રજનીકાંતની પાર્ટીનો LOGO અને વેબસાઈટ લોન્ચ, રજનીએ લોકોને જોડાવાની કરી અપિલ

Mujahid Tunvar | News18 Gujarati
Updated: January 1, 2018, 9:14 PM IST
રજનીકાંતની પાર્ટીનો LOGO અને વેબસાઈટ લોન્ચ, રજનીએ લોકોને જોડાવાની કરી અપિલ

  • Share this:
તમિલ સુપરસ્ટાર રજનીકાંતે રાજનીતિમાં આવ્યાના 24 કલાકના અંદર જ પોતાની પાર્ટીનો લોકો પણ લોન્ચ કરી દીધો છે. નવા વર્ષના પહેલા દિવસે રજનીકાન્તે ટ્વિટર પર પોતાના સમર્થકો માટે એક વીડિયો અપલોડ કર્યો છે. આમાં તેમને તમિલનાડૂના લોકોને પોતાની નવી વેબસાઈટ અને મોબાઈલ એપમાં રજિસ્ટર કરીને તેમની સાથે જોડાવાની અપિલ કરી હતી.

તમિલનાડૂને જોઈએ છે સ્વચ્છ રાજનીતિ

તમિલ સુપરસ્ટાર રજનીકાંતે રાજનીતિમાં આવવાની જાહેરાતના 24 કલાકની અંદર અને નવા વર્ષના પહેલા દિવસે ટ્વિટર પર પોતાના સમર્થકો માટે એક વીડિયો અપલોડ કર્યો છે.રજનીકાંતે નવા વર્ષના પહેલા દિવસે જ એકદમ સરળ રીતે વેબસાઈટ અને લોગો લોન્ચ કર્યો. રજનીકાંતે પોતાની વેબસાઈટ rajinimandram.org અને મોબાઈલ એપ rajini mandram પર લોકોને જોડાવાની અપિલ કરી. એક મીનિટ 14 સેકન્ડના વીડિયોમાં રજનીએ લોકોને તમિલનાડૂની રાજનીતિમાંથી ગંદકી દૂર કરવાની અપિલ કરતા વેબસાઈટ અને એપ પર રજિસ્ટર કરવાનું કરવાનું કહ્યું. તેમને કહ્યું કે, રાજ્યના લોકોને હવે સ્વચ્છ રાજનીતિ ઈચ્છે છે.

ઉલ્લેખનિય છે કે, 2017ના અંતિમ દિવસે એટલે 31 ડિસેમ્બરે રજનીકાંતે રાજનીતિમાં આવવાની જાહેરાત કરી હતી. રજનીકાંતે કહ્યું છે કે, આવતા ઈલેક્શનમાં દરેક સીટ પર તેઓ પોતાનો ઉમેદવાર ઉભો રાખશે.
First published: January 1, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading