રાજ્યસભાની ચૂંટણીના મામલે કોંગ્રેસને 'સુપ્રીમ' ઝટકો, ભાજપના બંને ઉમેદવારની જીત નિશ્ચિત

News18 Gujarati
Updated: June 25, 2019, 4:16 PM IST
રાજ્યસભાની ચૂંટણીના મામલે કોંગ્રેસને 'સુપ્રીમ' ઝટકો, ભાજપના બંને ઉમેદવારની જીત નિશ્ચિત
રાજ્યસભાના ઉમેદવાર જુગલ ઠાકોર અને એસ જયશંકરનું સ્વાગત કરતા જીતુ વાઘાણી

સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ હવે ગુજરાત રાજ્યસભાની બંને બેઠકો માટે ભાજપના બંને ઉમેદવારોની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : રાજ્યસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ પાર્ટીને સુપ્રીમ કોર્ટમાંથી મોટો ઝટકો મળ્યો છે. કોંગ્રેસ તરફથી રાજ્યસભાની બંને બેઠકો માટે અલગ અલગ મતદાન ન યોજવાની અરજી કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે આ મામલે કોંગ્રેસની અરજી ફગાવી દીધી છે. હવે પાંચમી જુલાઈના રોજ ગુજરાતની રાજ્યસભાની બંને બેઠકો માટે અલગ અલગ મતદાન યોજાશે. સાંજે જ પરિણામ જાહેર કરી દેવામાં આવશે. આ મામલે પ્રતિક્રિયા આપતા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, વર્ષોથી અલગ અલગ ચૂંટણી જ યોજાતી આવે છે. કટોકટી લાદનારી કોંગ્રેસના મોઢે લોકશાહીની હત્યાની વાતો શોભતી નથી. આ મામલે કોંગ્રેસના ભરતસિંહ સોલંકીએ જણાવ્યું કે, રાજ્યસભાની ચૂંટણી માટે કોંગ્રેસના બે ઉમેદવારો ફોર્મ ભરશે.

સુપ્રીમ કોર્ટે આ મામલે કોંગ્રેસની અરજી ફગાવતા ચૂંટણીની કાર્યવાહીમાં દખલ દેવાનો ઇન્કાર કરી દીધો હતો. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ હવે ગુજરાત રાજ્યસભાની બંને બેઠકો માટે ભાજપના બંને ઉમેદવારોની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે.

રાજ્યસભાની ચૂંટણી માટે આજે (મંગળવારે) ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે. આગામી પાંચમી જુલાઈના રોજ હવે આ બંને બેઠક માટે ચૂંટણી યોજાશે. ભાજપે પેટા-ચૂંટણી માટે વિદેશ મંત્રી એસ જયશંકર અને જુગલજી ઠાકોરને મેદાને ઉતાર્યા છે.

રાજ્યસભાની ખાલી પડેલી બંને બેઠકો માટે અલગ અલગ પેટા-ચૂંટણી યોજવાના ચૂંટણી પંચના નિર્ણય સામે ગુજરાત વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ કરેલી  અરજી ફગાવતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોંગ્રેસ આ મામલે ચૂંટણી પંચનો સંપર્ક કરી શકે છે.ઉલ્લેખનીય છે કે અમિત શાહ અને સ્મૃતિ ઇરાની ગુજરાતમાંથી રાજ્યસભાના સભ્ય હતા. આ બંને નેતાઓએ લોકસભાની ચૂંટણી લડી હતી અને જીત મેળવી હતી. લોકસભામાં જીત બાદ બંને નેતાઓએ રાજ્યસભામાંથી રાજીનામું આપ્યું હતું. આ કારણે ગુજરાતની રાજ્યસભાની બે બેઠકો ખાલી પડી હતી. આ બંને બેઠકો પર આગામી પાંચમી જુલાઈના રોજ મતદાન થશે.
First published: June 25, 2019, 11:45 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading