રાજનાથનો પાક.ને સ્પષ્ટ જવાબ : હવે વાતચીત માત્ર PoK પર થશે

News18 Gujarati
Updated: August 18, 2019, 5:07 PM IST
રાજનાથનો પાક.ને સ્પષ્ટ જવાબ : હવે વાતચીત માત્ર PoK પર થશે
રક્ષા મંત્રીએ કહ્યું કે જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવ્યા બાદથી આપણો પડોસી દેશ બેચેન છે

રક્ષા મંત્રીએ કહ્યું કે જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવ્યા બાદથી આપણો પડોસી દેશ બેચેન છે

  • Share this:
જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ રક્ષા મંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં જવાબ આપી દીધો છે. રક્ષા મંત્રીએ ઈમરાન ખાનની સરકારને ચેતવણી આપી છે કે પાકિસ્તાન સાથે હવે માત્ર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) પર થશે. રક્ષા મંત્રીએ આ વાત હરિયાણાના કાલકામાં એક જાહેરસભાને સંબોધિત કરતાં કહી. છેલ્લા થોડાક સમયથી પાકિસ્તાનને એ વાતનો ડર સતાવી રહ્યો છે કે જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવ્યા બાદ ભારત ફરી એકવાર PoKના બાલાકોટમાં કાર્યવાહી કરી શકે છે.

રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, પુલવામામાં અમારા સૈનિકોની સાથે જે થયું ત્યાબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિર્ણય કરી લીધો હતો કે ઈંટનો જવાબ અમે પથ્થરથી આપીશું. અમારી વાયુસેનાના જવાનોએ પીઓકેના બાલાકોટમાં ઘૂસીને આતંકીઓનો સફાયો કરી દીધો હતો. તે સમયે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને કહ્યું હતું કે એક પણ માણસ નથી મર્યો અને હવે હુમલાનો ડર સતાવી રહ્યો છે.

આ પણ વાંચો, કાશ્મીર ઘાટીમાં શાંતિ સ્થપાયેલી રહે તે માટે સરકારે બનાવ્યો આ ઍક્શન પ્લાનરાજનાથ સિંહે કહ્યું કે, પાકિસ્તાનના વડાપ્રધાન પીઓકેમાં ઊભા રહીને કહી રહ્યા હતા કે ભારત બાલાકોટ એર સ્ટ્રાઇકથી પણ મોટી સ્ટ્રાઇક કરવાનું વિચારી રહ્યું છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે પાકિસ્તાનના પીએમે પણ સ્વીકારી લીધું છે કે બાલાકોટમાં ભારતે મોટું નુકસાન કર્યું હતું.

પાકિસ્તાન પર હુમલો કરતાં રક્ષા મંત્રીએ કહ્યું કે જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવ્યા બાદથી આપણો પડોસી દેશ બેચેન છે. પાકિસ્તાન દુનિયાભરથી મદદની અપીલ કરી રહ્યું છે પરંતુ દરેક જગ્યાએ તેને નિરાશા જ હાથ લાગી રહી છે. હવે દુનિયાને ખબર પડી ચૂકી છે કે પાકિસ્તાન આતંકવાદને આશ્રય આપે છે. હવે તો અમેરિકાના રાષ્ટ્રપતિએ પણ પાકિસ્તાનને ચેતવણી આપી છે કે ભારતની સાથે બેસીને વાત કરો, અહીં આવવાની જોઈ જરૂર નથી.

આ પણ વાંચો, રૉયલ યુનિવર્સિટીમાં PM મોદીએ કહ્યુ- એક દિવસ ભૂતાનના વૈજ્ઞાનિક પણ ઉપગ્રહ બનાવશે

પાકિસ્તાનને ખતમ કરવો પડશે આતંકવાદ

રક્ષા મંત્રીએ કહ્યું કે અમે ભારતની જનતાને વિશ્વાસ આપીએ છીએ છે કે સરકાર રહે કે ન રહે અમે ભારત માતાના મસ્તકને ક્યારેય ઝૂકવા નહીં દઈએ. તેઓએ કહ્યું કે પાકિસ્તાનના લોકો કહે છે કે બંને દેશોની વચ્ચે વાતચીત થવી જોઈએ પરંતુ કઈ વાતે થવી જોઈએ, કયા મુદ્દા પર થવી જોઈએ? જ્યાં સુધી પાકિસ્તાન પોતાની ધરતી પરથી આતંકવાદને ખતમ નહીં કરે ત્યાં સુધી ભારત સાથે કોઈ વાતચીત શક્ય નથી. રાજનાથ સિંહે કહ્યું કે પાકિસ્તાન સાથે ભવિષ્યમાં જે પણ વાતચીત થશે તે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પર થશે અને બીજા કોઈ મુદ્દે વાત નહીં થાય.

આ પણ વાંચો, લગ્નની લાલચ આપી 20 મહિલાઓ સાથે કરી છેતરપિંડી, આ રીતે ઝડપાયો
First published: August 18, 2019, 2:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading