Home /News /national-international /રાજીવ ગાંધી હત્યાકાંડ: જેલમાંથી તો છુટી જશે પણ જશે ક્યાં? 4 દોષિતો પાસે એકેય દેશની નાગરિકતા નથી

રાજીવ ગાંધી હત્યાકાંડ: જેલમાંથી તો છુટી જશે પણ જશે ક્યાં? 4 દોષિતો પાસે એકેય દેશની નાગરિકતા નથી

rajiv gandhi assassination

સુપ્રીમ કોર્ટે શુક્રાવારે રાજીવ ગાંધી હત્યાકાંડ મામલામાં દોષિતોને છોડી મુકવાના આદેશ આપ્યા છે. આ આદેશ બાદ ચાર દોષિતોની જીંદગી વિમાસણમાં મુકાઈ છે.

    નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે શુક્રાવારે રાજીવ ગાંધી હત્યાકાંડ મામલામાં દોષિતોને છોડી મુકવાના આદેશ આપ્યા છે. આ આદેશ બાદ ચાર દોષિતોની જીંદગી વિમાસણમાં મુકાઈ છે. તે ત્રિશંકુ ભૂમિમાં લટકી ગયા છે. મતલબ કાયદાકીય રીતે તેઓ દેશના નાગરિક નથી. મુરુગન ઉર્ફ શ્રીહરન, સંથન, રોબર્ટ પાયસ અને જયકુમારના અનુસાર, તે શ્રીલંકન છે, જો કે તેની પાસે તેને સાબિત કરવા માટે કોઈ દસ્તાવેજ નથી. ત્યારે આવા સમયે જેલમાંથી છુટ્યા બાદ તે ક્યાં જશે? એક ભારતીય નાગરિક, નલિની સાથે લગ્ન કરવાના આધાર પર, મુરુગનને ભારતમાં રહેવાનો અધિકાર છે, પણ તેનો કેસ પણ ગેરકાયદેસર રીતે ભારતમાં ઘુસવાના કિસ્સોમાં પેંચ ફસાયેલો છે.

    ભારતીય નાગરિકતા અધિનિયમ, 1955ની કલમ 5(1)(સી) કહે છે કે, એક વ્યક્તિ જેણે ભારતના નાગરિક સાથે લગ્ન કર્યા છે, તે ભારતમાં રહી શકે છે અને નાગરિકતા માટે દાવો કરી શકે છે. પણ એક શરત એવી પણ છે કે, આ અધિકારથી એ લોકોને બહાર રાખ્યા છે, જે દેશમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરે છે. શ્રીહરને ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કર્યો અને વસવાટ કર્યો. ચારેય દોષિતો માટે આગળ ચાર રસ્તા ખુલ્લા છે.

    આ પણ વાંચો: સંપૂર્ણપણે અસ્વીકાર્ય: રાજીવ ગાંધીના હત્યારાઓને મુક્ત કરવાના SCના આદેશ પર કોંગ્રેસ

    1. શરણાર્થી શિબિરોમાં મોકલી શકે છે


    તેમની સાથે બે વાત થઈ શકે. એક તો જેવા તેઓ જેલમાંથી બહાર આવશે, તો તેમની ધરપકડ થશે અથવા તો શરણાર્થી કેમ્પમાં મોકલી દેવામાં આવશે. તેમની સાથે કોઈ અન્ય શ્રીલંકન નાગરિક માફક વ્યવહાર થઈ શકે છે, જે માન્ય યાત્રા દસ્તાવેજ વગર જ ભારતમાં ઘુસી આવ્યા હતા.

    2. શ્રીલંકા ખંગાળી શકે છે ઓળખાણ


    બીજૂ કે શ્રીલંકાની સરકાર તેમની રાષ્ટ્રીય ઓળખાણના વિવરણને ખંગાળી શકે છે અને ભારતને એક ઔપચારિક પ્રત્યર્પણ અનુરોધ કરી શકે છે. તેમના સિદ્ધ એલટીટીઈ લિંક, અને શ્રીલંકાની વર્તમાન આર્થિક અને રાજકીય સ્થિતિને જોતા મુક્ત કરાયેલા ગુનેગારો સ્વયં લંકાની મુસાફરી કરી શકતા નથી.

    3. ભારતીય નાગરિક આપી શકે છે અરજી


    ત્રણ, અમુક ભારતીય નાગરિક તેમના માટે જામીન આપી શકે છે. તેના માટે તે જિલ્લામાં શરણાર્થી શિબિરોના પ્રબારી જિલ્લાધિકારી અને પોલીસ અધીક્ષકને એક અરજી કરી શકે છે. આ અરજીમાં એવો અનુરોધ કરવામાં આવે કે, તે પોતાની સાથે શરણાર્થીમાં સમાયોજીત કરવાની અનુમતી આપી શકે છે. અધિકારી આવી સ્થિતિમાં, અન્ય માપદંડો સાથે સાથે ખતરાની ધારણાનું આકલન કરશે અને શરણાર્થીને પોતાના ભારતીય મેજબાનની સાથે રહેવાની મંજૂરી આપશે.

    4. કોઈ પણ દેશને કરી શકે છે અનુરોધ


    ચોથું, તે શરણ માટે યા તો ભારતમાં અથવા અન્ય કોઈ દેશમાં અરજી કરી શકે છે, જે દેશ તેમની શરણ અરજી સ્વિકાર કરે છે, તેણે ભારતને કહેવું પડશે કે તેમને અહીં મોકલે. જો ભારત ઈચ્છે તો તેમને દેશમાં જ શરણ આપી શકે છે.
    Published by:Pravin Makwana
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन