Home /News /national-international /રાજનાથ સિંહે કહ્યું- 1971ના યુદ્ધ દરમિયાન જ થવો જોઈતો હતો POKનો નિર્ણય

રાજનાથ સિંહે કહ્યું- 1971ના યુદ્ધ દરમિયાન જ થવો જોઈતો હતો POKનો નિર્ણય

રક્ષા મંત્રી રાજનાથ સિંહ(ફાઈલ ફોટો)

રક્ષા મંત્રી રાજનાથ સિંહે સોમવારે કહ્યું કે પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર(પીઓકે) અંગે નિર્ણય 1971માં થયેલા ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન જ લેવો જોઈતો હતો. સિંહે હિમાચલ પ્રદેશના હમીરપુર જિલ્લાના નાદૌનમાં શહીદોના પરિવારના સન્માનમાં આયોજિત સમારંભને સંબોધિત કરતા આ વાત કહી હતી.

વધુ જુઓ ...
    શિમલાઃ રક્ષા મંત્રી રાજનાથ સિંહે સોમવારે કહ્યું કે પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર(પીઓકે) અંગે નિર્ણય 1971માં થયેલા ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન જ લેવો જોઈતો હતો. સિંહે હિમાચલ પ્રદેશના હમીરપુર જિલ્લાના નાદૌનમાં શહીદોના પરિવારના સન્માનમાં આયોજિત સમારંભને સંબોધિત કરતા આ વાત કહી હતી.

    પીઓકે પર નિર્ણય તે સમયે જ થઈ જવો જોઈતો હતો

    રાજનાથ સિંહે કહ્યું કે અમે તાજેતરમાં જ 1971ના યુદ્ધમાં જીતની સુવર્ણ જયંતી મનાવી છે. 1971ના તે યુદ્ધના ઈતિહાસને યાદ રાખવામાં આવશે કારણ કે તે યુદ્ધ સંપત્તિ, કબજા કે સત્તાના બદલામાં માનવતા માટે લડવામાં આવ્યું હતું. તેમણે કહ્યું એક જ અફસોસ છે. પીકે પર નિર્ણય તે સમયે જ થઈ જવો જોઈતો હતો.

    હિમાચલ પ્રદેશના શહીદોના પરિવારને સન્માનિત કરાયા

    હિમાચલ પ્રદેશના જ્વાળામુખીમાં શહીદોના પરિવારના સભ્યોને સન્માનિત કરવામાં આવ્યા હતા. રાજનાથ સિંહે આ દરમિયાન સંબોધનમાં કહ્યું કે ભારતે હમેશા વિશ્વ શાંતિનો સંદેશો આપ્યો છે. તેમણે કહ્યું કે હિમાચલ દેવ અને વીર ભૂમિ છે. મંત્રીએ તેમના ભાષણ દરમિયાન રણભૂમિમાં મેજર સોમનાથ શર્માથી લઈને કારગિલ યુદ્ધમાં બલિદાન આપનાર વિક્રમ બત્તરાને પણ યાદ કર્યા અને તેમની વીરગાથા સાંભળીને તમામ હિમાચલવાસીઓને ગર્વનો અનુભવ કરાવડાવ્યો.

    આ પણ વાંચો: ગોવાના મજૂરની કમાલ; દિવ્યાંગ છોકરી માટે બનાવ્યો રોબર્ટ, જમાડવા પણ છે સક્ષમ

    કાશ્મીર વિવાદનું હજી સુધી કોઈ સમાધાન થયું નથી

    ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનની વિરુદ્ધ 1971માં થયેલા યુદ્ધ પછીથી કાશ્મીર વિવાદનું હજી સુધી કોઈ સમાધાન થયું નથી. આ વિવાદ તો ત્યારથી શરૂ થઈ ગયો તો જ્યારે ભારત આઝાદ થયું હતું. તે સમયે રાજા હરી સિંહ કાશ્મીરના શાસક હતા. જ્યારે પાકિસ્તાનીઓ દ્વારા કાશ્મીર પર આક્રમણ થયું તો હરી સિંહે ભારત પાસે મદદ માંગી અને તેમણે ભારતની સાથે વિલય કરી લીધો. કાશ્મીરનો જે હિસ્સો પાકિસ્તાનના કબજામાં છે, તેને POK એટલે કે પાક અધિકૃત કાશ્મીર કહેવામાં આવે છે. આ હિસ્સો 22 ઓક્ટોબર 1947થી જ પાકિસ્તાનના કબજામાં છે. ભારત સતત POKને પણ પોતાનું અંગ ગણાવે છે.
    Published by:Vrushank Shukla
    First published:

    Tags: Himachal News, Rajnath Singh, Rajnathsinh

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन