મમતાના આ ગમતા પોલીસ અધિકારીની ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ

શુક્રવારે સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે કે તેમને મળેલું રક્ષણ એક અઠવાડિયામાં હટાવી લેવામાં આવશે.

News18 Gujarati
Updated: May 17, 2019, 3:17 PM IST
મમતાના આ ગમતા પોલીસ અધિકારીની ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
કોલકાતાના પૂર્વ પોલીસ કમિશ્નર સાથે મમતા બેનરજી
News18 Gujarati
Updated: May 17, 2019, 3:17 PM IST
નવી દિલ્હી : શારદા ચિટફંડ કેસમાં સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીના ગમતા અધિકારી અને કોલકાતાના પૂર્વ પોલીસ કમિશ્નર રાજીવ કુમારને કોઈ રાહત નથી આપી. કોર્ટે સીબીઆઈને કહ્યું છે કે તે કાયદા પ્રમાણે કામ કરે, જેનો મતલબ એવો થાય છે કે બહુ ઝડપથી રાજીવ કુમારની ધરપકડ થઈ શકે છે. સીબીઆઈ આ પહેલા પણ આ ગોટાળાને લઈને તેમને પૂછપરછ કરી ચુકી છે.

પહેલા કોર્ટે આદેશ કર્યો હતો કે તેમની ધરપકડ ન થઈ શકે. શુક્રવારે સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે કે તેમને મળેલું રક્ષણ એક અઠવાડિયામાં હટાવી લેવામાં આવશે. ફેબ્રુઆરીમાં જ્યારે કુમારની ધરપકડને લઈને હંગામો થયો હતો ત્યારે તેમને કોલકાતા પોલીસ કમિશ્નર પદેથી હટાવીને સીઆઈડીમાં મોકલી દેવામાં આવ્યા હતા. આ અઠવાડિયાના શરૂઆતમાં ચૂંટણી પંચે તેમની નિમણૂક ગૃહ મંત્રાલય દિલ્હીમાં કરી દીધી હતી.

કોણ છે રાજીવ કુમાર?

રાજીવ કુમાર બંગાળના 1989ની બેચના આઈપીએસ અધિકારી છે. રાજીવ કુમારને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીના નજીકના માનવામાં આવે છે. તેઓ ઉત્તર પ્રદેશના ચંદૌસીના રહેવાસી છે. રાજીવ કુમારના પિતા આનંદ કુમાર ચંદૌસીની એસએમ કોલેજમાં પ્રોફેસર હતા. જે બાદમાં તેમનો પરિવાર અહીં જ વસી ગયો હતો. રાજીવ કુમારે આ જ યુનિવર્સિટીમાંથી ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. તેઓ ઉત્તર પ્રદેશ કેડરના આઈપીએસ અધિકારી છે, પરંતુ બાદમાં તેઓ પશ્ચિમ બંગાળ ચાલ્યા ગયા હતા.

આ પણ વાંચો : મમતાની મોર્ફ તસવીર બાબતે જેલમુક્ત થયેલી પ્રિયંકાએ કહ્યું, 'માફી નહીં માંગું'

શું છે શારદા ચીટ ફંડ?
શારદા ચીટ ફંડ એક મોટો ગોટાળો છે. આ ગોટાળામાં અનેક મોટા લોકો સામેલ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. હકીકતમાં પશ્ચિમ બંગાળની ચીટ ફંડ કંપની શારદા ગ્રુપે લોકોને છેતરવા માટે અનેક લલચામણી ઓફર આપી હતી. આ કંપનીએ 34 ગણી રકમ કરી આપવાનું વચન આપ્યું હતું, બાદમાં કંપનીએ લોકોના પૈસા પડાવી લીધા હતા.

રાજીવ કુમાર પર શું આરોપ છે?

રાજીવ કુમાર શારદા ચીટ ફંડ તપાસના ઘેરામાં છે. રાજીવ કુમારે ચીટ ફંડની તપાસ માટે બનેલી સીટ (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ)નું વડપણ કર્યું હતું. એવું કહેવામાં આવે છે કે આ તપાસ દરમિયાન ગરબડ કરવામાં આવી હતી. સીટની સ્થાપના વર્ષ 2013માં કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે તપાસ સાથે જોડાયેલા અનેક મહત્વની ફાઇલો અને દસ્તાવેજો ગાયબ છે. સીબીઆઈ આ ગુપ્ત થયેલી ફાઇલો અને દસ્તાવેજોને લઈને કમિશ્નરની પૂછપરછ કરવા માંગે છે. આ મામલે સીબીઆઈએ પોલીસ કમિશ્નરને ફરાર બતાવ્યા છે.

ફિટનેસ પર ખાસ ધ્યાન

રાજીવ કુમાર ફિટનેસને લઈને ખૂબ જ સતર્ક છે. તેમણે પોતાની ચેમ્બરમાં પણ ફિટનેસના સાધનો રાખ્યા છે. જ્યારે પણ સમય મળે છે ત્યારે તેઓ વર્કઆઉટ કરે છે. નોકરીમાંથી બ્રેક મળે છે ત્યારે પુશઅપ્સ પણ કરે છે.
First published: May 17, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...