Karnataka Rajya Sabha Elections: કર્ણાટકમાં મુખ્ય વિપક્ષ કોંગ્રેસ અને પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાની JD(S) ચોથી સીટ પર ચૂંટણી લડી રહી હતી. રાજ્યમાં રાજ્યસભાની ચાર બેઠકો માટે કુલ છ ઉમેદવારો મેદાનમાં હતા
Rajya Sabha Elections : રાજ્ય સભા ચૂંટણીની આજે મતગણતરી હતી, જેમાં કર્ણાટક અને રાજસ્થાન (ઈોરોેૂપોલ Rajya Sabha Elections) માં ભાજપ (BJP) અને કોંગ્રેસ (Congress) વચ્ચે બરાબરનો જંગ રહ્યો છે. કર્ણાટક (ખોીલોૂોકો Rajya Sabha Elections) માં કુલ ચાર બેઠકમાંથી ત્રણ ભાજપે જીતી અને 1 કોંગ્રેસે જીતી છે, તો આ બાજુ રાજસ્થાનની ચાર બેઠકોમાં 3માં કોંગ્રેસે જીત મેળવી અને 1 બેઠક પર ભાજપના ઉમેદવારે જીત નોંધાવી છે. આ રીતે આ બંને રાજ્યોમાં દેશના બંને મોટા પક્ષે રાજ્યસભા ચૂંટણીના જંગમાં બરાબરીનો જંગ ખેલ્યો છે.
કર્ણાટકમાં 3 ભાજપને તો 1 બેઠક પર કોંગ્રેસની જીત
કર્ણાટક (Karnataka)ની ચાર રાજ્યસભા બેઠકો (Rajya sabha election) માટે શુક્રવારે મતદાન થયું હતું. મોડી સાંજે મતગણતરી હાથ ધરવામાં આવી હતી અને ત્યારબાદ ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. કર્ણાટક રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપની જીત થઈ છે. પાર્ટીએ 4માંથી 3 બેઠકો નોંધાવી હતી. 1 બેઠક કોંગ્રેસના ફાળે ગઈ હતી. તો, પૂર્વ પીએમ એચડી દેવગૌડાની પાર્ટી જેડીએસનું તો ખાતું પણ ખોલી શકાયું નથી. કર્ણાટકમાં જીત મેળવનારાઓમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ પણ સામેલ હતા.
નાણામંત્રી ઉપરાંત ભાજપમાંથી જીતનારાઓમાં અભિનેતા-નેતા જગેશ અને લહરસિંહ સિરોયાનો સમાવેશ થાય છે. જીત બાદ પોતાના સંબોધનમાં કેન્દ્રીય નાણામંત્રીએ પૂર્વ સીએમ બીએસ યેદિયુરપ્પા અને કર્ણાટકના લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.
કેન્દ્રીય નાણામંત્રીએ કહ્યું કે, પૂર્વ સીએમ યેદિયુરપ્પાએ હંમેશા મને આપેલા આશીર્વાદનો હું આભાર માનું છું. કેન્દ્રીય નાણામંત્રીએ કહ્યું કે, હું દરેક ધારાસભ્ય અને તેમના દ્વારા કર્ણાટકની જનતાને તેમની સેવા કરવાની બીજી તક આપવા બદલ આભાર માનું છું. તેણીએ કહ્યું કે, હું બીજેપી કર્ણાટક યુનિટ અને દરેક કાર્યકર્તાનો આભાર માનું છું.
કર્ણાટકમાં ચાર બેઠકો માટે 6 ઉમેદવારો મેદાનમાં હતા
તમને જણાવી દઈએ કે, કર્ણાટકમાં મુખ્ય વિપક્ષ કોંગ્રેસ અને પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાની JD(S) ચોથી સીટ પર ચૂંટણી લડી રહી હતી. રાજ્યમાં રાજ્યસભાની ચાર બેઠકો માટે કુલ છ ઉમેદવારો મેદાનમાં હતા. મેદાનમાં રહેલા છ ઉમેદવારોમાં કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણ, અભિનેતા-રાજકારણી જગેશ અને એમએલસી લહરસિંહ સિરોયા, ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન જયરામ રમેશ અને કોંગ્રેસના પ્રદેશ મહાસચિવ મન્સૂર અલી ખાન અને પૂર્વ JD(S) સાંસદ ડી કુપેન્દ્ર રેડ્ડીનો સમાવેશ થાય છે.
કર્ણાટકમાં ક્રોસ વોટિંગનો માર જેડીએસને સહન કરવો પડ્યો હતો. જનતા દળ સેક્યુલરના બે ધારાસભ્યો શ્રીનિવાસ ગૌડા અને શ્રીનિવાસ ગુબ્બીએ પાર્ટીની વિરુદ્ધ જઈને કોંગ્રેસને મત આપ્યો હતો. રાજ્યમાં રાજ્યસભાની ચાર બેઠકો પર કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે રસપ્રદ જંગ હતો. જ્યારે શ્રીનિવાસને પૂછવામાં આવ્યું કે, તેમણે કોને મત આપ્યો તો તેમણે સ્પષ્ટ કહ્યું કે તેમણે કોંગ્રેસને મત આપ્યો છે. જ્યારે તેમને તેનું કારણ પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે હું કોંગ્રેસને પ્રેમ કરું છું.
રાજસ્થાનમાં 3 કોંગ્રેસને તો 1 બેઠક પર ભાજપની જીત
Rajasthan Rajya Sabha Election : રાજસ્થાનમાં રાજ્યસભાની 4 બેઠકો માટે થયેલા મતદાનના પરિણામો જાહેર થયા છે. રાજસ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગેહલોત (ashok gehlot) નો જાદુ કામ કરી ગયો અને કોંગ્રેસના ત્રણેય ઉમેદવારોએ જીત નોંધાવી છે. તો ભાજપના ઘનશ્યામ તિવારી પણ જીત્યા છે જ્યારે ભાજપ સમર્થિત અપક્ષ ઉમેદવાર સુભાષ ચંદ્રા ચૂંટણી હારી ગયા છે. રાજસ્થાનમાં કોંગ્રેસના ત્રણેય ઉમેદવારો મુકુલ વાસનિક, રણદીપ સિંહ સુરજેવાલા અને પ્રમોદ તિવારીએ રાજ્યસભાની ચૂંટણી જીતી હતી. રાજ્યસભાની ચાર બેઠકો માટે પાંચ ઉમેદવારો મેદાનમાં હતા. મુખ્ય મુકાબલો કોંગ્રેસના ઉમેદવાર પ્રમોદ તિવારી અને અપક્ષ સુભાષ ચંદ્રા વચ્ચે હતો. ચંદ્રાને જીતવા માટે ભાજપ અને આરએલપી સિવાય આઠ મતની જરૂર હતી.