarati
Updated: August 6, 2019, 7:46 AM IST
જમ્મુ અને કાશ્મીરને બે કેન્દ્રશાસિત રાજ્યોમાં વહેંચવા પર આજે લોકસભામાં વોટિંગ
અમિત શાહે કહ્યું, જમ્મુ-કાશ્મીરને સૌથી વિકસિત રાજ્ય બનાવવા કેન્દ્ર પ્રતિબદ્ધ

અમિત શાહે કહ્યું, જમ્મુ-કાશ્મીરને સૌથી વિકસિત રાજ્ય બનાવવા કેન્દ્ર પ્રતિબદ્ધ

  • Share this:
રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ-370 હટાવીને બે કેન્દ્રશાસિચ પ્રદેશમાં વહેંચવાનું બિલ સોમવારે પાસ થઈ ગયું. હવે મંગળવારે તેની પર લોકસભામાં વોટિંગ થશે. આ પહેલા ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં ગરીબીનું મોટું કારણ આર્ટિકલ-370ની જોગવાઈ છે. તેના કારણે રાજ્યમાં વિકાસ નહોતો થઈ શકતો. આ નિર્ણયથી કાશ્મીર ઘાટીમાં અશાંતિની વિપક્ષની આશંકાઓને ફગાવતાં તેઓએ કહ્યું કે, કંઈ નહીં થાય, રાજ્ય ધરતીનું સ્વર્ગ હતું અને રહેશે. (જમ્મુ-કાશ્મીરનું વિભાજન : જુઓ, 1951 પછી દેશનો નકશો કેવી રીતે બદલાતો રહ્યો)

જમ્મુ-કાશ્મીરને સૌથી વિકસિત રાજ્ય બનાવવા કેન્દ્ર પ્રતિબદ્ધ

શાહે કહ્યું કે સ્થિતિ સામાન્ય થવા અને યોગ્ય સમય આવતાં જમ્મુ-કાશ્મરી ફરી પૂર્ણ રાજ્ય બનાવી દેવામાં આવશે. ગૃહ મંત્રી મુજબ, આર્ટિકલ-370 સૂબામાં સ્થિતિ સામાન્ય કરવાની રાહમાં સૌથી મોટી અડચણ છે. એનડીએ સરકાર જમ્મુ-કાશ્મીરને દેશના સૌથી વિકસિત રાજ્ય બનવાને લઈને પ્રતિબદ્ધ છે. આર્ટિકલ-370 વિના અને 35એ હટાવ્યા વયર આતંકવાદને ખતમ ન કરી શકાય.

આ પણ વાંચો, સરકારે આવી રીતે આર્ટિકલ 370 પર લગામ મૂકી, આ જોગવાઈમાં કર્યું સંશોધન

70 વર્ષથી ત્રણ પરિવારોના શાસનના કારણે ભ્રષ્ટાચાર વધ્યો

ગૃહ મંત્રીએ કહ્યું કે બંધારણના બે આર્ટિકલોના કારણે જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો મળ્યો. સાથોસાથ ત્યાં ભારતીય કાયદો લાગુ નહોતો. તેના કારણે ત્યાં વિકાસ નહોતો થઈ શકતો અને ભ્રષ્ટાચારને પ્રોત્સાહન મળી રહ્યું છે. સૂબામાં 70 વર્ષથી ત્રણ પરિવારોનું શાસન છે. તેનાથી ત્યાં લોકતંત્ર સ્થાપિત નહોતું થઈ શકતું અને ભ્રષ્ટાચારના મૂળીયા વધુ ઊંડા થઈ રહ્યા છે. આર્ટિકલ-370એ રાજ્યને બરબાદ કરી દીધું. રાજ્યમાં ગરીબી માટે આ જ જવાબદાર છે.આ પણ વાંચો, જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો હટાવવામાં રાજ્યપાલ શાસન કેવી રીતે મદદરૂપ થયું

 
First published: August 6, 2019, 7:31 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading