રક્ષા મંત્રી રાજનાથ સિંહે (Rajnath Singh) રવિવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)ને જડબાતોડ જવાબ આપ્યો હતો. તેમણે કોંગ્રેસ સાંસદના ચીની ઘૂસણખોરી (China Incursion)ના દાવા પર પલટવાર કર્યો હતો. રાજનાથ સિંહે ગાંધી પરિવારના વંશજોને કોઈ પણ નિવેદન આપતા પહેલા ખાસ કરીને રાષ્ટ્રીય સુરક્ષા જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર સમજી વિચારીને બોલવાની સલાહ આપી હતી. લખનૌમાં ન્યૂઝ18 સાથેની મુલાકાતમાં રાજનાથ સિંહે એમ પણ કહ્યું કે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પાર્ટી છોડી રહ્યા હોવાથી રાહુલ ગાંધીએ આત્મમંથન કરવાની જરૂર છે.
ખરેખરમાં રાહુલ ગાંધીએ મે 2020માં ગાલવાન ઘાટી સંઘર્ષના સંદર્ભમાં ભારતીય ક્ષેત્રમાં ચીનની ઘૂસણખોરી પર કેન્દ્ર પાસે જવાબ માંગ્યો છે. જેના કારણે પૂર્વ લદ્દાખમાં ચીન સાથે લાંબા સમયથી અણબનાવ છે. રાજનાથે ન્યૂઝ18ને કહ્યું, “હું શું કહું? મને દુ:ખ થાય છે કે રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દાઓ પર આવી ભાષણબાજી કરવામાં આવી રહી છે. આના પર કોઈ આરોપ કે પ્રતિવાદ ન હોવો જોઈએ. હું ભારતની જનતાને કહેવા માંગુ છું કે દેશની એક ઈંચ જમીન પર કોઈ કબજો કરી શકશે નહીં.
સંરક્ષણ પ્રધાને કહ્યું કે ગલવાન ઘાટી સંઘર્ષ પર રાહુલ ગાંધીની ટિપ્પણી દુર્ભાગ્યપૂર્ણ હતી જ્યારે તેમણે કહ્યું કે ચીને ભારત કરતાં ઓછા સૈનિકો ગુમાવ્યા છે. ઓસ્ટ્રેલિયાના એક અખબારે પણ આ સમાચારથી વિપરીત અહેવાલ આપ્યો છે. જ્યારે તે અહેવાલ વિશે વાત કરવામાં આવી ત્યારે તે ચૂપ રહ્યા. તે ભારતના બહાદુર જવાનોની બહાદુરી પર સવાલ ઉઠાવી રહ્યા છે. આનાથી મોટી કમનસીબી શું હોઈ શકે?
રાજનાથ સિંહે એમ પણ કહ્યું કે, રાહુલ ગાંધી ચીનના કયા કબજાની વાત કરી રહ્યા છે? આ 1959 પહેલા કે પછીની છે? તેમને ઈતિહાસ જાણવો જોઈએ. કોંગ્રેસે આ દેશમાં 55 વર્ષથી વધુ સમયથી શાસન કર્યું છે, તેથી તેઓએ કંઈપણ બોલતા પહેલા પોતાના મગજનો ઉપીયોગ કરી લેવો જોઇએ. રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા રાજનાથ સિંહે કહ્યું કે, કદાચ વરિષ્ઠ નેતાઓ કોંગ્રેસ છોડી રહ્યા છે. કોંગ્રેસમાં કોઈ ગંભીર અને અનુભવી નેતા બાકી નથી અને જે બાકી છે તેઓ પણ છોડી દેશે.
ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં કોંગ્રેસની હાજરીનો ઉલ્લેખ કરતા રાજનાથ સિંહે કહ્યું કે યુપીમાં કોંગ્રેસની હાજરી નજીવી છે. રાજ્યમાં ભાજપની મુખ્ય લડાઈ અન્ય પક્ષો સાથે છે. રાજનાથ સિંહે પ્રિયંકા ગાંધી વાડ્રા પર પણ નિશાન સાધ્યું હતું.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર