Home /News /national-international /Rajya Sabha Election : રાજ્યસભા ચૂંટણીમાં શિવસેનાને મોટો ફટકો, સંજય પવારનો પરાજય, બીજેપીનો 3 સીટ પર વિજય

Rajya Sabha Election : રાજ્યસભા ચૂંટણીમાં શિવસેનાને મોટો ફટકો, સંજય પવારનો પરાજય, બીજેપીનો 3 સીટ પર વિજય

છઠ્ઠી સીટને લઇને મહાવિકાસ અઘાડીને ઝટકો લાગ્યો

Rajya Sabha Election Results - છઠ્ઠી સીટને લઇને મહાવિકાસ અઘાડીને ઝટકો લાગ્યો છે. આ સીટ પર બીજેપીના ધનંજય મહાડિકનો શિવસેનાના સંજય પવાર સામે વિજય થયો

મુંબઈ : મહારાષ્ટ્રમાં (maharashtra)રાજ્યસભાની ચૂંટણીમાં (Rajya sabha election)મોડી રાત્રે મતગણતરી થઇ હતી. 6 સીટો પર આવેલા પરિણામ પ્રમાણે મહાવિકાસ અઘાડીના 3 અને ભારતીય જનતા પાર્ટીના 3 ઉમેદવારોની જીત થઇ હતી. છઠ્ઠી સીટને લઇને મહાવિકાસ અઘાડીને ઝટકો લાગ્યો છે. આ સીટ પર બીજેપીના ધનંજય મહાડિકનો શિવસેનાના સંજય પવાર સામે વિજય થયો છે. હાસ કાંદેના વોટને નિષ્કાસિત કરવાથી અને અનિલ દેશમુખ, નવાબ મલિકના વોટ ના આપતા તેની અસર થઇ છે. ધનંજય મહાડિકને 41.58 અને સંજય પવારને 39.26 વોટ મળ્યા હતા.

મહાવિકાસ આઘાડીના સંજય રાઉત, પ્રફુલ પટેલ અને ઇમરાન પ્રતાપગઢીનો વિજય થયો છે. જ્યારે બીજેપી તરફથી પીયુષ ગોયલ, અનિલ બોંડે અને ધનંજય મહાડિકનો વિજય થયો છે. છઠ્ઠી સીટ માટે બીજેપી અને શિવસેના આમને-સામને હતી. જીત માટે 41 વોટની જરૂર હતી. બીજેપીના પીયુષ ગોયલને 48, અનિલ બોંડેને 48, શિવસેનાના સંજય રાઉતને 41, કોંગ્રેસના ઇમરાન પ્રતાપગઢીને 44, એનસીપીના પ્રફુલ પટેલને 43 મળ્યા હતા.

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપા નેતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે ભાજપાના ત્રણેય ઉમેદવારો જીત અમારા માટે ખુશીની ક્ષણ છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું હતું કે ચૂંટણી ફક્ત લડવા માટે નહીં પણ જીતવા માટે લડી હતી. જય મહારાષ્ટ્ર.

હરિયાણામાં કોંગ્રેસને ફટકો, અજય માકનનો પરાજય

હરિયાણાની બે રાજ્યસભા સીટો પર શુક્રવારે થયેલા મતદાનમાં કોંગ્રેસને ઝટકો આપતા ભાજપે બન્ને સીટો પર જીત મેળવી છે. ભાજપાના કૃષ્ણ લાલ પંવાર અને ભાજપા દ્વારા સમર્થિત અપક્ષ ઉમેદવાર કાર્તિકેય શર્માએ જીત મેળવી છે. કોંગ્રેસના અજય માકનનો પરાજય થયો છે.

આ પણ વાંચો - ભારતીય ચૂંટણી પંચે જાહેર કરી રાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખ, જાણો ક્યારે મળશે દેશને નવા રાષ્ટ્રપતિ

કર્ણાટકમાં ભાજપે 4માંથી 3 બેઠકો પર જીત મેળવી

કર્ણાટક (Karnataka)રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપની જીત થઈ છે. પાર્ટીએ 4માંથી 3 બેઠકો પર જીત મેળવી છે. 1 બેઠક કોંગ્રેસના ફાળે ગઈ હતી. પૂર્વ પીએમ એચડી દેવગૌડાની પાર્ટી જેડીએસનું તો ખાતું પણ ખોલી શકાયું નથી. કર્ણાટકમાં જીત મેળવનારાઓમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ પણ સામેલ હતા.

નાણામંત્રી ઉપરાંત ભાજપમાંથી જીતનારાઓમાં અભિનેતા-નેતા જગેશ અને લહરસિંહ સિરોયાનો સમાવેશ થાય છે.



રાજસ્થાનમાં કોંગ્રેસનો 3 બેઠક પર ભાજપાનો 1 બેઠક પર વિજય

રાજસ્થાનમાં રાજ્યસભાની 4 બેઠકો માટે થયેલા મતદાનના પરિણામો જાહેર થયા છે. રાજસ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગેહલોત (ashok gehlot) નો જાદુ કામ કરી ગયો અને કોંગ્રેસના ત્રણેય ઉમેદવારોએ જીત નોંધાવી છે. તો ભાજપના ઘનશ્યામ તિવારી પણ જીત્યા છે જ્યારે ભાજપ સમર્થિત અપક્ષ ઉમેદવાર સુભાષ ચંદ્રા ચૂંટણી હારી ગયા છે. રાજસ્થાનમાં કોંગ્રેસના ત્રણેય ઉમેદવારો મુકુલ વાસનિક, રણદીપ સિંહ સુરજેવાલા અને પ્રમોદ તિવારીએ રાજ્યસભાની ચૂંટણી જીતી હતી. રાજ્યસભાની ચાર બેઠકો માટે પાંચ ઉમેદવારો મેદાનમાં હતા. મુખ્ય મુકાબલો કોંગ્રેસના ઉમેદવાર પ્રમોદ તિવારી અને અપક્ષ સુભાષ ચંદ્રા વચ્ચે હતો. ચંદ્રાને જીતવા માટે ભાજપ અને આરએલપી સિવાય આઠ મતની જરૂર હતી.

રાજસ્થાન રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર રણદીપ સુરજેવાલાને 43 વોટ, મુકુલ વાસનિકને 42 વોટ અને ત્રીજા નંબરે કોંગ્રેસના ઉમેદવાર પ્રમોદ તિવારીને 41 વોટ મળ્યા હતા. જ્યારે ભાજપના ઉમેદવાર ઘનશ્યામ તિવારીને 43 મત મળ્યા હતા. અપક્ષ ઉમેદવાર સુભાષ ચંદ્રાને 30 મત મળ્યા અને તેઓ ચૂંટણી હારી ગયા. કોંગ્રેસને કુલ 126 વોટ મળ્યા હતા.
First published:

Tags: Election 2022, Rajya Sabha Election

विज्ञापन