Home /News /national-international /રાજ્યસભા ચૂંટણી : કોંગ્રેસની ઘેરાબંધીમાં અત્યાર સુધી 98 ધારાસભ્યો જ ઉદયપુર પહોંચ્યા, સચિન પાયલોટ દિલ્હીમાં
રાજ્યસભા ચૂંટણી : કોંગ્રેસની ઘેરાબંધીમાં અત્યાર સુધી 98 ધારાસભ્યો જ ઉદયપુર પહોંચ્યા, સચિન પાયલોટ દિલ્હીમાં
કોંગ્રેસના વરિષ્ઠ નેતા નારાજ ધારાસભ્યોને મનાવવા લાગ્યા છે
Rajya Sabha Elections - કોંગ્રેસ પાર્ટીના જ 108 ધારાસભ્યો છે. જ્યારે 13 અપક્ષ અને 1 ધારાસભ્ય આરએલડીનો છે. કોંગ્રસે આ બધા 122 ધારાસભ્યોને પોતાની ઘેરાબંધીમાં લાવવા માંગે છે
જયપુર : રાજસ્થાનમાં રાજ્યસભા ચૂંટણી (Rajya Sabha elections) માટે ચાલી રહેલા દંગલમાં કોંગ્રેસ તરફથી પોતાના અને અપક્ષ ધારાસભ્યોની ઘેરાબંધીમાં શનિવારે રાત સુધીમાં 98 ધારાસભ્યો જ ઉદયપુર (Udaipur)પહોંચ્યા છે. કોંગ્રેસ (congress)પાર્ટીના જ 108 ધારાસભ્યો છે. જ્યારે 13 અપક્ષ અને 1 ધારાસભ્ય આરએલડીનો છે. કોંગ્રસે આ બધા 122 ધારાસભ્યોને પોતાની ઘેરાબંધીમાં લાવવા માંગે છે. જોકે હાલ આવું બની શક્યું નથી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા નારાજ ધારાસભ્યોને મનાવવા લાગ્યા છે. સીએમ અશોક ગેહલોત (Ashok Gehlot)અને મંત્રી ઉદયપાલ આંજના સહિત અપક્ષ ધારાસભ્ય સંયમ સોઢા રવિવારે ઉદયપુર જઇ શકે છે.
નારાજ ધારાસભ્યો સાથે સીએમ ગેહલોતની બેઠક
આ ધારાસભ્યોને મનાવવા માટે સીએમ અશોક ગેહલોતના ખાસ આરટીડીસી ચેરમેન ધર્મેન્દ્ર રાઠોડ પણ ત્યાં પહોંચ્યા છે. ત્યા બધાએ બેઠક કરી હતી. બેઠક પછી ધારાસભ્ય મોડી રાત સુધી વાતચીત માટે મુખ્યમંત્રી નિવાસ માટે રવાના થયા હતા. જ્યાં સીએમ ગેહલોત સાથે વાતચીત પછી ધારાસભ્યોની નારાજગી દૂર થઇ ગઈ હોવાની વાત કહેવામાં આવી રહી છે. બતાવવામાં આવી રહ્યું છે કે આ ધારાસભ્યો રવિવારે ઘેરાબંધીમાં સામેલ થઇ શકે છે.
સૂત્રોના મતે શનિવારે રાત સુધી ઉદયપુર ના પહોંચનાર મંત્રીઓમાં શાંતિ ધારિવાલ, રમેશ મીણા, વિશ્વેંન્દ્ર સિંહ, મુરારીલાલ મીણા, ડો. મહેશ જોશી અને પ્રતાપ સિંહ સામેલ છે. આ સિવાય કોંગ્રેસ ધારાસભ્ય ભરત સિંહ, હરીશ ચૌધરી, દીપેન્દ્ર સિંહ શેખાવત, ભંવરલાલ શર્મા, વેદ સોલંકી, દાનિશ અબરાર, પરસરામ મોરદિયા, રાજેન્દ્ર વિધૂડી અને અપક્ષ ધારાસભ્ય બલજીત યાદવ પણ ઉદયપુર પહોંચ્યા નથી.
બીજી તરફ પૂર્વ પીસીસી ચીફ સચિન પાયલોટ હાલ દિલ્હીમાં ધામા નાખ્યા છે. આ પહેલા પણ રાજ્યસભાની ચૂંટણી વખતે સચિન પાયલોટ નારાજ થયા હતા. રાજસ્થાન કોંગ્રેસના બે દિગ્ગજ નેતા અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચે ઘણા સમયથી મતભેદ ચાલી રહ્યા છે.
કોંગ્રેસ પાસે 108, ભાજપ પાસે 71 ધારાસભ્યો છે. 13 અપક્ષ, 3 આરએલપી, 2 BTP, 2 એમકેપી, 1 RLD ધારાસભ્ય પણ છે. એવામાં ચોથી સીટ માટે ભાજપને અપક્ષ ધારાસભ્યો પર ભરોસો છે જ્યારે કોંગ્રેસ પણ તેમની તરફ જ મીટ માંડીને બેઠી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર