રાજીવ ગાંધી હત્યાની દોષિત નલિની જેલ બહાર આવી, દીકરીના લગ્નમાં હાજરી આપશે

News18 Gujarati
Updated: July 25, 2019, 1:12 PM IST
રાજીવ ગાંધી હત્યાની દોષિત નલિની જેલ બહાર આવી, દીકરીના લગ્નમાં હાજરી આપશે
જેલ બહાર આવેલી નલિની

21 મે, 1991ના રોજ તામિલનાડુના શ્રીપેરમ્બદુરમાં માનવ બોમ્બ ધનુએ રાજીવ ગાંધીની હત્યા કરી નાખી હતી.

  • Share this:
રાજીવ ગાંધી હત્યાકાંડની નલિની શ્રીહરન જેલ બહાર આવી છે. મદ્રાસ હાઇકોર્ટે તેના 30 દિવસના પેરેલ મંજૂર કર્યા છે. નલિનીએ પોતાની દીકરીના લગ્ન કરવાની તૈયારી માટે મદ્રાસ હાઇકોર્ટમાંથી છ મહિનાનાં પેરોલ માંગ્યા હતા. 21 મે, 1991ના રોજ તામિલનાડુના શ્રીપેરમ્બદુરમાં માનવ બોમ્બ ધનુએ રાજીવ ગાંધીની હત્યા કરી નાખી હતી. આ બ્લાસ્ટમાં કુલ 18 લોકોનાં જીત ગયા હતા.

નોંધનીય છે કે નલિનીની દીકરી લંડનમાં રહે છે. પાંચ જુલાઈના રોજ મદ્રાસ હાઇકોર્ટે નલિનીને 30 દિવસના પેરોલ આપ્યા હતા. નલિનીએ એક કોલેજમાંથી સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો છે. તેણી ચેન્નાઇની એક ખાનગી કંપનીમાં સ્ટેનોગ્રાફરની નોકરી કરતી હતી. નલિની ડિસ્ટન્સ એજ્યુકેશનના માધ્યમથી માસ્ટર્સનો અભ્યાસ પણ કરી રહી હતી.

નલિનીની શું ભૂમિકા હતી?સુનાવણી દરમિયાન નલિનીએ સ્વીકાર કર્યો હતો કે તેણી લિટ્ટેના એક કાર્યકરના સંપર્કમાં હતી. આ દરમિયાન લિટ્ટેની ગતિવિધિ અંગે તેણીને માલુમ પડ્યું હતું. બાદમાં તેણી આ સંગઠનની એક્ટિવ સભ્ય બની ગઈ હતી. તેનો ભાઈ પીએસ ભાગ્યનાથન પણ લિટ્ટે સમર્થક હતો. તે પોતાના પ્રેસમાં તમિલ ઇલમ સમર્થિત સાહિત્ય છાપતો હતો.

ફાંસીની સજા માફ

ધરપકડના થોડા મહિના પછી નલિનીએ એક દીકરીને જન્મ આપ્યો હતો. જસ્ટિસ થોમસે નલિનીની ફાંસીની સજા માફ કરવાના કારણોમાં એક કારણ તેની દીકરીને પણ ગણાવી હતી. તેના કહેવા પ્રમાણે જો મુરગન અને નલિની બંનેને ફાંસી થઈ જતી તો બાળકી અનાથ થઈ જતી. જેના બાદમાં સોનિયા ગાંધી વ્યક્તિગત રીતે જઈને રાષ્ટ્રપતિને મળ્યાં હતા અને નલિનીની ફાંસીની સજા માફ કરવાની અપીલ કરી હતી. જે બાદમાં વર્ષ 2000માં રાષ્ટ્રપતિએ નલિનીની દયા અરજીને માન્ય રાખીને તેને માફ કરી દીધી હતી.

આ મામલે ધરપકડ કરવામાં આવેલા તમામ કેદીઓ હાલ તમિલનાડુ જેલમાં બંધ છે. જોકે, વારેવારે રાજીવ ગાંધીના હત્યારાઓને છોડી મૂકવાની માંગ ઉઠતી રહી છે. રાજીવ ગાંધીના હત્યારાઓને સોનિયા ગાંધી અને નહેરુ પરિવારે માફ કરી દીધા છે.
Published by: Vinod Zankhaliya
First published: July 25, 2019, 11:10 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading