પ્રેમીઓએ એકબીજાને ફિલ્મી સ્ટાઇલમાં ગોળી મારી કરી આત્મહત્યા

પ્રેમીઓએ એકબીજાને ફિલ્મી સ્ટાઇલમાં ગોળી મારી કરી આત્મહત્યા
રાજ્સ્થાનના બાડમેરમાં બુધવારે રાત્રે ઘરેથી ગાયબ થયેલા પ્રેમીના ગુરૂવારે મૃતદેહ મળી આવ્યા હતા.

બાડમેર જિલ્લાના પ્રેમીઓએ આત્મહત્યા કરી. બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો બુધવારે રાત્રે બંને પોતાના ઘરેથી ગાયબ થઈ ગયા હતા. મરતા પહેલાં બંનેએ ગન બંદૂક લમણે રાખી સેલ્ફી લીધી હતી.

 • Share this:
  ન્યૂઝ 18 ગુજરાતી : રાજસ્થાનના બાડમેર જિલ્લામાં પ્રેમીઓએ એક બીજાને ગોળી મારી આત્મહત્યા કરી લીધી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. બાડમેરના ચૌહટન વિસ્તારના લીલસ ગામ પાસે પ્રેમી યુગલે આત્મહત્યા કરી લીધી હતી. પ્રાપ્ત જાણકારી અનુસાર બંનેએ એક બીજાને ફિલ્મી સ્ટાઇલમાં ગોળી મારી આત્મહત્યા કરી નાંખી હતી. મૃતકોની ઓળખાણ અંજુ અને શંકર તરીકે થઈ છે. પોલીસે મૃતદેહને કબ્જામાં લઈ પરિવારનો સંપર્ક કર્યો છે.

  ઘરેથી ગાયબ હતા


  અંજુ અને શંકર વચ્ચે છેલ્લા કેટલાક સમયથી પ્રેમ પાંગર્યો હતો. બુધવારે રાત્રે બંને એકબીજાના ઘરેથી ગાયબ થઈ ગયા હતા. ગુરૂવારે સવારે બંનના મૃતદેહ મળી આવ્યા હતા. બંનેના મૃતદેહને સીએચસીમાં રાખવામાં આવ્યા છે જ્યાં તેમનું પોસ્ટમોર્ટમ થશે. મૃતકના મોબાઇલ ફોનના માધ્યમથી પોલીસને જે તસવીર મળી છે તેમાં બંને પ્રેમી એકબીજાના પર બંદૂક તાકી છે. આશંકા છે કે તેમણે ગોળી મારતાં પહેલાં આ સેલ્ફી ક્લીક કરી હોઈ શકે છે.

  આ પણ વાંચો : પુણે : 22 વર્ષની પટેલ યુવતીની પૂર્વ-બોયફ્રેન્ડે છરીના ઘા મારી કરી હત્યા

  પોલીસના જણાવ્યા મુજબ બંનેએ એકબીજાને ગોળી મારીને આત્મહત્યા કરી છે. પોલીસ એ તપાસ કરી રહી છે કે બે દિવસમાં તેમની પાસે દેશી તમંચા આવ્યા ક્યાંથી? પોલીસ તમામ પુરાવાઓ અને કોલ ડિટેલ્સના આધારે તપાસ કરશે.

  ગોળી મારતા પહેલાં પ્રેમીઓએ આ તસવીર ક્લિક કરી હોવાની પોલીસને આશંકા છે.


  ઘટના સ્થળેથી બિયરની બોટલો મળી
  બંને પ્રેમીની જે તસવીર સામે આવી છે તેમાં બંને એક બીજાના લમણે બંદૂક તાકીને બેસેલા છે. તેમની પાસેથી બિયરની બોટલ પણ મળી આવી છે.

  પોલીસને ઘટના સ્થળેથી બિયરની બોટલ અને સિગારેટ મળી આવી છે.


  આ સાથે સિગારેટ પણ મળે છે. બંને પર પારિવારિક દબાણ હતું? પરિવાર તેમના પ્રેમ સંબંધની વિરુદ્ધ હતું કે નહીં તેની તપાસ પોલીસ કરશે.
  Published by:News18 Gujarati
  First published:June 13, 2019, 15:35 pm

  ટૉપ ન્યૂઝ