નવી દિલ્હીઃ રક્ષા મંત્રી રાજનાથ સિંહ (Defense Minister Rajnath Singh) લદાખ (Ladakh), અરૂણાચલ પ્રદેશ (Arunachal Pradesh), સિક્કિમ (Sikkim), હિમાચલ પ્રદેશ (Himachal Pradesh), ઉત્તરાખંડ (Uttarakhand), પંજાબ (Punjab)અને જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir)ના સરહદી વિસ્તારોમાં નિર્મિત 43 પુલોને આજે રાષ્ટ્રને સમર્પિત કરશે. અધિકારીઓએ જણાવ્યું કે 43 પુલોમાં લદાખના પણ સાત પુલ સામેલ છે, જે વ્યૂહાત્મક રીતે અગત્યના છે અને તે સશસ્ત્ર દળોના સૈનિકો અને હથિયારોને અવર-જવરમાં મદદ કરશે.
એક અધિકારીએ કહ્યું કે, રક્ષા મંત્રી સાત રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પુલોનું ઉદ્ઘાટન એક ઓનલાઇન કાર્યક્રમમાં કરશે. બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન (Border Roads Organization-BRO) દ્વારા નિર્મિત આ પુલોનું ઉદ્ઘાટન એવા સમયે કરવામાં આવી રહ્યા છે જ્યારે પૂર્વ લદાખમાં ભારત અને ચીનની વચ્ચે ગતિરોધ ઉત્પન્ન છે.
આ પણ વાંચો, IPL 2020: કોલકાતા નાઇટ રાઇડર્સે મુંબઈ ઈન્ડિયન્સ સામે કેમ હથિયાર હેઠા મૂક્યા? જાણો 5 કારણો
આ 7 રાજ્યોને મળશે નવા પુલ
આ પુલોમાંથી 10 જમ્મુ-કાશ્મીરમાં, બે હિમાલચ પ્રદેશમાં, આઠ-આઠ ઉત્તરાખંડ અને અરૂણાચલ પ્રદેશ અને ચાર-ચાર સિક્કિમ અને પંજાબમાં સ્થિત છે. અધિકારીઓએ જણાવ્યું કે રાજનાથ સિંહ અરૂણાચલ પ્રદેશમાં તવાંગ જનારા એક અગત્યના રોડ પર નેચિફૂ સુરંગની પણ આધારશિલા રાખશે.
આ પણ વાંચો, ભારતીયો Visa વગર દુનિયાના આ 16 દેશોમાં ફરી શકે છે, રાજ્યસભામાં સરકારે આપી જાણકારી
ભારતીય સૈનિકોને મળશે મદદ
આ પુલોની મદદથી લાઇન ઓફ કન્ટ્રોલ (LoC) અને વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર સૈનિકોની તૈનાતીમાં સરળતા મળશે, સાથોસાથ સરહદ પર તૈનાત સૈનિકોની મદદ માટે હથિયાર અને અન્ય સામગ્રી સરળતાથી પહોંચાડી શકાશે. આ ઉપરાંત આ પુલોથી સ્થાનિક લોકોને પણ લાભ મળશે.
Published by:Mrunal Bhojak
First published:September 24, 2020, 07:44 am