Home /News /national-international /

શું 30 નવેમ્બરે મોટી ઘોષણા કરશે રજનીકાંત? Twitter પર છવાઈ ગયા થલાઇવા

શું 30 નવેમ્બરે મોટી ઘોષણા કરશે રજનીકાંત? Twitter પર છવાઈ ગયા થલાઇવા

રજનીકાંતની રાજકારણમાં સક્રિયતાને લઈને ચાલી રહેલી અટકળોની વચ્ચે ટવીટર પર RajinikanthPoliticalEntry ટ્રેન્ડ થવા લાગ્યું

રજનીકાંતની રાજકારણમાં સક્રિયતાને લઈને ચાલી રહેલી અટકળોની વચ્ચે ટવીટર પર RajinikanthPoliticalEntry ટ્રેન્ડ થવા લાગ્યું

  નવી દિલ્હીઃ સુપરસ્ટાર રજનીકાંત (Superstar Rajinikanth) 30 નવેમ્બરે મોટી જાહેરાત કરી શકે છે. એવા અહેવાલો સામે આવ્યા છે કે રજનીકાંત રજની પીપલ્સ અસેમ્બલી (Rajini Peoples Assembly)ના જિલ્લા સચિવોની સાથે સોમવારે ચર્ચા કરી શકે છે. આ ચર્ચા બાદ દક્ષિણ ભારતીય ફિલ્મોના સુપરસ્ટાર કોઇ મોટી અને અગત્યની જાહેરાત કરી શકે છે. રજનીકાંત પહેલા જ આ વાતની ઘોષણા કરી ચૂક્યા છે કે તેઓ એક રાજકીય પાર્ટી શરૂ કરશે અને આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી લડશે. જોકે પાર્ટીને શરૂ કરતાં પહેલા હાલ તેઓએ કોઈ ખાસ કામ નથી કર્યું.

  અહેવાલો એવા છે કે કોરોના વાયરસ (Coronavirus) ફેલાવાના કારણે પાર્ટીએ પોતાની સ્ટાર્ટ-અપ યોજનાને સ્થગિત કરી દીધી હતી. જોકે, રજનીકાંતે સ્પષ્ટ કર્યું કે આ નિર્ણય યોગ્ય સમયે પ્રબંધનના પરામર્શમાં લેવામાં આવશે. આ સંબંધમાં પીપલ્સ અસેમ્બલી સોમવારે જિલ્લા સચિવોની સાથે પરામર્શ કરવા જઈ રહી છે. પરામર્શ બેઠક ચેન્નઈના કોડમ્બક્કમાં રાઘવેન્દ્ર વેડિંગ હોલમાં સવારે 9 વાગ્યે આયોજિત થવાની છે.

  પ્રશંસકો મોટા સમાચારની જોઈ રહ્યા છે આતુરતાથી રાહ

  આશા છે કે રજનીકાંત તેમાં સીધા કે વીડિયોના માધ્યમથી સામેલ થશે અને પરામર્શ કરશે. રજનીકાંતના પ્રશંસકો આતુરતાથી એ વાતની રાહ જોઈ રહ્યા છે કે શું રજનીકાંત આ પરામર્શ બાદ રાજકીય પાર્ટી પર કોઈ પાકો નિર્ણય લે છે કે નહીં.

  આ પણ વાંચો, Farmers Protest: આ યુવા આંદોલનકારી ખેડૂતોની તાકાતનો પ્રતીક બન્યો, જાણો કારણ

  રજનીકાંતની રાજકારણમાં સક્રિયતાને લઈને ચાલી રહેલી અટકળોની વચ્ચે ટવીટર પર RajinikanthPoliticalEntry ટ્રેન્ડ થવા લાગ્યું. લોકો તેની પર ટ્વીટ કરી પોતાના પસંદગીના અભિનેતા રજનીકાંતથી રાજનીતિમાં ઉતરવાની અપીલ કરી રહ્યા છે.

  થોડા દિવસ પહેલા જણાવ્યું હતું રાજકારણમાં સક્રિય ન થવાનું કારણ
  નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા રજનીકાંતે જણાવ્યું હતું કે કિડનીના પ્રતિરોપણ કરાવવા અને કોરોના વાયરસ મહામારીને ધ્યાને લઈ ડૉક્ટરોએ તેમને રાજકારણમાં પ્રવેશ નહીં કરવાની સલાહ આપી છે.

  આ પણ વાંચો, પેટના દુખાવાથી લઈ તાવ સુધી, કોરોના વેક્સીનની સાઇડ ઇફેક્ટ્સને લઈ વૈજ્ઞાનિકોની ચેતવણી

  અભિનેતાએ જણાવ્યું હતું કે કિડની સંબંધિત મુશ્કેલીઓના સમાધાન માટે 2011માં સિંગાપુરમાં એક હૉસ્પિટલમાં સારવાર કરાવી હતી અને બાદમાં મે 2016માં અમેરિકાની એક હૉસ્પિટલમાં કિડની પ્રતિરોપણ કરાવ્યું. રજનીકાંત દ્વારા મંદરમ સંગઠનની શરૂઆતને રાજકારણમાં પ્રવેશથી પહેલાની તૈયારી તરીકે જોવામાં આવતી હતી. રજનીકાંતે કહ્યું હતું કે તેઓ તમિલનાડુમાં રાજકીય ક્રાંતિ લાવવા માંગે છે અને મુખ્યમંત્રી બનવાની તેમની ઈચ્છા નથી.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Coronavirus, Tamil Nadu, Twitter, રજનીકાંત

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन