Home /News /national-international /

રાજસ્થાનના મુસ્લિમ મંત્રીએ શિવ મંદિરમાં કરી 'ખાસ પૂજા'

રાજસ્થાનના મુસ્લિમ મંત્રીએ શિવ મંદિરમાં કરી 'ખાસ પૂજા'

શિવ પૂજા કરી રહેલા સાલેહ મોહમ્મદ

ગેહલોત કેબિનેટમાં મંત્રી તરીકેના શપથ લીધા બાદ મોહમ્મદ રવિવારે પોખરણ પહોંચ્યા હતા.

    જયપુરઃ રાજસ્થાનની નવી અશોક ગેહલોત સરકારના એક મુસ્લિમ મંત્રીએ રવિવારે જૈસલમેર જિલ્લાના પોખરણમાં 'ખાસ' શિવ પૂજા કરી હતી. મંદિરમાં પૂજા કરનાર ગેહલોત સરકારના મંત્રીનું નામ સાલેહ મોહમ્મદ છે.

    મોહમ્મદ રાજસ્થાનના મુસ્લિમ ધર્મના નેતા ગાઝી ફકીરના પુત્ર છે. ગેહલોત કેબિનેટમાં મંત્રી તરીકેના શપથ લીધા બાદ મોહમ્મદ રવિવારે પોખરણ પહોંચ્યા હતા. પોતાના વિસ્તારમાં અચાનક મંત્રી આવી પહોંચ્યાનું જાણીને લોકોને આશ્ચર્ય થયું હતું.

    શિવ મંદીરના પૂજારી મધુ ચંગાનીએ આ વાતની પુષ્ટિ કરી હતી. ચંગાનીએ હિન્દુસ્તાન ટાઇમ્સ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, "આવું પ્રથમ વખત નથી બન્યું કે મોહમ્મદે મંદિરની મુલાકાત લીધી હોય. ચૂંટણી સમયે પણ તેઓ મંદિરમાં આવ્યા હતા. તેમને આ મંદિર સાથે ખાસ લગાવ છે."

    ચંગાનીએ વધુમાં જણાવ્યું હતું કે મંત્રીએ અહીં અડધો કલાક સુધી ખાસ પૂજા કરી હતી. આ દરમિયાન તેમણે શીવલિંગ પર મધ અને દૂધનો અભિષેક પણ કર્યો હતો.

    પૂજા બાદ મીડિયા સાથે વાતચીત કરતા મંત્રી સાલેહ મોહમ્મદે જણાવ્યું હતું કે, પશ્ચિમ રાજસ્થાન કોમી સૌહાર્દનું ઉત્તમ ઉદાહરણ છે. આ વિસ્તારના હિન્દુ અને મુસ્લિમોને બાબા રામદેવજીમાં ખૂબ જ શ્રદ્ધા ધરાવે છે. તેઓએ વધુમાં કહ્યું હતું કે મારી વ્યક્તિગત માન્યતાઓને લઈને મેં મંદિરની મુલાકાત લઈને ખાસ પૂજા કરી હતી.

    ગત વિધાનસભાની ચૂંટણી દરમિયાન રાજસ્થાનની પોખરણ બેઠક હોટ સીટ બની ગઈ હતી. કારણ કે કોંગ્રેસ તરફથી મુસ્લિમોના ધાર્મિક નેતાના પુત્ર તેમજ ભાજપ તરફથી હિન્દુ આધ્યાત્મિક નેતા સ્વામી પ્રતાપપુરીને ટિકિટ આપવામાં આવી હતી. તેઓ બાડમેર જિલ્લાના તરાતરા 'મઠ'ના વડા છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Ashok Gehlot, Pooja, Shiv Temple, કોંગ્રેસ, ભાજપ, મુસ્લિમ, રાજસ્થાન

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन