પહેલું રાફેલ જેટ લેવા રાજનાથ ફ્રાન્સ પહોંચ્યા, શસ્ત્ર પૂજા કરશે અને ઉડાન ભરશે

News18 Gujarati
Updated: October 8, 2019, 11:01 AM IST
પહેલું રાફેલ જેટ લેવા રાજનાથ ફ્રાન્સ પહોંચ્યા, શસ્ત્ર પૂજા કરશે અને ઉડાન ભરશે
રાજનાથ સિંહે સોમવારે પેરિસ પહોંચતા ટ્વિટ કર્યુ કે, આ મહાન દેશ ભારતનો મહત્વપૂર્ણ ભાગીદાર છે

રાજનાથ સિંહે સોમવારે પેરિસ પહોંચતા ટ્વિટ કર્યુ કે, આ મહાન દેશ ભારતનો મહત્વપૂર્ણ ભાગીદાર છે

  • Share this:
પેરિસ : રક્ષા મંત્રી રાજનાથ સિંહ (Defence Minister Rajnath Singh) સોમવાર મોડી રાત્રે ત્રણ દિવસીય પ્રવાસે પેરિસ (Paris) પહોંચ્યા. રક્ષા મંત્રી આ પ્રવાસ દરમિયાન 36 રાફેલ જેટ પ્લેનો (Rafale Jet Aircraft)માં પહેલું પ્લેન પ્રાપ્ત કરશે. તેઓ આજે રાફેલમાં ઉડાન પણ ભરશે. આ પહેલા રક્ષા મંત્રી મંગળવારે પેરિસમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમૈનુઅલ મેંક્રો (Emanuel Macron) સાથે બેઠક કરશે. શક્યતા છે કે આ બેઠકમાં બંને દેશોની વચ્ચે રક્ષા તથા સુરક્ષા સંબંધો પર ચર્ચા થશે.

રાજનાથ સિંહે સોમવારે પેરિસ પહોંચતા ટ્વિટ કર્યુ કે, ફ્રાન્સ પહોંચીને ખુશી થઈ. આ મહાન દેશ ભારતનો મહત્વપૂર્ણ ભાગીદાર છે અને અમારો વિશેષ સંબંધ ઔપચારિસક સંબંધોના ક્ષેત્રથી વિશેષ છે. ફ્રાન્સનો મારો પ્રવાસનો લક્ષ્ય બંને દેશોની વચ્ચેની વર્તમાન સ્ટ્રેટેજિક ભાગીદારીનો વિસ્તાર કરવાનો છે.

રાજનાથ સિંહ બાદમાં ફ્રાન્સના પોર્ટ શહેર બોર્ડોક્સ (Bordeaux) જશે જ્યાં તેઓ એક કાર્યક્રમમાં પહેલા રાફેલ જેટ પ્લેન પ્રાપ્ત કરશે. આ કાર્યક્રમમાં રાફેલ જેટ નિર્માતા દસૉ એવિએશન (Dassualt Aviation)ના ઉચ્ચ અધિકારી ઉપસ્થિત રહેશે. અધિકારીઓ મુજબ, જેટ પ્રાપ્ત કર્યા બાદ રક્ષા મંત્રી દશેરા (Dussehra)ના અવસરે શસ્ત્ર પૂજા કરશે અને પછી પ્લેનમાં ઉડાન ભરશે.

મે મહિનામાં આવશે ચાર પ્લેનો

રાફેલ જેટ પ્લેનને સોંપવાનો કાર્યક્રમ બોર્ડોક્સના મેરીગ્નેકમાં દસૉ એવિએશનના પરિસરમાં થશે. આ સ્થળ પેરિસથી લગભગ 590 કિલોમીટર દૂર છે. આમ તો સિંહ મંગળવારે 36 રાફેલ જેટ પ્લેનો પૈકીનું પહેલું પ્લેન મંગળવારે પ્રાપ્ત કરી લેશે પરંતુ ચાર પ્લેનો આવતા વર્ષે મે મહિનામાં ભારત આવશે. દિવસમાં બાદમાં રાજનાથ સિંહ પાર્લેની સાથે વાર્ષિક રક્ષા વાર્તા પણ કરશે જે દરમિયાન બંને પક્ષ રક્ષા અને સુરક્ષા સંબંધને વધુ મજબૂત કરવા વિશે મંત્રણા કરશે.

9 ઑક્ટોબરે રક્ષા મંત્રી ફ્રાન્સની રક્ષા કંપનીઓના મુખ્ય કાર્યપાલક અધિકારીઓને સંબોધિત કરશે. શક્યતા છે કે તેઓ તેમને ભારતમાં રક્ષાા ક્ષેત્રમાં મેક ઇન ઈન્ડિયા પહેલમાં ભાગ લેવાની અપીલ કરશે. છેલ્લા થોડાક વર્ષોમાં ભારત અને ફ્રાન્સની વચ્ચે રક્ષા અને સુરક્ષા સંબંધોમાં વધુ સુમેળ સધાયો છે.

First published: October 8, 2019, 9:15 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading