PM મોદી અને અમિત શાહના પ્રશંસક થયા રજનીકાંત, ગણાવ્યા કૃષ્ણ-અર્જુન

રજનીકાંતે જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 370ને હટાવવાના કેન્દ્ર સરકારના નિર્ણયના ખૂબ વખાણ કર્યા

રજનીકાંતે જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 370ને હટાવવાના કેન્દ્ર સરકારના નિર્ણયના ખૂબ વખાણ કર્યા

 • Share this:
  દક્ષિણના સુપરસ્ટાર રજનીકાંત હંમેશા રાજનીતિમાં સક્રિય રહે છે. એ જ કારણ છે કે ભારતની રાજનીતિમાં કંઈ પણ થાય છે તો રજનીકાંત પોતાનો મંતવ્ય રજૂ કરવામાં પાછળ નથી રહેતા. હાલમાં જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવ્યા બાદ રજનીકાંતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહના ખૂબ જ વખાણ કર્યા. રજનીકાંતે અમિત શાહ અને પીએમ મોદીને કૃષ્ણ અને અર્જુનની જોડી ગણાવી દીધી.

  ચેન્નઇમાં આયોજિનત એક કાર્યક્રમમાં સામેલ થવા પહોંચેલા રજનીકાંતે જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 370ને હટાવવાના કેન્દ્ર સરકારના નિર્ણયના ખૂબ વખાણ કર્યા. આ અવસરે તેઓએ પીએમ મોદી અને ગૃહ મંત્રી અમિત શાહને અભિનંદન પણ આપ્યા. તેઓએ કહ્યું કે, ગૃહ મંત્રી અમિત શાહજી મિશન કાશ્મીર પૂરું કરવા માટે આપને હૃદયથી અનેક શુભકામનાઓ. જે રીતે આપે આને પૂરું કર્યુ તે કમાલ હતો. ખાસ કરીને જ્યારે તમે સંસદમાં ભાષણ આપ્યું, જબરદસ્ત સર, જબરદસ્ત.

  આ પણ વાંચો, પાકિસ્તાનમાં મહારાજા રણજીતસિંહની પ્રતિમા સાથે તોડફોડ

  બીજી તરફ, અમિત શાહે રવિવારે કહ્યું કે, બંધારણના આર્ટિકલ 370 હટાવવાથી કાશ્મીર ઘાટીમાં આતંકવાદનો ખાતમો થશે અને તે વિકાસના માર્ગ પર અગ્રેસર થશે. ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડૂ પર એક પુસ્તક લિસનિંગ, લર્નિંગ એન્ડ લીડિંગના વિમોચન કરવાના પ્રસંગે શાહે કહ્યું કે તેમનું દૃઢપણે માનવું હતું કે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપનારા આર્ટિકલ 370ને હટાવવો જોઈએ કારણ કે તેનાથી દેશને કોઈ ફાયદો નહોતો. (આર્ટિકલ 370 હટાવવાને લઈ મારા મનમાં કોઈ સંદેહ નહોતો : અમિત શાહ)

  આ પણ વાંચો, આર્ટિકલ 370 પર શિવરાજ સિંહે કહ્યુ- જવાહરલાલ નહેરુ 'ક્રિમિનલ' હતા
  Published by:Mrunal Bhojak
  First published: