રાજ્યસભા ચૂંટણી 2018: ઉપલા ગૃહમાં અન્ય પક્ષના ભરોસે બીજેપી!

News18 Gujarati
Updated: March 23, 2018, 10:23 AM IST
રાજ્યસભા ચૂંટણી 2018: ઉપલા ગૃહમાં અન્ય પક્ષના ભરોસે બીજેપી!

  • Share this:
રાજ્યસભામાં સૌથી મોટી પાર્ટી હોવા છતાં બીજેપીને ગૃહમાં ફાયદો મળવાની આશા બહુ ઓછી છે. કારણ કે એનડીએ બહુમતિથી દૂર છે. મહત્વપૂર્ણ બિલ પાસ કરાવવા માટે એનડીએએ બીજેડી અને એઆઈએડીએમકે જેવા પક્ષોની મદદ લેવી પડશે. ટ્રિપલ તલાક બિલ, નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસિસ (એનસીબીસી)ને બંધારણીય દરજ્જો આપવા માટે બંધારણીય(123મું સંશોધન) બિલ 2017, ચિટફંડ જેવા બિલ રાજ્ય સભામાં પાસ નથી થઈ શક્યા.

આમાં ટ્રિપલ તલાકનો મુદ્દો તો રાજકીય છે. આ મુદ્દે સહમતિ માટે બીજેપીએ અનેક રાજકીય પક્ષોને મનાવવા પડશે. ઓબીસીનો મુદ્દો પણ રાજકીય છે, પરંતુ આ અંગે રાજકીય પક્ષો ટ્રિપલ તલાક જેટલો અલગ સૂર નથી રજૂ કરી રહ્યા.

આજની ચૂંટણી બાદ જો 58 બેઠકમાંથી બીજેપી 30 બેઠક જીતી જશે તો પણ તેને બહુમતિ નહીં મળે. તેમના ખાતામાં 10-12 સાંસદ જોડાશે. બીજેપીના 17 સભ્યોનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. નિર્વાચિત સાંસદ અનુ આગા, રેખા અને સચિનનો કાર્યકાળ પણ સમાપ્ત થઈ રહ્યો છે. આ ત્રણ પણ એનડીએના ખાતામાં જ જશે.

245 સભ્ય ધરાવતા સંસદના ઉપલા ગૃહમાં બહુમતિ માટે 123 બેઠકની જરૂર છે. જ્યારે 23 માર્ચની ચૂંટણી પછી પણ બીજેપી પાસે ફક્ત 73થી 76 બેઠક જ રહેશે. હાલમાં રાજ્યસભામાં એનડીએના 83 સાંસદ છે. જ્યારે બીજેપીના સાંસદોની સંખ્યા 58 છે. વરિષ્ઠ પત્રકાર હિમાંશુ મિશ્ર કહે છે કે રાજ્યસભામાં એનડીએને માર્ચમાં યોજાનાર ચૂંટણીમાં 30 બેઠક મળવાનો અંદાજ છે. છતાં તે 113 બેઠક સુધી જ પહોંચશે જે બહુમતિથી દૂર છે. આ વર્ષના અંત સુધીમાં રાજ્યસભામાં એનડીએ પાસે બહુમતિ નહીં હોય.
First published: March 23, 2018, 10:22 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading