દેશના પૂર્વ વડાપ્રધાન રાજીન ગાંધીની મરણતિથિ પર સોમવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને સોનિયા ગાંધીએ તેમની સમાધિ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી, પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘ અને પ્રિયંકાના પતિ રોબર્ટ વાડ્રાએ પણ વીર ભૂમિ જઈને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
બિહારના રાજ્યપાલે રાજીવ ગાંધીના બતાવ્યા ઈમાનદાર
બિહારના રાજ્યપાલ સત્યપાલ મલિકે કહ્યું છે કે દિવંગત વડાપ્રધાન રાજીવ ગાંધી ખૂબ જ સારા અને ઈમાનદાર વ્યક્તિ હતા. તેઓ પોતાની આસપાસ રહેલા ખોટા લોકોને કારણે મુશ્કેલીમાં મૂકાયા હતા. તો બીજી તરફ કોંગ્રેસે દરેકને આરએસએસના ચશ્માની નજરથી ન જોવાને લઈને મલિકનો આભાર માન્યો હતો.
નોંધનીય છે કે સત્યપાલ મલિક આ પહેલા બીજેપીના સાંસદ અને પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પણ રહી ચુક્યા છે. રાજીવ ગાંધીને લઈને તેમનો આ વિચાર તેમની ભગવા પાર્ટીના અનેક લોકોના વિચારથી વિરુદ્ધ છે. રાજ્યપાલે બોફોર્સકાંડને લઈને કોંગ્રેસની ટીકા કરી હતી.
રાજ્યપાલ એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે જીવનમાં ખોટા લોકોના સંગથી તમને ઘણું નુકસાન પહોંચી શકે છે.
બોફોર્સ ગોટાળાનો ઉલ્લેખ કરતા મલિકે કહ્યું હતું કે, 'રાજીવ ગાંધી ખૂબ જ સારા અને ઈમાનદાર વ્યક્તિ હતા, પરંતુ તેઓ ખોટા વ્યક્તિઓની સંગતમાં હતા, તેમને બચાવવા જતાં તેઓ મુશ્કેલીમાં ફસાયા હતા.' જોકે, તેઓએ એવું જણાવ્યું ન હતું કે રાજીવ ગાંધી કયા ખોટા લોકો વચ્ચે ફસાયા હતા.
મલિકના આ નિવેદન પર પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ કૌકબ કાદરીએ કહ્યું કે, રાજ્યપાલના નિવેદન પરથી એ વાત સાબિત થાય છે કે લાંબા સમય સુધી બીજેપીમાં રહ્યા હોવા છતાં તેઓ મૂળભૂત રીતે એક સમાજવાદી છે. તેમને દરેકને આરએસએસના ચશ્માથી જોવાની આદત નથી.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર