Rajasthan: BJPનાં ભરતપુર MP રંજીતા કોલી પર હુમલો, ઘરમાં મારી 3 ગોળીઓ, ધમકીભર્યો પત્ર પણ ચોટાડ્યો

સાંસદ રંજીતા કોલીની તસવીર પર લગાવવામાં આવેલાં ક્રોસનાં નિશાન અને ઘરમાં પડેલી કારતૂસ

Bharatpur latest news: ભરતપુર સાંસદ રંજીતા કોલી પર દુશ્મનોએ એક વખત ફરી હુમલો કર્યો છે. ગુંડાઓએ રંજીતા કોલીનાં ઘરે ત્રણ ગોળીઓ ચલાવી છે. ગુંડાતત્વોએ કોલીને જીવથી મારી દેવાની ધમકી આપતા તેનાં નિવાસ સ્થાન પર ધમકીભરેલો પત્ર ચોટાંડ્યો છે. પોલીસ ગુંડાતત્વોની શોધમાં લાગેલી છે. પણ તેનો હજુ સુધી કોઇ પુરાવો મળ્યો નથી.

  • Share this:
    દીપક પુરી, ભરતપુર: ભાજપની ભરતપુર સાંસદ રંજીત કોલી (MP Ranjeeta Koli) પર એક વખત ફરીથી ગુંડાતત્વોએ હુમલો કર્યો છે. હુમલાખોરોએ સાંસદ રંજીત કોલીનાં ઘરની બહાર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું છે. હુમલા (Attack)ની આ ઘટના બાદ એમપી રંજીતા કોલીની તબિયત લથડી છે. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. હુમલાખોરોએ સાંસદનાં ઘરની બહાર તેની ફોટો લગાવી તેનાં પર ક્રોસનું નિશાન લગાવ્યું છે. આ સાથે જ તેને જીવથી મારી નાંખવાની ધમકી આપતાં પોસ્ટર પણ ચોટાડ્યાં છે. હુમલા બાદ ઘટના સ્થળેથી પોલીસને ત્રણ ખાલી કારતૂસ મળી છે. હુમલાખોરોનાં હજુ સુધી કોઇ પુરાવા મળ્યાં નથી.

    આ પણ વાંચો-અમદાવાદ ચોરીની નવી ટ્રિક- ગઠિયોએ ઘરે આવી કહ્યું તારા પપ્પાનો એક્સિડન્ટ થયો છે ઘરમાં જે પણ પૈસા હોય તે લઇ ચલ મારી સાથે.

    માહિતી પ્રમાણે, સાંસદ રંજીતા કોલી પર હુમલાની ઘટના મંગળવારે રાત્ર આશરે 11.45 વાગ્યે બયાના સ્થિત નિવાસસ્થાન પર થઇ છે. આ હુમલાખોરોએ તેનાં ઘરની બહાર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું છે જે બાદ તેમનાં ગેટની બહાર તેની તસવીર લગાવી તેનાં પર ક્રોસનું નિશાન લગાવ્યું છે. આ ફોટોની સાથે જ હુમલાખોરોએ સાંસદને જીવથી મારી નાંખવાની ધમકી આપતો પત્ર ચોંટાડ્યો છે. હુમલાની ઘટનાને કારણે રંજીતા કોલીની તબીયત ખરાબ થઇ ગઇ છે. અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. જ્યાં તેમનું ઇલાજ ચાલુ છે.

    આ પણ વાંચો-અમદાવાદ: એક તરફી પ્રેમમાં પાગલ રોમિયોનાં લીધે યુવતીએ છોડવી પડી નોકરી, જાણો આખો મામલો

    પત્રમાં અભદ્ર ભાષાનો ઉપયોગ- રંજીતા કોલીનાં ઘર પર ચોંટાડવામાં આવેલાં ધમકી ભરેલાં પત્રમાં હુમલાખોરોને અભદ્ર ભાષાઓનો પ્રયોગ કરતાં લખે છે કે, આ તો માત્ર ટ્રેલર છે. બીજી વખત ગોળી અંદર હશે. હુમલાખોરોને સાંસદે સ્પષ્ટ ચેતવણી આપી છે કે, બચવા માટે જેટલું જોર લગાવવું હોય લગાવી લે. કોઇ બચાવી નહીં શકે. હુમલાની આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે.

    પહેલી વખત સાંસદ બની છે રંજીતા કોલી-રંજીતા કોલી પહેલી વખત ભરતપુરની સાંસદ બની છે. તેનો સંબંધ ભરતપુરનાં રાજનીતિક પરિવારથી છે. રંજીતાનાં સસરા ગંગારામ કોલી બે વખત ભરતપુરનાં સાંસદ રહી ચુક્યાં છે. રંજીતા પર આશરે પાંચ મહિના પહેલાં પણ જીવલેણ હુમલો થયો હતો. તે સમયે સાંસદ હોસ્પિટલનું નિરીક્ષણ કરી પરત ફરી હતી. તે દરમિયાન તેનાં પર હુમલો થયો હતો. મંગલવારનાં પણ તે ભરતપુરથી લોકોની વ્યથા સાંભળીને પરત આવી ત્યારે હુમલો થયો હતો.

    CCTV ભેગા કરવામાં લાગી પોલીસ- પોલીસે ઘટના સ્થળની મુલાકાત લીધી ત્યાંથી કારતૂસનાં ખાલી કવર જપ્તે કર્યાં છે. તો હાલમાં તે CCTV ફૂટેજ ચેક કરી રહી છે. હાલમાં આરોપીઓ વિરુદ્ધ કોઇ પ્રકારનાં પુરાવા હાથ લાગ્યાં નથી. સાંસદ પર છ મહિનામાં આ બીજી વખત હુમલો થયો છે. આ હુમલા બાદ પોલીસની કાર્યપ્રણાલી પર પણ સવાલ ઉઠી રહ્યાં છે. પોલીસનું કહેવું છે કે જલ્દી જ આરોપીઓ વિરુદ્ધ પુરાવા મળશે.
    Published by:Margi Pandya
    First published: