Home /News /national-international /રાજ્યસભા ચૂંટણી: ઉમેદવારને જીત જરૂરી વોટની ગણતરી માટે શું છે ફોર્મ્યુલા?

રાજ્યસભા ચૂંટણી: ઉમેદવારને જીત જરૂરી વોટની ગણતરી માટે શું છે ફોર્મ્યુલા?

પ્રતિકાત્મક તસવીર

ઉદય સિંહ રાણા

લોકસભાની ચૂંટણીને હજી એક વર્ષની વાર છે, પરંતુ એ પહેલા જ આજથી(23મી માર્ચ, 2018) રાજ્યસભાની તસવીર બદલાઈ જશે. આજે 25 રાજ્યસભાની બેઠક માટે મતદાન યોજાશે. સાંજે જ પરિણામની જાહેરાત કરી દેવામાં આવશે. આજની સ્થિતિએ જોતા દેશના 15 રાજ્યમાં બીજેપીના મુખ્યમંત્રી છે, જ્યારે 21 રાજ્યમાં તે ગઠબંધનનો હિસ્સો છે. આ માટે જ આ વખતની ચૂંટણી બાદ રાજ્યસભામાં બીજેપીની સંખ્યા વધવાની છે. News18 તમને રાજ્યસભાની બદલાઈ રહેલી તસવીર અંગે માહિતી આપી રહ્યું છે. રાજ્યસભાની ચૂંટણીને લઈને આંકડાઓ અંગે વિગતવાર માહિતી મેળવીએ.

શું છે વોટિંગ ફોર્મ્યુલા?

દરેક MLAના વોટની કિંમત 100 હોય છે. રાજ્યસભામાં વોટિંગમાં જીત માટે આવી ફોર્મ્યુલા હોય છે.

[(MLAની સંખ્યા X 100)/ (ખાલી પડેલી બેઠક+1)] +1

ઉપરની વસ્તુ સમજવા માટે ઉત્તર પ્રદેશનું એક ઉદાહરણ જોઈએ. ઉત્તર પ્રદેશમાં કુલ 403 ધારાસભ્ય છે. અહીં 10 રાજ્યસભાના સભ્યોની ચૂંટણી છે. તો દરેક સભ્યને કેટલા વોટ જોઈએ એ ઉપરની ફોર્મ્યુલા પરથી સમજીએ.

[(403 X 100) / (10+1)] + 1 = 3,664 મત

આવી જ રીતે ગોવા વિધાનસભાનું ઉદાહણ જોઈએ તો અહીં 40 સભ્ય છે. અહીં રાજ્યસભાની એક બેઠક ખાલી છે. એટલે કે ગોવામાં સભ્યને જીત માટે આટલા મત જોઈએ.

[(40 X 100) / (1+1)] + 1 = 2,001 વોટ

ઉત્તર પ્રદેશ (10 બેઠક): 2018માં અહી 10 સીટો ખાલી થશે અને આ સીટો પર બીજેપી માટે સારી એવી સીટોની જીતની આશા છે. ઉત્તર પ્રદેશમાં કોઈપણ ઉમેદવારને જીત માટે 37 MLAના સમર્થનની જરૂરત હશે. વિધાનસભાની 403 સીટોમાં બીજેપી પાસે આ સમયે 311 સીટો છે. એવામાં બીજેપીની લગભગ 8 સીટો પર જીત નક્કી ગણવામાં આવી રહી છે. સમાજવાદી પાર્ટી પાસે 47 સીટો છે, એવામાં તેમને એક સભ્યને રાજ્યસભામાં મોકલવાની તક મળશે. જોકે, સમાજવાદી પાર્ટીની અંદર ચાલી રહેલ આંતર વિખવાદ ખત્મ થશે નહી તો આવતા વર્ષે તેના ખાતામાંથી એક સીટ પણ છીનવાઈ જશે. આવી પરિસ્થિતિમાં તેમને પોતાની સહયોગી કોંગ્રેસની જરૂરત પડશે. કોંગ્રેસના ખાતામાં આ સમયે 7 MLA છે. કોંગ્રેસ અને બહુજન સમાજવાદી પાર્ટી (BSP) અને સમાજવાદી પાર્ટીના બંને પક્ષ એકસાથે મળી જાય તો ફરી તેમના વધુ એક સભ્યને રાજ્યસભામાં મોકલવામાં સફળતા મળી શકે છે. એવામાં બીજેપીને 8 સભ્યોથી જ સંતોષ માનવો પડી શકે છે. ઉત્તર પ્રદેશમાં બીજેપીનો સહયોગી પક્ષ SBSPના ખાતામાં 4 સીટો છે. બીજેપીના ઝગડા પછી SBSPએ હજું સુધી ખુલાસો કર્યો નથી કે, વો કોને વોટ આપશે.

બિહાર (6 બેઠક) : બિહારની 16 સીટોમાં 6 જગ્યા માટે શુક્રવારે ઈલેક્શન થશે. JD(U)પાસે 71 MLA છે, BJP પાસે 53 અને રાજ્યની સૌથી મોટી પાર્ટી RJDના ખાતામાં કુલ 80 MLA છે. બિહારમાં કોઈપણ ઉમેદવારને રાજ્યસભામાં મોકલા માટે કુલ 3,472 વોટોની જરૂરત પડશે એટલે ઓછામાં ઓછા 35 MLAનું સમર્થન. પોતાની તાકાત પર JD(U) અને RJD માત્ર 2 લોકોને રાજ્યસભામાં મોકલી શકે છે. જ્યારે BJP પોતાની શક્તિ પર માત્ર એક સભ્યને રાજ્યસભામાં મોકલી શકે છે. કોંગ્રેસ પાસે અહી 27 ધારાસભ્ય છે. એટલે કે, કોંગ્રેસ અને તેમની સહયોગી RJD મળીને એક સભ્યને રાજ્યસભા મોકલી શકે છે. આમ બિહારમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ફાઈટ એકદમ સંતુલિત છે. NDA અને UPA બંનેને 3-3 સીટો પર જીત મળી શકે છે.

મહારાષ્ટ્ર (6 બેઠક: મહારાષ્ટ્રમાં કોઈપણ ઉમેદવારને રાજ્યસભામાં મોકલવા માટે કુલ 4,115 વોટોની જરૂરત પડશે, એટલે ઓછામાં ઓછા 42MLAનું સમર્થન. એકલા હાથે ઈલેક્શન લડવા પર BJP 2 સભ્યોને રાજ્યસભામાં મોકલી શકે છે. જ્યારે શિવસેના પોતાના દમ પર એક ઉમેદવારને રાજ્યસભામાં મોકલી શકે છે. પરંતુ એક સાથે ઈલેક્શન લડવા પર કુલ 4 સભ્યોને જીત મળી શકે છે. જો શિવસેના અને બીજેપી વચ્ચે ગઠબંધન તૂટી જાય છે તો પછી એક સીટ તેમના હાથમાંથી નિકળી શકે છે. 42 MLA સાથે કોંગ્રેસની એક સીટ પર જીત પાક્કી ગણાય છે. પરંતુ NCP (42)ના ખાતામાં એક MLAની ખોટ પડી રહી છે.

પશ્ચિમ બંગાળ (5 બેઠક) : અહી એક ઉમેદવારને રાજ્યસભા મોકલા માટે 50 MLAના સમર્થનની જરૂરત છે. તૃણમૂલ કોંગ્રેસના ખાતામાં 213MLA છે. એટલે તેઓ ઓછામાં ઓછા 4 MP રાજ્યસભામાં મોકલી શકે છે. કોંગ્રેસ પાસે માત્ર 42MLA છે એટલે તેમને કોઈને રાજ્યસભામાં મોકલા માટે CPMના 26 ધારાસભ્યોના સમર્થનની જરૂરત પડશે.

મધ્યપ્રદેશ (5 બેઠક): અહી 5 સીટો માટે શુક્રવારે ઈલેક્શન થશે. કોઈપણ ઉમેદવારને રાજ્યસભામાં મોકલા માટે ઓછામાં ઓછા 39 MLAનું સમર્થન જોઈએ. પાંચમાંથી ચાર સીટો પર ભાજપની જીત પાક્કી માનવામાં આવી રહી છે. 57MLA સાથે કોંગ્રેસને અહી એક સીટ પર જીત મળી શકે છે.

ગુજરાત (4 બેઠક): પાછલા વર્ષે અહેમદ પટેલની સીટ પર અહી રોમાંચક મુકાબલો જોવા મળ્યો હતો. પરંતુ આ વખતે આવું થશે નહી. ગુજરાતમાં 4 સીટો ખાલી છે. એવામાં અહી ઉમેદવારોને રાજ્યસભામાં મોકલા માટે ઓછામાં ઓછા 37MLAનું સમર્થન જોઈએ. 78MLA સાથે કોંગ્રેસના બે ઉમેદવારોને રાજ્યસભામાં મોકલી શકે છે. જ્યારે 99MLA સાથે બીજેપીની બે સીટો પર જીત નક્કી છે.

કર્ણાટક (4 બેઠક): વિધાનસભા ઈલેક્શનથી પહેલા અહી રાજ્યસભા માટે 4 સીટો પર ટક્કર છે. અહી એક ઉમેદવારોને રાજ્યસભા મોકલા માટે 46 MLAના સમર્થનની જરૂરત છે. કોંગ્રેસ 124MLA સાથે અહી 2 સભ્યોને રાજ્યસભામાં મોકલશે. BJP પાસે 2 વોટ ઓછા છે. પરંતુ તે JD(S)ની મદદથી 2 સીટ જીતી શકે છે.

આંધ્ર પ્રદેશ (3 બેઠક): TDP અને NDAનું ગંઠબંધન તૂટ્યા બાદ પણ અહીની તસવીરમાં વધારે પરિવર્તન આવ્યો નથી. અહી એક ઉમેદવારને રાજ્યસભા મોકવા માટે 44 MLAના સમર્થનની જરૂરત છે. TDP 102 MLA સાથે બે સીટો પર જીત મેળવી શકે છે. YSR કોંગ્રેસ પાસે 67 MLA છે. તેમને પણ એક સીટ મળી જશે.

ઓડિશા (3 બેઠક): બીજૂ જનતા દળ પાસે અહી 118 MLA છે. અહી એક ઉમેદવારને રાજ્યસબા મોકલવા માટે 37 MLAના સમર્થનની જરૂરત છે. એટલે બીજૂ જનતા દળને ત્રણેય સીટો પર જીત મળી જશે.

તેલંગાણા (3 બેઠક): અહી એક ઉમેદવારને રાજ્યસભા મોકલા માટે 90 MLAના સમર્થનની જરૂરત છે. એવામાં સત્તાધારી TRSની ત્રણેય સીટો પર જીત નક્કી છે.

રાજસ્થાન (3 બેઠક): અહી એક ઉમેદવારને રાજ્યસભા મોકલા માટે 51 MLAના સમર્થનની જરૂરત છે. 159MLA સાથે BJPની ત્રણ સીટો પર જીત નક્કી છે.

ઝારખંડ (2 બેઠક): અહી એક ઉમેદવારને રાજ્યસભા મોકલવા માટે 28 MLAના સમર્થનની જરૂરત છે. 43 MLA સાથે બીજેપીનું એક સીટ પર જીતવું નક્કી માનવામાં આવી રહ્યું છે. પરંતુ એક સીટ માટે મુકાબલો રોમાંચક બની રહેશે. જો JMM (19)ને કોંગ્રેસ (7) and JVM(P)(2) સમર્થન મળી જાય છે તો તેમને પણ એક સીટ પર સફળતા મળી જશે.

ઉત્તરાખંડ (1 બેઠક): અહી વિધાનસભામાં કુલ 71 સભ્ય છે. અહી એક ઉમેદવારને રાજ્યસભામા મોકલા માટે 36 MLAના સમર્થનની જરૂરત છે. એવામાં બીજેપીને અહી સરળતાથી જીત મળી જશે.

છત્તીસગઢ (1 બેઠક): અહી એક ઉમેદવારને રાજ્યસભા મોકલવા માટે 46 MLAના સમર્થનની જરૂરત છે. 49 MLA સાથે બીજેપીની જીત નક્કી છે.
હિમાચલ પ્રદેશ (1 વેકેન્સી) : અહી એક ઉમેદવારને રાજ્યસભા મોકલા માટે 35 MLAના સમર્થનની જરૂરત છે. અહી 44 MLA સાથે બીજેપીની જીતને કોઈ રોકી શકશે નહી.

હરિયાણા (1 બેઠક): અહી એક ઉમેદવારને રાજ્યસભા મોકલવા માટે 46 MLAના સમર્થનની જરૂરત છે. બીજેપી પાસે 47 MLA છે. જીત તો નજરો સામે દેખાઈ જ રહી છે તે છતાં તેમને બધા એમએમએને એકસાથે રાખવા પડશે.

કેરલ (1 બેઠક) : અહી જીત માટે 71 ધારાસભ્યો જોઈએ. જ્યારે CPM પાસે 90 MLA છે. એટલે તેમની જીત નક્કી છે.
First published:

Tags: Rajya Sabha Election