રાજનાથ સિંહને યાદ આવી તે રાત જ્યારે જવાને કહ્યું - જય હિંદ સર, હું ITBPથી છું

News18 Gujarati
Updated: July 18, 2020, 3:40 PM IST
રાજનાથ સિંહને યાદ આવી તે રાત જ્યારે જવાને કહ્યું - જય હિંદ સર, હું ITBPથી છું
રક્ષામંત્રી રાજનાથ સિંહ

  • Share this:
રક્ષા મંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh) હાલ બે દિવસના લદાખ પ્રવાસ પર છે. શુક્રવારે જેમણે લદાખ પહોંચીને સેના અને આઇટીબીપીના જવાનોને સંબોધિત કર્યા. વાતચીતમાં દરમિયાન એક આઇટીબીપીનો જવાબને તે મળ્યા અને તે સાથે જ તેમણે LACના ફાર્વર્ડ લોકેશન ડુંગતિમાં વીતાવેલી રાત યાદ આવી ગઇ. રાજનાથ જ્યારે ગૃહમંત્રી હતા ત્યારે તેણે અહીં રાત વીતાવી હતી.

ઉલ્લેખનીય છે કે લદાખના પ્રવાસ દરમિયાન એક આઇટીબીપીનો જવાન તેમની પાસે આવ્યો. અને તેણે કહ્યું કે જય હિંદ સહાબ, હું આઇટીબીપીથી છું. આ વાત પર રાજનાથ સિંહે કહ્યું અરે વાહ, આઇટીબીપીની સાથે હું પહેલા રહી ચૂક્યો છું, ડુંગતિમાં. રાજનાથ વધુમાં પુછ્યું શું તમે ત્યાં હતા? રાજનાથ કહ્યું કે હા સર. તો રાજનાથે કહ્યું કે અરે ત્યાં તો બહુ ઠંડી હતી, તે રાતને કદી નહીં ભૂલી શકું.

જે પછી રાજનાથે કહ્યું કે અમને અમારી સેના પર નાજ છે. અને તેમની અંદર રાષ્ટ્રીય સ્વાભિમાનની મજબૂત ભાવના છે જેના કારણે તમે કોઇ પણ ખરાબ વાતાવરણને સહન કરી શકો છો. તેમણે કહ્યું કે તમારા જેવા લોકો કોઇની પણ ચિંતા ન કરીને દેશ માટે બધુ સમર્પિત કરે છે.

વધુ વાંચો :  રક્ષામંત્રી રાજનાથ સિંહે કર્યા બાબા અમરનાથના કર્યા દર્શન, સુરક્ષા વ્યવસ્થાની કરી તપાસ

ઉલ્લેખનીય છે કે લેહના લુકુંગ ચોકીમાં પહોંચીને રક્ષામંત્રી રાજનાથ સિંહ કહ્યું કે ચીનની સાથે સૈન્ય કમાંડર સ્તરે વાતચીત ચાલી રહી છે. જે પછી અનેક મુદ્દે ઉકેલ લાવવાના પ્રયાસો ચાલી રહે છે. જો કે વાતચીતથી તમામ મુદ્દાનો અંત આવશે કે કેમ તે કહી ના શકાય.
જો કે તે વાત ચોક્કસથી કહીશ કે ભારતની એક ઇંચ જમીનને લેવાની તાકાત દુનિયાના કોઇ પણ દેશ પાસે નથી. તેણે કહ્યું કે હું વિશ્વાસ અપાવવા માંગુ છું કે ભારતની જમીન પર કોઇ કબ્જો નથી કરી શકતા. અને અમને અમારી સેના અને અમારા જવાનો પર ગર્વ છે.
Published by: Chaitali Shukla
First published: July 18, 2020, 3:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading