9 ઓગષ્ટે રાજ્યસભા ઉપ-સભાપતિની ચૂંટણી, કોણ જીતશે? જોઈએ ગણિત

News18 Gujarati
Updated: August 9, 2018, 8:47 AM IST
9 ઓગષ્ટે રાજ્યસભા ઉપ-સભાપતિની ચૂંટણી, કોણ જીતશે? જોઈએ ગણિત
એનડીએ સાથે જોડાયેલા સૂત્રોનું માનીએ તો, બીજેપી બધાને સરપ્રાઈઝ આપી શકે છે.

એનડીએ સાથે જોડાયેલા સૂત્રોનું માનીએ તો, બીજેપી બધાને સરપ્રાઈઝ આપી શકે છે.

  • Share this:
રાજ્યસભાની ઉપ-સભાપતિ માટે 9 ઓગષ્ટે ચૂંટણી યોજાવાની છે, અને આ વખતે કોઈ પણ દાવો કરવામાં અસમર્થ છે કે કોગ્રેસ+ કે એનડીએ+માંથી કોણ જીતશે. જોકે, મોટાભાગના વિશેષજ્ઞોનું માનવું છે કે, રાજ્યસભામાં વધારે સંખ્યા હોવાના કારણે વિપક્ષ જીતી શકે છે, પરંતુ એનડીએ સાથે જોડાયેલા સૂત્રોનું માનીએ તો, બીજેપી બધાને સરપ્રાઈઝ આપી શકે છે.

ચૂંટણીની તારીખની ઔપચારિક જાહેરાત બાદ નીતિશકુમારના નજીકના જેડીયૂ નેતા હરિવંશનું નામ ઉછળ્યું હતું. હરિવંશ પૂર્વ પત્રકાર છે અને બિહાર તથા ઝારખંડના મોટા સામાચારપત્ર પ્રભાત ખબરના એડિટર રહી ચુકેલા છે.

કેરળના કોંગ્રેસ નેતા પીજે કુરિયનના રિટાયર થયા બાદ ખાલી થયેલી રાજ્યસભા ઉપ-સભાપતિની બેઠક પર હરિવંશના લગભગ બે ઉદ્દેશ્ય પૂરા થઈ જશે. પહેલુ જેડી(યૂ) ઉમેદવાર કેટલાક મોટા ક્ષેત્રિય દળો જેવા કે બીજેડી અને એઆઈએડીએમકે જેમણે પોતાના પત્તા નથી ખોલ્યા, તેમની સામે વધારે સ્વીકાર્ય થઈ શકે છે. આ સાથે જેડી(યૂ) સાથે વાસ વધારવાનું સાબિત થઈ શકે છે.

આ ચૂંટણી વિપક્ષ માટે પણ આત્મવિશ્વાસ વધારવા માટેની છે. વિપક્ષ આ મંચને પોતાના મતભેદો ખતમ કરી એકસાથે આવવા માટે ઉપયોગમાં લઈ શકે છે. અને આ પ્રસંગમાં તે ગત મહિને બીજેપીની પૂર્વ સહયોગી પાર્ટી ટીડીપી દ્વારા સંસદમાં લાવવામાં આવેસાંકેતિક અવિશ્વાસ પ્રસ્તાવનું અનુકરણ કરશે.

રાજ્યસભામાં બીજેપી અને તેમના સહયોગી અને વિપક્ષની સ્થિતિ શું છે તે સમજવા માટે એક નજર નંબર પર નાખીએ. રાજ્યસભામાં 245 સભ્યોનું સદન છે. અત્યારે એક સીટ ખાલી છે. કુલ બેઠકોનું અડધુ થાય 122.

રાજ્યસભામાં હાલમાં એનડીએના 90 સાંસદ છે. એટલે કે અડધાથી 32 ઓછા, બીજેપી (73), બોડોલેણ્ડ પીપલ્સ ફ્રંટ(1), જેડી(યૂ) 6, નામાંકિત(4), નાગા પીપલ્સ ફ્રંટ(1), રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડીયા (એ) (1), શિરોમણી અકાલી દળ (3) અને સિક્કિમ ડેમોક્રેટિક ફ્રંટ (1).રાજ્યસભામાં સંયુક્ત વિપક્ષના 112 સાંસદ છે, એટલે કે જીતવા માટે જરૂરી બેઠકથી માત્ર 10 ઓછી છે. આમ આદમી પાર્ટી (3), તૃણમુલ કોંગ્રેસ (13), બહુજન સમાજવાદી પાર્ટી(4), કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડીયા (2), કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડીયા (એમ) (5), દ્રવિડ મુનેત્ર કઝગમ (4), કોંગ્રેસ (50), ઈન્ડીયન યૂનિયન મુસ્લીમ લીગ (1), જેડી(એસ) (1), કેરળ કોંગ્રેસ (एम) (1), નેશનલ કોંગ્રેસ પાર્ટી (4), રાષ્ટ્રીય જનતા દળ (5), સમાજવાદી પાર્ટી (13), તેલુગુ દેશમ પાર્ટી (6).
First published: August 9, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading