ત્રણ આતંકી સંગઠન હુમલાની ફિરાકમાં, અમરનાથ યાત્રાની સુરક્ષા વધારાઇ

અમરનાથ યાત્રા પર આતંકી હુમલાનો ખતરો

 • Share this:
  કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે 28 જૂનથી શરૂ થનારી વાર્ષિક અમરનાથ યાત્રા પહેલાં સુરક્ષા વ્યવસ્થાની ગુરૂવારનાં રોજ સમીક્ષા કરી હતી. રાજનાથ સિંહે સમીક્ષા બેઠકમાં અમરનાથ યાત્રાનાં જુદા-જુદા માર્ગો પર સુરક્ષા બળોને તૈનાત કરી દીધાં છે. તેઓએ સુરક્ષા વ્યવસ્થામાં સામેલ દરેક પક્ષોને સુરક્ષાનાં બહુસ્તરીય કડક બંદોબસ્ત ગોઠવવાનો આદેશ આપ્યો.

  સુરક્ષા એજન્સીઓને મળલેા ઈનપૂટ્સ મુજબ ત્રણ આતંકી સંગઠન આ યાત્રાની ફિરાકમાં હોવાનું જાણવા મળ્યુ છે. 28 જૂનથી શરૂ થઈ રહેલી અમરનાથ યાત્રા 21 દિવસ સુધી ચાલશે.

  ગૃહમંત્રીની સાથે આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને જમ્મુ-કશ્મીરનાં પોલીસ પ્રમુખ એસ.પી વૈદ્યે પણ મહત્વનો ભાગ લીધો છે. બાદમાં સેના પ્રમુખ જનરલ બિપિન રાવત પણ બેઠકમાં શામેલ થયાં. રાજનાથસિંહને યાત્રિઓને માટે અન્ય સુવિધાઓ જેવી કે પાણીની સુવિધા, પાયખાનું, વિશ્રામ શિબિરો અને સ્વાસ્થ્ય સંબંધી સેવા વિશે જાણકારી
  આપવામાં આવી.

  સરક્ષાનો ગોઠવાયો ચુસ્ત બંદોબસ્તઃ
  યાત્રા પર ઉપગ્રહોને આધારે નજર રાખવામાં આવશે.
  યાત્રા માર્ગ પર વિભિન્ન સ્થાનો પર જામર અને CCTV કેમરાઓ લગાવવામાં આવશે.
  બખ્તરબંધ બંકરોની પણ સ્થાપના કરવામાં આવી.
  ડૉગ સ્ક્વૉડ અને દ્રુત કાર્યવાહી દળની તૈનાતી વગેરે જેવાં મહત્વનાં નિર્ણયો ઉઠાવવામાં આવશે.
  જમ્મૂ-કશ્મીર પોલીસ અને અર્ધ સૈનિક બળોનાં લગભગ 40 હજાર જવાનોને યાત્રા માર્ગ પર લગભગ બે મહિના સુધી તૈનાત રાખવામાં આવશે.  ગૃહ મંત્રાલયનાં એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, ગયા વર્ષે અમરનાથનાં યાત્રિઓની બસ પર થયેલ આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખનાર અધિકારીઓએ બહુસ્તરીય સુરક્ષા વ્યવસ્થાની યોજના બનાવી છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે 10 જુલાઇનાં રોજ અનંતનાગમાં અમરનાથ યાત્રિઓની બસ પર થયેલા આતંકવાદી હુમલામાં નવ યાત્રિઓનાં મોત થયાં હતાં અને અન્ય 19 લોકો ઘાયલ થયાં હતાં.
  Published by:Bhoomi Koyani
  First published: