Home /News /national-international /કોંગ્રેસ વાઈડ બોલ, AAP નો બોલ અને ભાજપ ગુડ લેન્થ ડિલિવરી: રાજનાથ સિંહનો ટોણો

કોંગ્રેસ વાઈડ બોલ, AAP નો બોલ અને ભાજપ ગુડ લેન્થ ડિલિવરી: રાજનાથ સિંહનો ટોણો

રાજનાથ સિંહનું રાજકારણ પર નિવેદન

Rajnath Singh: ક્રિકેટના સંદર્ભમાં વર્તમાન રાજકારણને સરખાવતાં રાજનાથ સિંહે કહ્યું કે, જ્યારે ભાજપ રાજકારણની પીચ પર 'ગુડ લેન્થ બોલ' છે, ત્યારે કોંગ્રેસ પાર્ટી 'વાઇડ બોલ' બની ગઈ છે. આમ આદમી પાર્ટીની સ્થિતિ નો બોલની છે.

    હિમાચલ પ્રદેશમાં બૈજનાથ અને બાલ્હના વિધાનસભા વિસ્તારોમાં ચૂંટણી રેલીઓને સંબોધતા સોમવારે રાજનાથ સિંહે (rajnath singh) ભાજપને (bjp) રાજકારણને ક્રિકેટ સાથે સરખાવતાં રાજકારણની પીચ પર ભાજપને "ગુડ લેન્થ ડિલિવરી" તરીકે વર્ણવ્યું હતું.

    રાજનાથ સિંહે કર્યો ક્રિકેટની ભાષાનો ઉપયોગ

    વિપક્ષી પાર્ટીઓ પર કટાક્ષ કરવા ભાજપના વરિષ્ઠ નેતા અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સોમવારે કોંગ્રેસને "વાઈડ બોલ" અને AAPને "નો બોલ" ગણાવતા ક્રિકેટની ભાષાનો ઉપયોગ કર્યો હતો.

    હિમાચલ પ્રદેશમાં યુનિફોર્મ સિવિલ કોડનો સંકલ્પ

    તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, હિમાચલ પ્રદેશમાં યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) લાગુ કરવાનો ભાજપનો સંકલ્પ મત મેળવવાનો નથી. તેમણે કહ્યું, કોંગ્રેસના લોકો કહી રહ્યા છે કે અમે વોટ મેળવવા માટે આવું કરી રહ્યા છીએ. અમે સમાજમાં ભાગલા પાડીને મત મેળવવા માંગતા નથી. ગોવામાં યુનિફોર્મ સિવિલ કોડ વર્ષોથી અમલમાં છે. શું ગોવામાં સમાજ તૂટી ગયો છે?

    ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલા T20 વર્લ્ડ કપ દરમિયાન દેશમાં ક્રિકેટનો ફીવર છવાયેલો હોવાથી નેતા ક્રિકેટ સાથે રાજકારણની તુલના કરીને મતદારો સાથે જોડાવાના પ્રયત્નો કરી રહ્યા છે.

    ભાજપ રાજકારણની પીચ પર 'ગુડ લેન્થ બોલ

    ક્રિકેટના સંદર્ભમાં વર્તમાન રાજકારણને સરખાવતાં રાજનાથ સિંહે કહ્યું કે, જ્યારે ભાજપ રાજકારણની પીચ પર 'ગુડ લેન્થ બોલ' છે, ત્યારે કોંગ્રેસ પાર્ટી 'વાઇડ બોલ' બની ગઈ છે. આમ આદમી પાર્ટીની સ્થિતિ નો બોલની છે.

    કોંગ્રેસના શાસન દરમિયાન દેશની અર્થવ્યવસ્થા નવમા કે દસમા સ્થાને હતી. આજે મોદીજીના નેતૃત્વમાં ભારતની અર્થવ્યવસ્થા વિશ્વમાં પાંચમા સ્થાને છે. એ દિવસ દૂર નથી, જ્યારે ભારતની અર્થવ્યવસ્થા વિશ્વના ટોચના ત્રણ દેશોમાં હશે. મોદી સરકારે ભ્રષ્ટાચાર પર લગામ લગાવી દીધી છે અને હવે કેન્દ્ર તરફથી સંપૂર્ણ ભંડોળ કોઈપણ તકલીફ વિના લોકોના ખાતામાં પહોંચે છે.

    ભારતની નિકાસ ડિફેન્સ સેક્ટરમાં લગભગ 20 હજાર કરોડ

    સંરક્ષણ મંત્રીએ કહ્યું કે વડાપ્રધાન મોદીએ આત્મનિર્ભરતા પર ભાર મૂક્યો છે. આજે ભારતની નિકાસ ડિફેન્સ સેક્ટરમાં લગભગ 20 હજાર કરોડ રૂપિયાની સ્થિતિમાં પહોંચી ગઈ છે.

    આ પણ વાંચો: આ દેશમાં 16 ભારતીય ક્રૂ મેમ્બર્સને ગેરકાયદેસર રીતે બંધક બનાવાયા, ગુજરાતીઓ પણ સામેલ, VIDEO બનાવી સરકાર પાસે માંગી મદદ

    પહાડી રાજ્યમાં દર પાંચ વર્ષે સરકાર બદલાતી હોવાનો ઉલ્લેખ કરતા સિંહે કહ્યું, હિમાચલ પ્રદેશના લોકો ચપાતી કે રોટલી પલટતા રહે છે. પરંતુ આ વખતે અહીં ચપાતી સારી રીતે રંધાઈ છે. તેને પલટવાની જરૂર નથી.



    ઉત્તરાખંડમાં પણ આવું જ થતું હતું, પરંતુ ત્યાંના લોકોએ હવે તેને અટકાવી દીધું છે. માતાઓ અને બહેનો ભાજપ હેઠળ સારા દિવસોનો અનુભવ કરશે, કારણ કે પાર્ટીએ જાહેરાત કરી છે કે તે મહિલાઓને સરકારી નોકરીઓમાં 33 ટકા અનામત આપશે.
    Published by:Mayur Solanki
    First published:

    Tags: BJP Congress, Politics News, Rajnath Singh

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन