કોરોના વાયરસના કારણે રાજ્યસભા ચૂંટણી પણ સ્થગિત, નવી તારીખોની જાહેરાત બાદમાં થશે

ફાઇલ તસવીર

ગુજરાતમાં રાજ્યસભાની ચાર સીટો માટે બીજેપી અને કૉંગ્રેસ વચ્ચે જોરદાર ટક્કરની શક્યતા હતી

 • Share this:
  નવી દિલ્હીઃ કોરોના વાયરસ (Coronavirus) ના કારણે આગામી રાજ્યસભા ચૂંટણી (Rajya Sabha Elections) પણ સ્થગિત કરી દેવામાં આવી છે. આ જાણકારી મંગળવારે ચૂંટણી પંચ (ECI)એ આપી. નોંધનીય છે કે, આગામી 26 માર્ચે રાજ્યસભા ચૂંટણી માટે મતદાન થવાનું હતું. 7 રાજ્યોની 18 રાજ્યસભા સીટો માટે થનારા મતદાનમાં બીજેપી (BJP) અને કૉંગ્રેસ (Congress) વચ્ચે કેટલીક સીટો પર જોરદાર ટક્કરનો દાવો કરવામાં આવી રહ્યો હતો. ગુજરાત ઉપરાંત મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મણિપુર, મેઘાલય, આંધ્ર પ્રદેશ અને ઝારખંડની રાજ્યસભા સીટો માટે મતદાન થવાનું હતું.

  ચૂંટણી પંચ તરફથી જાહેર એક પ્રેસ નોટ અનુસાર આ સીટો પર મતદાન માટે નવી તારીખોની જાહેરાત બાદમાં કરવામાં આવશે. પંચ તરફથી કહેવામાં આવ્યું છે કે તેમના દ્વારા આ નિર્ણય જનપ્રતિનિધિત્વ અધિકાર  અધિનિયમ 1951ની કલમ 153 હેઠળ લેવામાં આવ્યો છે.

  આ પણ વાંચો, દેશમાં કોરોનાના હાહાકાર વચ્ચે PM મોદી આજે રાત્રે 8 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે

  ચૂંટણી પંચે કહ્યું છે કે WHO દ્વારા કોરોના વાયરસને મહામારી જાહેર કરતાં અને ભારત સરકારનું આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય પણ તેની પર નજર રાખી રહ્યું છે. તેને ધ્યાને લઈ રાજ્ય સરકારો દ્વારા પણ વિભિન્ન આદેશ જાહેર કરવામાં આવ્યા છે. ચૂંટણીના દિવસે મતદાતાઓ સહિત વિભિન્ન અધિકારી એકત્ર થશે એવામાં હાલની સ્થિતિમાં ચૂંટણી ન યોજી શકાય.

  નોંધનીય છે કે, 55 સીટો પર ચૂંટણી થવાની હતી. જોકે, 37 સીટો પર નિર્વિરોધ ચૂંટણીના કારણે ત્યાંના રિટર્નિંગ અધિકારીઓએ તેમને પ્રમાણ પત્ર આપી દીધા હતા. એવામાં માત્ર 18 સીટો પર મતદાન બાકી હતું જે આગામી 26 માર્ચે થવાનું હતું.

  આ પણ વાંચો, કોરોનાના શિકાર બનેલા શખ્સની અટૉપ્સી નહીં થાય, પરિજનો શબને સ્પર્શી નહીં શકેઃ સરકારે આપ્યા નિર્દેશ
  Published by:Mrunal Bhojak
  First published: