રાજ્યસભામાં ભાવુક થયા વેંકૈયા નાયડૂ, કહ્યુ- વિપક્ષે ગૃહની ગરિમાના લીરે-લીરા ઉડાવ્યા, દુઃખથી ઊંઘી ન શક્યો

M Venkaiah Naidu Gets Emotional: વેંકૈયા નાયડૂએ ભાવુક થઈને કહ્યું- ચિંતાનો વિષય છે કે કેટલાક સભ્યોએ ગૃહના હોબાળાના વીડિયો ઉતાર્યા અને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા

M Venkaiah Naidu Gets Emotional: વેંકૈયા નાયડૂએ ભાવુક થઈને કહ્યું- ચિંતાનો વિષય છે કે કેટલાક સભ્યોએ ગૃહના હોબાળાના વીડિયો ઉતાર્યા અને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા

 • Share this:
  નવી દિલ્હી. રાજ્યસભા (Rajya Sabha) ચેરમેન એમ. વેંકૈયા નાયડૂ (M Venkaiah Naidu) મંગળવારે ગૃહમાં ભાવુક થઈ ગયા. મૂળે, ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભામાં વિપક્ષી પાર્ટીઓના સાંસદો (Opposition MPs) દ્વારા વિરોધ પ્રદર્શન દરમિયાન બિનજવાબદાર વ્યવહાર વિશે બોલી રહ્યા હતા. નાયડૂએ વિપક્ષી સાંસદોના વ્યવહાર પ્રત્યે ક્ષોભ પ્રગટ કર્યો અને કહ્યું કે, તેમના વ્યવહારથી ગૃહનું નામ ખરાબ થયું છે. તેમણે કહ્યું કે કેટલાક સાંસદો ટેબલ પર બેસી ગયા અને કેટલાક તો ટેબલ પર ચઢી ગયા...પોતાનો ક્ષોભ પ્રગટ કરતી વખતે રાજ્યસભા ચેરમેન ભાવુક (M Venkaiah Naidu gets emotional) થઈ ગયા.

  બીજી તરફ, એએનઆઇએ સૂત્રોના હવાલાથી જણાવ્યું છે કે, રાજ્યસભા ચેરમેન વિપક્ષના કેટલાક સાંસદોની વિરુદ્ધ એક્શન લઈ શકે છે, જેઓએ ગૃહમાં હોબાળો કર્યો. ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah), ગૃહના નેતા પીયૂષ ગોયલ (Piyush Goyal) અને અન્ય બીજેપી સાંસદોએ બુધવાર સવારે વેંકૈયા નાયડૂ સાથે આ મામલે મુલાકાત કરી હતી.

  વેંકૈયા નાયડૂએ રાજ્યસભામાં કહ્યું, ‘મને ખૂબ દુઃખ છે કે ચોમાસું સત્ર શરૂ થયા બાદથી જ સતત ગૃહનું અપમાન કરવામાં આવી રહ્યું છે. એવું લાગે છે કે ગૃહમાં કેટલાક વર્ગોની વચ્ચે પ્રતિસ્પર્ધા ચાલી રહી છે.’ અહેવાલો મુજબ, મંગળવારે વિપક્ષના કેટલાક સાંસદ ગૃહમાં ટેબલ પર ચઢી ગયા હતા. આ એ જગ્યા છે, જ્યાં રાજ્યસભાના અધિકારી અને પત્રકારો બેસે છે. આ ઉપરાંત એક સાંસદે તો ઓફિશિયલ દસ્તાવેજોને ઉઠાવીને ચેરમેનની ખુરશી તરફ ફેંક્યા હતા.

  રાજ્યસભા ચેરમેને વધુમાં કહ્યું, ‘આપણા મંદિરોમાં ભક્તોને ગર્ભગૃહમાં પ્રવેશની મંજૂરી એક મર્યાદા સુધી જ હોય છે. તેનાથી આગળ ન જઈ શકાય. ગૃહના આ ગર્ભગૃહમાં પ્રવેશ કરવો જ એક પ્રકારથી અપમાન છે અને આવું વર્ષોથી થતું આવી રહ્યું છે.’

  આ પણ વાંચો, COVID-19 Vaccine: કોવિશીલ્ડ-કોવેક્સીનનો મિક્સ ડોઝ અસરદાર છે? DCGIએ સ્ટડી માટે મંજૂરી આપી


  ગૃહમાં ભાવુક થયેલા વેંકૈયા નાયડૂએ કહ્યું, ‘આ ખૂબ ચિંતાની વાત છે કે કેટલાક સભ્યોએ ગૃહનું અપમાનની ઘટનાનો વીડિયો બનાવ્યા અને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા. તેઓએ પબ્લિકને દર્શાવ્યું કે કેવી રીતે ગૃહની ગરિમા ભંગ કરવામાં આવી રહી છે. આ કેટલાક સભ્યોની વચ્ચે પોતાને પ્રતિસ્પર્ધી અને આક્રમક દર્શાવવાની હોડનું પરિણામ છે.’
  Published by:Mrunal Bhojak
  First published: