અશોક ગહલોતે કહ્યું, અબજો રૂપિયા જયપુર પહોંચી ચૂક્યા છે, MP વાળો ખેલ અહીં રમાવાનો હતો, પરંતુ...

News18 Gujarati
Updated: June 11, 2020, 11:02 AM IST
અશોક ગહલોતે કહ્યું, અબજો રૂપિયા જયપુર પહોંચી ચૂક્યા છે, MP વાળો ખેલ અહીં રમાવાનો હતો, પરંતુ...
અશોક ગહલોતે BJP પર રાજ્યસભા ચૂંટણીમાં સમર્થનના બદલામાં ધારાસભ્યોને કરોડો રૂપિયાનું પ્રલોભન આપવાનો આરોપ લગાવ્યો

અશોક ગહલોતે BJP પર રાજ્યસભા ચૂંટણીમાં સમર્થનના બદલામાં ધારાસભ્યોને કરોડો રૂપિયાનું પ્રલોભન આપવાનો આરોપ લગાવ્યો

  • Share this:
ગોવર્ધન ચૌધરી, જયપુરઃ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોત (Ashok Gehlot)એ બીજેપી પર રાજ્યસભા ચૂંટણી (Rajya Sabha Elections)માં સમર્થન ના બદલામાં ધારાસભ્યોને કરોડો રૂપિયાનું પ્રલોભન આપવાનો આરોપ લગાવ્યો છે. કૉંગ્રેસ અને અપક્ષ ધારાસભ્યો સાથેની બેઠક બાદ મોડી રાત્રે મીડિયા સાથે વાતચીતમાં અશોક ગહલોતે કહ્યું કે ખરીદ-વેચાણ માટે જયપુરમાં કરોડો-અબજો રૂપિયા ટ્રાન્સફર થઈ રહ્યા છે. આ રૂપિયા કોણ મોકલી રહ્યું છે. ધારાસભ્યોને એડવાન્સ આપવાની વાતો થઈ રહી છે. તેથી મહેશ જોશીએ રિપોર્ટ નોંધાવ્યો છે. આ લોકો લોકતંત્રનો માસ્ક પહેરી રાજનીતિ કરી રહ્યા છે. ગહલોતે કહ્યું છે કે તે લોકોને લોકતંત્રમાં વિશ્વાસ નથી. આ ફાસિસ્ટ લોકો છે. પહેલા પણ જનપ્રતિનિધિત્વ કાયદામાં સંશોધન થયું છે, પરંતુ કોઈને કોઈ રસ્તો શોધી જ કાઢે છે.

અશોક ગહલોતે કહ્યું કે, રોકડ રૂપિયા મોટાપાયે જયપુરમાં આવી ચૂક્યા છે. એવા પ્રકારની સૂચના હતી કે મધ્ય પ્રદેશવાળો ખેલ અહીં રમાશે. મધ્ય પ્રદેશમાં જે કૉંગ્રેસના ધારાસભ્યો બીજેપીમાં ગયા તેઓ ક્ષેત્રમાં નથી ઘૂસી શકતા. લોકો કહે છે કે તમે તો 25 કરોડમાં વેચાયેલા લોકો છો. કયા મોંએ પરત આવ્યા છો. બીજેપીવાળ હવે તેમને ટિકિટ નહીં આપી રહ્યા, કારણ કે બીજેપી કેડર વિરોધ કરી રહી છે. ત્યાં એટલા માટે કેબિનેટ નથી બની શકી. તેઓએ કહ્યું કે આવો જ ખેલ અહીં રમવાનો હતો, પરંતુ અમારા ધારાસભ્યો સમજદાર છે, તેમને ખૂબ લાલચ-લોભામણી ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેઓ એકજૂથ છે.

આ પણ વાંચો, Covid-19: અમદાવાદનો ડેથ રેટ દેશમાં સૌથી ગંભીર, દિલ્હીથી 4 ગણાં મોત

6 બીએસપી અને અપક્ષ ધારાસભ્યો સાથે આવ્યા

ગહલોતે કહ્યું કે, મને ગર્વ એ વાતનો છે કે 6 બીએસપી ધારાસભ્ય સાથે આવ્યા છે. 13 અપક્ષ ધારાસભ્ય પણ આવ્યા છે. રાજસ્થાન પહેલું રાજ્ય છે જ્યાં એક રૂપિયાનો સોદો નથી થયો. કોઈ પદની લાલચ નથી આપવામાં આવી. આ બધું રાજસ્થાનનની ધરતી પર થાય છે. મને એ વાતનો ગર્વ છે કે આ ધરતીનો હું મુખ્યમંત્રી છું જ્યાંના લાલ સોદાબાજી વગર સરકારના સ્થાયીત્વ માટે સાથે આપે છે.
સાથોસાથ ગહલોતે કહ્યું કે બે મહિના પહેલા રાજ્યસભા ચૂંટણી થઈ જાત, પરંતુ ગુજરાત અને રાજસ્થાનમાં ખરીદ-વેચાણ પૂરું નહોતું થઈ શક્યું. તેથી ચૂંટણી આગળ ધકેલવામાં આવી. પોતાના લોકતંત્રની હાંસી ઉડાવી. ચૂંટણી પંચ પર દબાણ લાવીને ચૂંટણી સ્થગિત કરવા દીધી. આજે તમે જોઈ શકો છો કે કોરોના હજુ ચાલી રહ્યો છે. ચૂંટણી સ્થગિત કરવાનો શું તર્ક હતો.

આ પણ વાંચો, મનોરંજન જગત ફરી ગમગીન, ‘શ્રીગણેશ’ ફેમ એક્ટર જાગેશ મુકાતીએ દુનિયાને કહ્યું અલવિદા
First published: June 11, 2020, 10:59 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading