Home /News /national-international /રાજનાથે કહ્યું, 'પાકિસ્તાન સાથે સારા સંબંધો ઇચ્છીએ છીએ, પરંતુ તેણે આ શરત પૂરી કરવી પડશે'

રાજનાથે કહ્યું, 'પાકિસ્તાન સાથે સારા સંબંધો ઇચ્છીએ છીએ, પરંતુ તેણે આ શરત પૂરી કરવી પડશે'

ગૃહમંત્રી રાજનાથ સિંહની ફાઇલ તસવીર (તસવીર સૌજન્ય PTI)

રાજનાથસિંહે કહ્યું કે, 'એર સ્ટ્રાઇકને ચૂંટણી સાથે ન જોડવી જોઈએ, આ રાષ્ટ્રીય ગૌરવનો વિષય છે. આ કોઈ રાજકીય સ્ટન્ટ નથી. આનો ઉપોગ રાજકારણમાં ન થવો જોઈએ.”

ન્યૂઝ 18 ગુજરાતી: પુલવામા હુમલા બાદ ભારત- પાકિસ્તાન વચ્ચેના સબંધોમાં તણાવ યથાવત છે. પાડોશી દેશમાંથી નિવેદનો થઈ રહ્યાં છે. કરતારપુર કૉરિડોર અંગે બંને દેશો વચ્ચે વાતચીત પણ શરૂ છે. આ સિવાય બંને દેશો વચ્ચે કોઈ પણ પ્રકારની વાતચીત થઈ રહી નથી. જોકે, ગૃહમંત્રી રાજનાથસિંહે પાડોશી દેશ સાથે સારો સંબંધ રાખવાની તરફેણ કરી છે. તેમણે પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય વાતચીત માટે એક શરત પણ મૂકી છે.

News 18 સાથે એક્સક્લૂઝિવ ઇન્ટરવ્યૂમાં રાજનાથસિંહે કહ્યું, 'પુલવામા હુમલા બાદ પાકિસ્તાનના કબજા વાળા કશ્મીરમાં ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઇકને રાજકીય અભિયાન તરીકે ન જોવી જોઈએ. અમે આજે પણ પાકિસ્તાન સાથે સારો સંબંધ કેળવવા માંગીએ છીએ પરંતુ પાકિસ્તાને એક શરત પુરી કરવી પડશે.'

આ પણ વાંચો: એર સ્ટ્રાઇકથી પાક. પરેશાન, પરંતુ અહીંના કેટલાક નેતા પણ આઘાતમાં: રાજનાથ સિંહ

રાજનાથ સિંહે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના વાતચીતના પ્રસ્તાવ અંગે News 18 ના ગ્રુપ એડિટર ઇન-ચીફ રાહુલ જોષી સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું, 'એર સ્ટ્રાઇક બાદ આવેલી પ્રતિક્રિયાઓથી સ્પષ્ટ થઈ ગયું છે કે પાકિસ્તાન સદમામાં છે. એરસ્ટ્રાઇકમાં થયેલા મોતનો આંકડા પૂછવામાં આવે છે, તે દુઃખદ બાબત છે. આવું ન પૂછાવું જોઈએ. જ્યારે કોઈ આવો સવાલ પૂછે છે, ત્યારે લોકો આપણી સેના અને તેના શોર્ય પર પ્રશ્નાર્થ સર્જે છે.'

રાજનાથ સિંહે કહ્યું, 'અમે પાકિસ્તાન સાથે સારા સંબંધો ઇચ્છીએ છીએ, વાતચીત પણ કરવા માંગીએ છીએ, પરંતુ ચીજો સ્પષ્ટ છે. આતંકવાદ અને વાતચીત સાથે ચાલી શકે નહીં.

આ પણ વાંચો: મસૂદ અઝહરને 'વૈશ્વિક આતંકવાદી' જાહેર કરવા માટે ચીનને મનાવી રહ્યું છે, US, UK અને ફ્રાંસ

પાકિસ્તાનની સાથે આગળના સંબંધો પર રાજનાથ સિંહે કહ્યું કે, પહેલા તો પાકિસ્તાનમાં જેટલા પણ આતંકી ઠેકાણા છે, ત્યાંની સરકાર દ્વાર તેને ખતમ કરવાની પહેલ કરવી જોઈએ. આતંકવાદી ગતિવિધિઓ ત્યાંથી ન થાય, કોઈ પણ આતંકી સંગઠનને સંરક્ષણ ન મળે, પહેલા આ પ્રયાસ કરવો જોઈએ.

ગૃહ મંત્રીએ કહ્યું કે, જો પાકિસ્તાનની સરકાર એવા પ્રયાસ કરે છે, તો પછી વાતચીત કરી શકાય છે. આતંકવાદ અને વાતચીત બંને સાથોસાથ ન ચાલી શકે. ક્યાંક ને ક્યાંક પાકિસ્તાન તરફથી ઈમાનદારી દેખાવી જોઈએ. પાકિસ્તાન પહેલા આતંકવાદી ઠેકાણાઓનો સફાયો કરે. તેઓ છાતી ઠોકીને કહે કે આતંકવાદને પાકિસ્તાનની ધરતી પર પોષવા નહીં દે. આપણો પડોસી દેશ છે, અમે લોકો પણ ઈચ્છીએ છીએ કે સંબંધો સારા રહે.

આ પણ વાંચો: મસૂદને ચીને કેમ બચાવ્યો પહેલા આપણે તે સમજવું પડશે: રાજનાથ સિંહ

અત્રે ઉલ્લેખનીય છે કે રાજનાથ પહેલાં વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે પણ પાકિસ્તાન સાથે વાતચીત અંગેની પોતાની નીતિ સ્પષ્ટ કરી છે. સ્વરાજે જણાવ્યું કે ' ટૉક એન્ડ ટેરર' એટલે કે વાતચીત અને આતંકવાદ એક સાથે ચાલી શકે નહીં. જો પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન એટલા જ ઉદાર છે તો તે મસૂદ અઝહરને ભારતને કેમ નથી સોંપી દેતા?
First published:

Tags: Election 2019, પાકિસ્તાન, ભારત, રાજનાથસિંહ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો