રાજનાથ સિંહે જણાવ્યું: હું લખનઉ અને પીએમ મોદી વારાણસીથી લડશે ચૂંટણી

News18 Gujarati
Updated: March 16, 2019, 3:54 PM IST
રાજનાથ સિંહે જણાવ્યું: હું લખનઉ અને પીએમ મોદી વારાણસીથી લડશે ચૂંટણી
યૂપીમાં ભાજપને સપા-બસપા ગઠબંધન અને કોંગ્રેસથી પણ જોરદાર પડકારનો સામનો કરવો પડી રહ્યો છે

યૂપીમાં ભાજપને સપા-બસપા ગઠબંધન અને કોંગ્રેસથી પણ જોરદાર પડકારનો સામનો કરવો પડી રહ્યો છે

  • Share this:
ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતા અને ગૃહ મંત્રી રાજનાથ સિંહે એ વાતની પુષ્ટિ કરી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશ સ્થિત વારાણસી સીટ ઉપરથી ચૂંટી લડશે. News18 Networkના ગ્રુપ એડિટર રાહુલ જોશીએ આપેલા ઇન્ટરવ્યૂમાં રાજનાથ સિંહે કહ્યું કે, હું લખનઉથી ચૂંટણી લડીશ. મને લખનઉના લોકોએ ખૂબ જ પ્રેમ આપ્યો છે. મોદીજી વારાણસીથી ચૂંટણી લડશે.

ઉલ્લેખનીય છે કે, અટકળો લગાવવામાં આવી રહી હતી કે લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન પુરી સીટથી ચૂંટણી લડી શકે છે, પરંતુ રાજનાથે કહ્યું કે તે વારાણસીથી જ ચૂંટણી લડશે. વર્ષ 2014 ચૂંટણીમાં બે સીટો જીત્યા બાદ તેઓએ આ સીટ સાચવી રાખી હતી.

આ પણ વાંચો, એર સ્ટ્રાઇકથી પાક. પરેશાન, પરંતુ અહીંના કેટલાક નેતા પણ આઘાતમાં: રાજનાથ સિંહ

ભાજપનું આકલન છે કે પીએમ મોદીનું ઉમેદવાર તરીકે હોવાથી ઉત્તર પ્રદેશમાં પાર્ટીને વધુ સારું પ્રદર્શન કરવામાં મદદ મળશે, જ્યાં તેણે 2014માં 80માંથી 71 સીટો પર જીત મેળવી હતી, પરંતુ હાલની પેટાચૂંટણીમાં તેને હારનો સામનો કરવો પડ્યો. યૂપીમાં ભાજપને સપા-બસપા ગઠબંધન અને કોંગ્રેસથી પણ જોરદાર પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. પાર્ટીને ડિસેમ્બરમાં વિધાનસભા ચૂંટણીમાં ત્રણ હિન્દી હાર્ટલેન્ડ રાજ્યોમાં ભાજપને હરાવ્યું હતું.

આ પણ વાંચો, રાજનાથે કહ્યું, 'પાકિસ્તાન સાથે સારા સંબંધો ઇચ્છીએ છીએ, પરંતુ તેમણે આ શરત પુરી કરવી પડશે'
First published: March 16, 2019, 3:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading