Home /News /national-international /કાવેરી જ નહીં, ઘણા મુદ્દાઓ પર મૌન છે રજનીકાંત- કમલ હાસન

કાવેરી જ નહીં, ઘણા મુદ્દાઓ પર મૌન છે રજનીકાંત- કમલ હાસન

અભિનેતાથી નેતા બનેલા કમલ હાસનનું કહેવું છે કે દક્ષિણના સુપરસ્ટાર રજનીકાંત માત્ર કાવેરી જળ વિવાદ પર જ નહીં, પરંતુ બીજા ઘણા મુદ્દાઓ પર ચુપ છે. તેમણે કહ્યું, 'માત્ર એક મુદ્દા પર આપણે વાત ન કરવી જોઈએ. માત્રા કાવેરી જળ વિવાદ જ નહીં, પરંતુ રજનીકાંત અન્ય કેટલાક મુદ્દાઓ પર પણ ચૂપ છે.'

ગયા મહીને જ કમલ હાસને પોતાની પાર્ટી લોન્ચ કરી હતી. જેનું નામ છે મક્કલ નિધિ મય્યમ એટલે કે 'જનતા ન્યાય કેન્દ્ર'.

થોડા સમય પહેલા કાવેરી જળ વિવાદને લઈને નિર્ણય સંભળાવતા સુપ્રીમ કોર્ટે તમિલનાડુને પાણી ઓછુ આપવાનો નિર્ણય સંભળાવ્યો હતો. જે બાદ આ મુદ્દા પર ફિલ્મ જગતે વિરોધ પ્રદર્શિત કરવાનું આયોજન કર્યું. જેમાં રજનીકાંત સામેલ થયા નહિં. જેથી રજનીકાંતની ખુબ જ ટીકા કરવામાં આવી હતી. પરંતુ રજનીકાંતે સુપ્રીમ કોર્ટના આ નિર્ણય પર નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે સરકારે સુપ્રીમ કોર્ટમાં રિવ્યૂ પિટીશન દેવી જોઈએ.



રજનીકાંતે રાજનીતિમાં પગ રાખીને પોતાના પર થયેલી આલોચનાનો કડક જવાબ આપ્યો અને કહ્યું કે, 'મને તમારાથી રેડ કાર્પેટની આશા નથી. પરંતુ તમે મારી સામે પડકાર પણ ઉભા ન કરો, તામિલનાડુમાં સારા નેતૃત્વ અને સારી સરકારની જગ્યા ખાલી છે. આ પહેલા જયલલિતા અને કરૂળાનિધિ હતા. પરંતુ હવે જયલલિતા નથી રહ્યાં અને કરૂણાનિધિ બિમાર છે. તામિલની રાજનીતિને હવે હું સંભાળીશ.'

બીજી તરફ હાસન, કાવેરી સહિત અનેક મુદ્દા પર પર ઘણા પલટવાર કરી રહ્યાં છે. તેમની પાર્ટી મક્કલ નીઝઇ મય્યમ સમાજમાં બદલાવ લાવવાની અપીલ કરી રહ્યું છે. જ્યારે કમલ હાસને પોતાની પાર્ટી લોન્ચ કરી હતી. તે સમયે રજનીકાંતે તેમના ખુબ વખાણ કર્યા હતા. તેમણે કહ્યું હતું હાસન એક સક્ષમ અભિનેતા છે અને તે લોકોનો વિશ્વાસ જીતવા માટે સફળ રહેશે. કમલ હાસને જ્યારે રાજનિતિક પાર્ટી બનાવી ત્યારે રજનીકાંતે કહ્યું હતું કે તે બંને અલગ અલગ રસ્તા અપનાવશે. પરંતુ બંનેનું લક્ષ્ય માત્ર લોકોનું કલ્યાણ કરવાનું રહેશે.
First published:

Tags: Kamal Haasan, Rajnikant

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો