રાજનાથ સિંહનો પાકિસ્તાન પર પ્રહાર, કહ્યુ- PoK ભારતનું છે અને રહેશે

રાજનાથ સિંહ

તેમણે કહ્યું કે પાકિસ્તાને તે વાત સારી રીતે સમજી લેવી જોઇએ કે પીઓકે ભારતનું હતું અને આજે પણ અમે પીઓકને ભારતનો જ ભાગ માનીએ છીએ. અને આગળ પણ પીઓકે ભારતનું જ રહેશે.

 • Share this:
  બિહાર વિધાનસભા ચૂંટણી (Bihar Assembly Election)ના ત્રીજા ચરણના પ્રચારના છેલ્લા દિવસે રક્ષામંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh)એ પૂર્ણિયાના ઘમદાહામાં જેડીયૂના ઉમેદવાર લેસી સિંહની ચૂંટણી સભાને સંબોધિત કરી હતી. આ પ્રસંગે રાજનાથ સિંહે પાકિસ્તાન પર જોરદાર શાબ્દિક પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે પાકિસ્તાને તે વાત સારી રીતે સમજી લેવી જોઇએ કે પીઓકે ભારતનું હતું અને આજે પણ અમે પીઓકને ભારતનો જ ભાગ માનીએ છીએ. અને આગળ પણ પીઓકે ભારતનું જ રહેશે.

  રાજનાથ સિંહે કહ્યું કે હવે તો પાકિસ્તાનની સાંસદમાં પણ તે વાતની ચર્ચા થઇ ગઇ છે કે પાકિસ્તાનમાં ભારતને લઇને કેવી રીતનો ડર હતો કે તેમણે પાયલટ અભિનંદન વર્ધમાનને જેમણે તેને પકડી હતો તેણે પણ છોડી દીધો હતો. તેમણે ફરી એક વાર પાકિસ્તાની સાંસદમાં જે વાત થઇ હતી તેને જણાવી હતી. જેમાં પાકિસ્તાની સાંસદે કહ્યું કે જો અમે અભિનંદનને નહીં છોડતા તો ભારત નવ વાગે અમારી પર હુમલો કરી દેતું.

  કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહે આ પ્રસંગે પૂર્વ લદાખમાં ચીન સાથે ચાલી રહેલા ગતિરોધ મામલે પણ લોકો ને જાણકારી આપી. તેમણે કહ્યું કે દેશની સેના જે રીતે જે શૌર્ય અને પરાક્રમનો પરિચય આપ્યો છે. તેનાથી ચીનની પણ સેના ડરેલી છે. તેવામાં આપણા બહાદૂર જવાનો દુશ્મનોને પાછળ ધકેલી આપણી સીમાઓની રક્ષા કરતા સીમા પર અડગ ઊભા છે. આપણે આ સમયે એકજૂટ થઇને આપણી સેનાનું સમર્થન કરવું જોઇએ. રાજનાથ સિંહે કહ્યું કે તેમ છતાં તેવા અનેક નેતા છે જે સતત ભારતીય સેના અને બહાદૂર જવાનોના શૌર્યનો તમાશો બનાવી રહ્યા છે.

  વધુ વાંચો : યુવકે સોશિયલ મીડિયામાં મૂક્યું ભાવનું લિસ્ટ, હત્યાના 55, હાથ-પગ તોડવાના 5 હજાર

  તેમણે વધુ કહ્યું કે સ્વાભિમાનની રાજનીતિ હોવી જોઇએ અને જનતાની આંખામાં ધૂળ નાખવાનું કામ રાજનીતિ દ્વારા ના થવું જોઇએ. તેમણે કહ્યું કે હવે સમય આવી ગયો છે કે આંખમાં આંખ નાંખીને આપણે રાજનીતિ કરીએ. ભારતે હાલના દિવસોમાં જે રીતે વિશ્વ ફલક પર પોતાની ઓળખ બનાવી છે તેનાથી દુનિયાને પણ ભારતની તાકાત ખબર પડી છે.

  પણ રાહુલ ગાંધી આ વાતને કદી નહીં માને અને તેમની પાસે આ વાતને લઇને કોઇ જવાબ પણ નહીં હોય. તેમણે આ વાત પણ ફરી કહી કે ભારતની એક ઇંચ જમીન પર પણ કોઇ કબજો નહીં કરી શકે.
  Published by:Chaitali Shukla
  First published: