Home /News /national-international /રાજનાથે કહ્યું, 'ત્રીજી સર્જિકલ સ્ટ્રાઇક પાકિસ્તાન વિરુદ્ધ નથી થઈ', તો શું મ્યાનમારમાં થઈ?

રાજનાથે કહ્યું, 'ત્રીજી સર્જિકલ સ્ટ્રાઇક પાકિસ્તાન વિરુદ્ધ નથી થઈ', તો શું મ્યાનમારમાં થઈ?

ન્યૂઝ18 ક્રિયેટિવ

મને એ કહેવામાં સહેજ પણ સંકોચ નથી કે પાકિસ્તાનમાં બે હુમલા થયા ફક્ત બે જ હુમલા થયા: રાજનાથ સિંહ

ન્યૂઝ 18 ગુજરાતી: દેશના ગૃહમંત્રી રાજનાથસિંહે થોડા દિવસો પહેલાં એક ચૂંટણી સભાને સંબોધિત કરતા સમયે જણાવ્યું હતું કે મોદી સરકારે પાંચ વર્ષમાં ત્રણ સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી.જોકે તેમણે સ્પષ્ટ કર્યુ હતું કે તેઓ બેની જાણકારી જ આપશે ત્રીજી સર્જિકલ સ્ટ્રાઇકની જાણકારી નહીં આપે. ન્યૂઝ 18ના ગ્રુપ એડિટર ઇન ચીફ રાહુલ જોષી સાથેની ખાસ વાચતચીતમાં રાજનાથ સિંહે જણાવ્યું હતું કે ત્રીજી સર્જિકલ સ્ટ્રાઇક પાકિસ્તાન વિરુદ્ધ નથી થઈ.

ઉલ્લેખનીય છે કે ઉરીમાં ભારતીય સેનાની છાવણીમાં થયેલા હુમલાની વિરુદ્ધ ભારત સરકારે સપ્ટેમ્બર 2016માં પાકિસ્તાન વિરુદ્ધ સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી. જ્યારે પુલવામામાં CRPFના કાફલા પર થયેલા હુમલાની વિરોધમાં ભારતે બાલાકોટમાં એરસ્ટ્રાઇક કરી હતી. કર્ણાટકના મેંગ્લોરમાં ગૃહમત્રીએ દાવો કર્યો હતો કે પાંચ વર્ષમાં સરકારે ત્રણે સર્જિકલ સ્ટ્રાઇક કરી પરંતુ સરકાર બેની માહિતી જ આપીશ.

આ પણ વાંચો: રાજનાથે કહ્યું, 'પાકિસ્તાન સાથે સારા સંબંધો ઇચ્છીએ છીએ, પરંતુ તેણે આ શરત પૂરી કરવી પડશે'

ન્યૂઝ 18 સાથેની ખાસવાતચીતમાં ત્રીજી સર્જિકલ સ્ટ્રાઇકના સવાલ અંગે રાજનાથસિંહે કહ્યું, “મેં એવું નહોતું કહ્યું કે અમે તમામ સર્જિકલ સ્ટ્રાઇક પાકિસ્તાન વિરુદ્ધ કરી. હું ફક્ત એટલું જ બોલ્યો હતો કે અમારી સરકારે પાંચ વર્ષમાં 3 સર્જિકલ સ્ટ્રાઇક કરી. બે સ્ટ્રાઇક વિશે બધા જાણે છે.” ત્રીજી સર્જિકલ સ્ટ્રાઇક ક્યાં થઈ? આ સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે અમે ત્રીજી સ્ટ્રાઇકની માહિતી જાહેર કરવા માંગતા નથી જોકે, ઘણા લોકોને તેના વિશે માહિતી છે.

રાજનાથે જણાવ્યું હતું કે ' મને એ કહેતા સહેજ પણ સંકોચ નહીં થાય કે બે હુમલા પાકિસ્તાનમાં થયા, પરંતુ બે જ હુમલા પાકિસ્તાનમાં કર્યા.' તેમણે સ્પષ્ટ કર્યુ કે ત્રીજી સર્જિકલ સ્ટ્રાઇક પાકિસ્તાનમાં નથી થઈ.

ગૃહમંત્રીના આ નિવેદન બાદ રાષ્ટ્રીય સુરક્ષાના જાણકારોનું કહેવું છે કે પાકિસ્તાન ઉપરાંત ભારતીય સેનાએ જે દેશમાં ઘૂસીને ઉગ્રવાદીઓ પર નિશાન તાક્યું તે મ્યાનમાર છે.

આ પણ વાંચો: પાકિસ્તાની સેનેટરે ઇમરાનના વખાણ કર્યા, પુલવામા હુમલાને ગણાવી 'ઉત્તમ ક્ષણ'

પાંચ વર્ષમાં સેનાએ મ્યાનમારમાં ઘૂસીને બે સર્જિકલ સ્ટ્રાઇક કરી છે. એક નાગા આતંકાવાદીઓ વિરુદ્ધ, જેમાં જુન 2015માં એમ્બુશ નાખીને સેનાના 18 જવાનોની હત્યા કરવામાં આવી હતી. ત્યારે ભારતીય સેનાએ મ્યાનમારની સેના સાથે મળી અને અરાકાન આર્મી વિરુદ્ધ મ્યાનમારમાં સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી. અરાકાન મ્યાનમારના આતંકવાદીઓનો સમૂહ છે.

પ્રથમ હુમલો એનએસસીએન અને કેવાયકેએલ વિરુદ્ધ કરવામાં આવ્યો હતો. આ સમૂહોએ 4 જુન 2015ના રોજ મણિપુરના ચંદેલ જિલ્લામાં સેનાના કાફલાની વિરુદ્ધ હુમલો કર્ય હતો. આ હુમલામાં 18 જવાન શહીદ થયા હતા અને 15 જવાન ઘાયલ થયા હતા. આ હુમલાના પાંચ દિવસ બાદ 9 જુને સ્પેશિયલ કમાન્ડોની ક્રેક ટીમે મ્યાનમારમાં આતંકવાદીઓના સમુહ પર હુમલો કર્યો હતો.

આ પણ વાંચો: મસૂદ અઝહરને 'વૈશ્વિક આતંકવાદી' જાહેર કરવા માટે ચીનને મનાવી રહ્યું છે, US, UK અને ફ્રાંસ

એટલે કે જે ત્રીજી સર્જિકલ સ્ટ્રાઇકની વાત રાજનાથ કરી રહ્યાં છે તે હકીકતે ભારતની પ્રથમ સર્જિકલ સ્ટ્રાઇક છે.
First published:

Tags: Rajnathsinh, Surgical strike, પાકિસ્તાન, ભારતીય સેના, મ્યાનમાર

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો