રાજસમંદ : બુધવારે મધ્યરાત્રિએ મોટી કાર્યવાહી કરતા રાજસમંદ પોલીસે (rajsamand police) એક રિસોર્ટમાં ચાલી રહેલી રેવ પાર્ટી (Rave Party) પર દરોડો પાડ્યો હતો. ત્યાંથી 21 યુવકો અને 9 છોકરીઓ વાંધાજનક હાલતમાં પકડાયાછે. આ રેવ પાર્ટી રાજસમંદ (Rave party rajasmand) અને નાથદ્વારા વચ્ચે બદરડા નજીકના એક રિસોર્ટમાં ચાલી રહી હતી. પોલીસે સ્થળ પરથી દારૂ, ડ્રગ્સ અને અન્ય વાંધાજનક વસ્તુઓ જપ્ત કરી છે. પાર્ટીમાં હજારો રૂપિયાની નોટો ઉડાડવામાં આવી રહી હતી. પોલીસે ત્યાંથી 17 વાહનો, એક બાઇક અને 34,500 રૂપિયા રોકડા પણ જપ્ત કર્યા છે. પોલીસ પકડાયેલા લોકોની પૂછપરછમાં વ્યસ્ત છે.
અધિક પોલીસ અધિક્ષક શિવલાલ બૈરવાએ જણાવ્યું હતું કે, નાયબ પોલીસ અધિક્ષક બેનીપ્રસાદ મીણા અને રાજનગર એસએચઓ હનવંતસિંહે આ કાર્યવાહી હાથ ધરી છે. બાદરડા વિસ્તારમાં દ્વારકેશ રિસોર્ટ અને વોટર પાર્કમાં આ રેવ પાર્ટી ચાલી રહી હતી. રેવ પાર્ટીની માહિતીના આધારે પોલીસે મોડી રાત્રે રિસોર્ટમાં દરોડો પાડ્યો હતો. આ દરમિયાન 21 યુવકો અને 9 યુવતીઓ વાંધાજનક હાલતમાં મળી આવી હતી. પોલીસે તેમને પકડી લીધા છે. આજ સમયે, 21 થી વધુ લોકો પણ જુગાર રમતા પકડાયા છે. પોલીસે સ્થળ પરથી રૂ. 34,500, 17 વૈભવી અને અન્ય વાહનો, એક બાઇક, દારૂ, દવાઓ અને અન્ય આપત્તિજનક વસ્તુઓ જપ્ત કરી છે.
એક બાજુ રેવ પાર્ટી, બીજી બાજુ જુગાર
બૈરવાએ કહ્યું કે, એક બાજુ રિસોર્ટમાં રેવ પાર્ટી ચાલી રહી હતી અને બીજી બાજુ જુગાર ચાલી રહ્યો હતો. કેટલાક જુગારીઓ પોલીસને જોઇને ભાગી ગયા હતા. પોલીસ દ્વારા પકડાયેલા યુવકો અને મહિલાઓની પૂછપરછ ચાલી રહી છે. પોલીસ એ પણ શોધી રહી છે કે, કોના વતી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભૂતકાળમાં અહીં આવી પાર્ટીઓ થતી રહી છે કે નહીં?
ઉલ્લેખનીય છે કે, રાજસમંદ વિસ્તાર પ્રવાસીઓના દૃષ્ટિકોણથી ઘણો મહત્વનો છે. પ્રવાસીઓની મોસમમાં અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. જ્યારે નાથદ્વારા રાજસમંદમાં એક મોટું અને પ્રખ્યાત ધાર્મિક સ્થળ છે, કુંભલગઢ દેશી અને વિદેશી પ્રવાસીઓનું પ્રિય સ્થળ છે. હવે જિલ્લા વહીવટીતંત્રે પણ અહીં હેલિકોપ્ટર સેવા શરૂ કરી છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર