રાજસ્થાન: બાડમેર-જોધપુર હાઈ-વે પર બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, 12 લોકો જીવતા ભડથું થયાં

બાડમેર- જોધપુર હાઇવે બ્લાસ્ટ

રાજસ્થાન બાડમેર જોધપુર હાઇવે પર અકસ્માત કારણે બસ અને ટ્રેલરમાં જોરદાર આગ ફાટી નીકળી હતી. જેમાં 12 લોકો જીવતા સળગી ગયા હોવાની આશંકા છે. માહિતી મળતા જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ છે. બસમાં હજી પણ મુસાફરો ફસાયા હોવાની વાત જાણવા મળી રહી છે.

 • Share this:
  રાજસ્થાનના (Rajsthan Badmer-Jodhpur High way Accident) બાડમેરમાં બસ અને ટ્રેલર વચ્ચે મોટો અકસ્માત સર્જાયો છે. આ માર્ગ અકસ્માતમાં 12 લોકોનાં મોત થયાના સમાચાર મળી રહ્યા છે.જ્યારે અકસ્માતમાં કેટલાક લોકો ઘાયલ પણ થયા છે.

  આ પણ વાંચો-દરિયાઇ માર્ગે ગુજરાતમાં ડ્રગ્સ ઘુસવાડવાનું ષડયંત્ર, દેવભૂમિ દ્વારકામાંથી પકડાયું રૂ. 350 કરોડ ડ્રગ્સ

  અકસ્માત કારણે બસ અને ટ્રેલરમાં જોરદાર આગ ફાટી નીકળી હતી. જેમાં 12 લોકો જીવતા સળગી ગયા હોવાની આશંકા છે. માહિતી મળતા જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ છે. બસમાં હજી પણ મુસાફરો ફસાયા હોવાની વાત જાણવા મળી રહી છે.  બસ બાલોતરાથી જોધપુર તરફ જઇ રહી હતી. આ દરમિયાન ભાંડિયાવાસ ગામ નજીક બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બસમાં ભીષણ આગ લાગી હતી. બસમાં 25 લોકો સવાર હોવાની વાત જાણવા મળી રહી છે.

  આ પણ વાંચો-અમદાવાદ ચોરીની નવી ટ્રિક- ગઠિયોએ ઘરે આવી કહ્યું તારા પપ્પાનો એક્સિડન્ટ થયો છે ઘરમાં જે પણ પૈસા હોય તે લઇ ચલ મારી સાથે..

  બસનાં કાચ તોડીને જીવ બચાવવાં લોકો બહાર નીકળી ગયા હતા
  બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માત થતાં જ બસમાં ભીષણ આગ લાગી હતી. બસમાં સવાર કેટલાક લોકો બસના કાચ તોડીને બહાર નીકળી ગયા હતા. અકસ્માતની જાણ થતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને 20 લોકોને બસમાંથી બહાર કાઢ્યા હતા. અકસ્માત થવાને કારણે હાઇવે પર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો છે.
  Published by:Margi Pandya
  First published: