રાજીવ ગાંધી હત્યાની દોષી નલિની શ્રીહરને જેલમાં આત્મહત્યાનો કર્યો પ્રયાસ

News18 Gujarati
Updated: July 21, 2020, 11:48 AM IST
રાજીવ ગાંધી હત્યાની દોષી નલિની શ્રીહરને જેલમાં આત્મહત્યાનો કર્યો પ્રયાસ
નલિની શ્રીહરન વેલ્લોરની જેલમાં આજીવન કેદની સજા કાપી રહી છે. તે 29 વર્ષથી આખ જેલમાં કેદ છે. (Photo: PTI)

મીડિયા રિપોર્ટ્સ મુજબ, નલિની શ્રીહરનનો જેલમાં એક કેદી સાથે ઝઘડો થયો હતો. ત્યારબાદ તેણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો

  • Share this:
નવી દિલ્હીઃ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી (Rajiv Gandhi)ની હત્યાની દોષી નલિની શ્રીહરન (Nalini Sriharan)એ જેલમાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. જેલના ગાર્ડે તેને સમયસર બચાવી લીધી. નલિનીને તાત્કાલિક હૉસ્પિટલ લઈ જવામાં આવી. હાલ તેની હાલત ઠીક હોવાનું કહેવાય છે. નલિનીએ કેવી રીતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો, તે અંગે હજુ કોઈ જાણકારી નથી મળી.

નોંધનીય છે કે, પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા મામલામાં નલિની શ્રીહરન વેલ્લોરની જેલમાં આજીવન કેદની સજા કાપી રહી છે. તે 29 વર્ષથી આખ જેલમાં કેદ છે. અને આ પહેલી ઘટના છે જ્યારે તેણે આવું પગલું ભરવાનો પ્રયાસ કર્યો છે.

આ પણ વાંચો, સ્નિફર ડૉગ ટુન્ગાએ કર્યો કમાલ, 11 KM દૂર જઈને પકડી પાડ્યો હત્યાનો આરોપી

અંગ્રેજી અખબાર ‘ઈન્ડિયન એક્સપ્રેસ’ના રિપોર્ટ મુજબ, નલિનીના વકીલ પુગલેંતીએ જણાવ્યું કે સવારે નલિની શ્રીહરનનો જેલમાં એક કેદી સાથે ઝઘડો થયો હતો. ત્યારબાદ જ તેણે આવું પગલું ભર્યું. હાલ તે ઠીક છે. આ દરમિયાન નલિનીના પતિ મુરુગને તેણે બીજી જેલમાં ટ્રાન્સફર કરવાની માંગ કરી છે. તેમનું કહેવું છે કે જેલમાં નલિનીના જીવને પણ ખતરો હોઈ શકે છે. નલિનીને 2019માં એક મહિનાની પેરોલ મળી હતી, ત્યારે તેની દીકરીના લગ્ન હતા.

નોંધનીય છે કે, 21 મે 1991ના રોજ તમિલનાડુના શ્રીપેરંબદૂરમાં એક બ્લાસ્ટમાં રાજીવ ગાંધીનું મોત થયું હતું. આ હત્યાકાંડનું કાવતરું શ્રીલંકામાં ઘડવામાં આવ્યું હતું. નવેમ્બર 1990માં શ્રીલંકાના જાફનામાં કાવતરું ઘડનારા LTTE પ્રમુખ પ્રભાકરન અને તેના ચાર સાથી બેબી સુબ્રહ્મણ્યમ, મુથુરાજા, મુરુગન અને શિવરાસન સામેલ હતા. નલિનીએ ધનૂ નામની એ છોકરીની તલાશ કરી હતી જેના શરીર પર બોમ્બ બાંધીને રાજીવ ગાંધીને પાસે મોકલવામાં આવી હતી.

નલિના ઘરે જ તેને તમામ પ્રેક્ટિસ કરાવવામાં આવી હતી. 21 મેના રોજ શ્રીપેરંબદૂરમાં રેલી દરમિયાન ધનૂએ રાજીવ ગાંધીને માળા પહેરાવી, ચરણસ્પર્શ કર્યા અને બોમ્બ બ્લાસ્ટ થઈ ગયો.આ પણ વાંચો, કોરોનાની જંગ જીતી દીદી ઘરે આવી તો નાની બહેન મન મૂકીને નાચી, VIDEO વાયરલનલિની, દુનિયામાં સૌથી લાંબા સમય સુધી સજા કાપનારી મહિલા છે. જેલમાં પસાર કરેલા સમય દરમિયાન તેણે તમિલ ભાષામાં 500 પાનાનું એક પુસ્તક લખ્યું, જેને 24 સપ્ટેમ્બર 2016ના રોજ રિલીઝ કરવામાં આવ્યું હતું. નલિનીએ પોતાની આત્મકથામાં પ્રિયંકા ગાંધી સાથે થયેલી મુલાકાતનો પણ ઉલ્લેખ કર્યો છે.
Published by: Mrunal Bhojak
First published: July 21, 2020, 11:26 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading