Home /News /national-international /ખાનગીકરણથી નહીં બદલાય સરકારી બેંકની કિસ્મત: SBI પ્રમુખ

ખાનગીકરણથી નહીં બદલાય સરકારી બેંકની કિસ્મત: SBI પ્રમુખ

ભારતીય છે દુનિયાની ટોપ કંપનીઓના સીઈઓ, દેશમાં ટેલેંટ અને બ્રેનની કોઈ કમી નથી...

ભારતીય છે દુનિયાની ટોપ કંપનીઓના સીઈઓ, દેશમાં ટેલેંટ અને બ્રેનની કોઈ કમી નથી...

    સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયાના પ્રમુખ રજનીશકુમારે કહ્યું કે, જો દેશ ઝડપથી વિકાસ કરે છે તો, એનપીએ પેદા થશે જ, આને ઓછું જરૂર કરવું જોઈએ, પરંતુ આને પૂરી રીતે રોકવું સંભવ નથી. કુમારના જણાવ્યા અનુસાર, દુનિયામાં એક પણ દેશ એવો નથી, જ્યાં એનપીએ વગર ઈકોનોમીનો ઝડપી વિકાસ થયો હોય.

    ખાનગીકરણની માંગ બોગસ
    બેંકોની ખાનગીકરણની માંગ મુદ્દે કુમારે જણાવ્યું કે, કોઈ પણ સંસ્થાનું પ્રભુત્વ કોના હાથમાં છે, તેનાથી તેના પરફોમન્સ પર કોઈ ખાસ અસર નથી પડતી. દેશમાં કેટલીક એવી પીએસયૂ કંપનીઓ છે, જે પ્રાઈવેટ સેક્ટરની હજારો કંપનીઓ કરતા વધારે સારૂ કામ કરે છે. દેશની કેટલીક પીએસયૂ કંપનીઓ જ્યાં ગ્રેટ છે, જ્યારે કેટલીક કંપનીઓ સારૂ પરફોમન્સ નથી કરી રહી.

    પ્રાઈવેટ સેક્ટરની કેટલીક કંપનીઓ પણ નથી કરી રહી સારૂ પ્રદર્શન
    કુમારે કહ્યું કે, પ્રાઈવેટ સેક્ટરમાં પણ મોટી સંખ્યામાં એવી કંપનીઓ છે, જે સારૂ પરફોમન્સ નથી કરી શકતી. એવામાં આ પ્રશ્ન ઉઠવો વ્યાજબી નથી, કે બેંકોનું ખાનગીકરણ કરવાથી તેની હાલત સુધરશે.

    રજનીશકુમારે આ વાત, દેશના સૌથી મોટા મીડિયા સમૂહ ન્યૂઝ-18 દ્વારા દિલ્હીના તાજ હોટલમાં આયોજિત રાઈઝિંગ ઈન્ડીયા સમીટમાં કરી. આ સમિટમાં દેશ અને દુનિયાના ટોપ બિઝનેસમેન, ઉદ્યોગપતિ, પોલીસીમેકર્સ, થિંકર, ઈકોનોમિસ્ટ, બ્યૂરોકેટર્સે ભાગ લીધો છે.

    ભારતીય છે દુનિયાની ટોપ કંપનીઓના સીઈઓ
    મેકમાઈટ્રીપના પ્રમુખ દીપ કાલરાએ કહ્યું કે, દેશમાં ટેલેંટ અને બ્રેનની કોઈ કમી નથી. બસ જરૂરત છે તેના સાચી રીતે ઉપયોગ કરવાની અને સારા અવસરની. દેશના સૌથી મોટા મીડિયા સમૂહ ન્યૂઝ-18ના રાઈઝિંગ ઈન્ડીયા સમિટમાં તેમણે કહ્યું કે, દુનિયાની ટોપ ટેક્નોલોજી અને મેન્યુફેક્ચરિંગ કંપનીઓના સીઈઓ ભારતીય છે. જો દુનિયાના વિકસિત દેશોની ટોપ કંપનીઓમાં ભારતીયને શ્રેષ્ઠ પદ મળે છે તો, તેનાથી સ્પષ્ઠ છે કે, તેમનામાં કોઈ કંપનીને ઊંચાઈના શિખર પર લઈ જવાનો દમ પણ છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Comes, Development, Npa, Problems, Says, With

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन