મતદાન બાદ રાજનાથ સિંઘે કહ્યું, 'પરિણામ વિશે કંઈ પણ અંદાજ ન લગાવી શકું'

News18 Gujarati
Updated: May 6, 2019, 11:10 AM IST
મતદાન બાદ રાજનાથ સિંઘે કહ્યું, 'પરિણામ વિશે કંઈ પણ અંદાજ ન લગાવી શકું'
રાજનાથ સિંઘ

2014માં બીજેપીએ હાલ જે 14 બેઠક પર ચૂંટણી યોજાઈ છે તેમાંથી 12 બેઠક પર જીત મેળવી હતી.

  • Share this:
લખનઉ : દેશમાં પાંચમાં તબક્કા માટે સોમવારે મતદાન યોજાઈ રહ્યું છે. આ તબક્કામાં કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંઘ, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિતના અનેક નેતાઓનું ભવિષ્ય દાવ પર લાગ્યું છે. રાજનાથ સિંઘે સવારે સાડા સાત વાગ્યે પોતાના માતાધિકારનો ઉપયોગ કર્યો હતો. લખનઉ બેઠક પર તેમનો મુકાબલો શત્રુઘ્નસિંહાના પત્ની તેમજ સમાજવાદી પાર્ટીના ઉમેદવાર પૂનમ સિંહા સાથે છે. મત આપ્યા બાદ રાજનાથ સિંઘે કેમેરા સામે શાહી લગાડેલી આંગળી બતાવી પોઝ આપ્યો હતો.

આ પ્રસંગે ચૂંટણી પરિણામ વિશે પૂછવામાં આવતા પ્રતિક્રિયા આપતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, "હું કંઈ પણ અંદાજ ન લગાવી શકું. હું આ અંગેનો નિર્ણય લખનઉના મતદારો પર છોડું છું."

કેન્દ્રીય મંત્રીએ વધુમાં કહ્યુ કે, "કોની પસંદગી કરવી તે લોકોનો અબાધિત અધિકાર છે. જોકે, કોઈ પણ પરિસ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી પીએમ બનશે."

નોંધનીય છે કે 2014માં બીજેપીએ હાલ જે 14 બેઠક પર ચૂંટણી યોજાઈ છે તેમાંથી 12 બેઠક પર જીત મેળવી હતી. કોંગ્રેસે 14માંથી ફક્ત અમેઠી અને રાયબરેલી બેઠક પર જીત મેળવી હતી.

પૂનમ સિંહા ગત મહિને જ સમાજવાદી પાર્ટીમાં જોડાયા હતા. તેઓ એવી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે જ્યાંથી પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ એક પણ વખત જીત્યા નથી.

1991 પછી લખનઉ બેઠક ભાજપ માટે અગત્યની બેઠક બની ગઈ છે. આ બેઠક પર પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઇ 1991થી 2009 સુધી સતત ચૂંટાતા આવ્યા છે. 2014માં આ બેઠક પરથી રાજનાથ સિંઘ ચૂંટણી લડ્યા હતા. આ બેઠક પર તેમણે કોંગ્રેસના રીટા બહુગુણા જોશીને હાર આપી હતી.
First published: May 6, 2019, 9:50 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading