રાજ્યસભાના સાંસદ અમર સિંહનું નિધન, છ મહિનાથી બીમાર હતા

રાજ્યસભાના સાંસદ અમર સિંહનું નિધન, છ મહિનાથી બીમાર હતા
રાજ્યસભાના સાંસદ અમર સિંહનું નિધન

છેલ્લા છ મહિનાથી સિંગાપુરમાં સારવાર ચાલી રહી હતી

 • Share this:
  નવી દિલ્હી : રાજ્યસભાના સાંસદ અમર સિંહનું નિધન થયું છે. તેઓ છ મહિનાથી બીમાર હતા. છેલ્લા છ મહિનાથી સિંગાપુરમાં સારવાર ચાલી રહી હતી. શનિવારે બપોરે તેઓ જીંદગીનો જંગ હારી ગયા હતા. એક જમાનામાં તે સમાજવાદી પાર્ટીના સૌથી અસરદાર નેતા હતા. તેમનો દબદબો હતો પણ તે ઘણા વર્ષોથી સાઇડલાઇડ કરાયા હતા. સમાજવાદી પાર્ટીની કમાન અખિલેશ યાદવના હાથમાં આવ્યા પછી સપાથી દૂર જતા રહ્યા હતા.

  અમર સિંહ વર્તમાનમાં ઉત્તર પ્રદેશથી રાજ્યસભા સાંસદ હતા. 5 જુલાઈ 2016ના રોજ રાજ્યસભાની સદસ્યતા ગ્રહણ કરી હતી. સમાજવાદી પાર્ટીમાંથી અલગ થયા પછી તેમની સક્રિયતા ઓછી થઈ ગઈ હતી. જોકે બીમાર થયા પહેલા તે ભારતીય જનતા પાર્ટી સાથે સંબધો વધી રહ્યા હતા. તેમના રાજનીતિક સફરની શરૂઆત 1996માં રાજ્યસભા સદસ્ય બનવાની સાથે શરૂ થઈ હતી.  આ પણ વાંચો - વિશાખાપટ્ટનમ : હિન્દુસ્તાન શિપયાર્ડમાં મોટી દુર્ઘટના, ક્રેન પડતા 11 મજૂરનાં મોત

  એક સમયે મુલાયમ સિંહના ખાસ હતા

  એક જમાનો હતો જ્યારે સમાજવાદી પાર્ટીના સુપ્રીમો મુલાયમ સિંહ તેમના પર ઘણો વિશ્વાસ કરતા હતા પણ પાર્ટીની આગેવાની અખિલેશના હાથમાં આવ્યા પછી હાંસિયામાં ધકેલાઇ ગયા હતા. એકસમયે નેટવર્કિંગથી લઈને તમામ મહત્વની જવાબદારી અમર સિંહના ખભા પર હતી. 90ના દશકમાં અમર સિંહને ઉત્તર પ્રદેશમાં શુગર લોબીના અસરદાર વ્યક્તિ માનવામાં આવતા હતા. આ સમયે તે તત્કાલિન મુખ્યમંત્રી મુલાયમ સિંહની નજીક આવ્યા હતા. 1996માં સમાજવાદી પાર્ટીમાં સામેલ થયા હતા. જલ્દી જ પાર્ટીના મહાસચિવ બનાવી દીધા હતા. તે તાકાતવર બની રહ્યા હતા. કહેવામાં આવતું હતું કે કોઈપણ કામ મુલાયમ સિંહ તેમને પુછ્યા વગર કરતા ન હતા.

  જોકે અમર સિંહની કાર્યશૈલીથી પાર્ટીમાં જ કેટલાક તાકાતવર લોકોને નારાજ કર્યા હતા. અમર સિંહના કારણે આઝમ ખાન, બેની પ્રસાદ વર્મા જેવા મુલાયમના ખાસ નારાજ થઈને પાર્ટી છોડી ચાલ્યા ગયા હતા. જોકે આ આ પછી મુલાયમ અમર સિંહથી નારાજ થયા હતા અને પાર્ટીમાંથી બહાર કર્યા હતા.
  Published by:Ashish Goyal
  First published:August 01, 2020, 16:56 pm