લોકસભામાં રાજનાથ સિંહે કહ્યું - આપણા બહાદુર જવાનોએ ચીની સૈનિકોને ભારે ક્ષતિ પહોંચાડી છે અને સરહદની સુરક્ષા કરી છે

રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું - પીએમ મોદીએ બહાદુર જવાનો સાથે મુલાકાત કરી હતી અને સંદેશો આપ્યો હતો કે દેશવાસી વીર જવાનો સાથે ઉભા છે

રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું - પીએમ મોદીએ બહાદુર જવાનો સાથે મુલાકાત કરી હતી અને સંદેશો આપ્યો હતો કે દેશવાસી વીર જવાનો સાથે ઉભા છે

 • Share this:
  નવી દિલ્હી : રક્ષા મંત્રી રાજનાથ સિંહ ભારત અને ચીન સરહદ વિવાદ અને એલએસી પર તાજા સ્થિતિ વિશે સદનમાં નિવેદન આપી રહ્યા છે. રાજનાથ સિંહે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે આજે હું આ ગરીમામય સદનમાં લદાખની સ્થિતિથી સભ્યોને અવગત કરાવવા માટે આવ્યો છું. પીએમ મોદીએ બહાદુર જવાનો સાથે મુલાકાત કરી હતી અને સંદેશો આપ્યો હતો કે દેશવાસી વીર જવાનો સાથે ઉભા છે. મેં પણ શુરવીરો સાથે સમય વિતાવ્યો હતો.

  રાજનાથ સિંહે કહ્યું હતું કે ચીન માને છે કે ટ્રેડિશનલ લાઇન વિશે બંને દેશોની અલગ-અલગ વ્યાખ્યા છે. બંને દેશો 1950-60ના દશકથી તેની પર વાત કરી રહ્યા છે પણ કોઇ સમાધાન આવ્યું નથી. ભારત અને તીન બંને સરહદ પર શાંતિ બનાવી રાખવા માટે સહમત થયા છે. આ આગળના દ્વિપક્ષીય સંબંધો માટે જરૂરી છે. આપણા સૈનિકોએ જરૂરત પ્રમાણે શોર્ય અને સંયમ બતાવ્યો છે.

  આ પણ વાંચો - ચીની સેના ભારત સામે થઈ ફ્લોપ, શું હશે શી જિનપિંગની આગામી ચાલ?

  રાજનાથ સિંહે કહ્યું હતું કે આ એક મોટો મુદ્દો છે અને તેનો ઉકેલ શાંતિપૂર્ણ અને વાતચીતથી નીકળવો જોઈએ. સરહદ પર શાંતિ બનાવી રાખવી જરૂરી છે. હાલ LACને લઈને બંને દેશોની અલગ વ્યાખ્યા છે. બંને દેશો વચ્ચે શાંતિ જાળવી રાખવા માટે સમજુતી છે. 1988 પછી બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોમાં વિકાસ થયો છે. ભારતનું માનવું છે કે દ્વિપક્ષીય સંબંધો પણ વિકસિત થઈ શકે છે અને સહરદનો ઉકેલ પણ લાવી શકાય છે. સમજુતીમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી સરહદનું પૂર્ણ સમધાન નહીં થાય LACનું ઉલ્લંઘન નહીં કરવામાં આવે. 1990થી 2003 સુધી બંને દેશો વચ્ચે સહમતિ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો પણ આમ ચીન આ દિશામાં આગળ વધ્યું નથી.

  રક્ષા મંત્રીએ કહ્યું હતું કે એપ્રિલ-મે માં લદાખની સરહદ પર ચીનના સૈનિકો અને હથિયારોમાં વૃદ્ધિ જોવા મળી. ચીનની સેનાએ આપણા પેટ્રોલિંગમાં વિધ્ન ઉત્પન કરવાનો પ્રયત્ન કર્યો હતો જેના કારણે આ સ્થિતિ બની છે. આપણા બહાદુર જવાનોએ ચીની સૈનિકોને ભારે ક્ષતિ પહોંચાડી છે અને સરહદની સુરક્ષા કરી છે. આપણા જવાનોએ જ્યાં શોર્યની જરૂર હતી ત્યાં શોર્ય બતાવ્યું છે અને જ્યાં શાંતિની જરૂર હતી ત્યાં શાંતિ રાખી છે.

  રક્ષા મંત્રીએ કહ્યું કે બંને દેશોએ યથાસ્થિતિ બનાવી રાખવી જોઈએ અને શાંતિ, સદભાવ સુનિશ્ચિત કરવો જોઈએ. ચીન આમ કહે છે પણ 29-30 ઓગસ્ટની રાત્રે ચીને ફરીથી પૈંગોંગમાં ઘુસણખોરીનો પ્રયત્ન કર્યો હતો પણ આપણા સૈનિકોએ નિષ્ફળ બનાવી દીધો છે. સદનને આશ્વત કરાવવા માંગું છું કે સરહદો સુરક્ષિત છે અને આપણા જવાનો માતૃભૂમિની રક્ષામાં અડગ છે.
  Published by:Ashish Goyal
  First published: