પતિને કેનેડા બોલાવી બિઝનેસમાં સેટલ કર્યો, પતિ પત્નીને છોડી બીજી મહિલા સાથે જતો રહ્યો

પતિને કેનેડા બોલાવી બિઝનેસમાં સેટલ કર્યો, પતિ પત્નીને છોડી બીજી મહિલા સાથે જતો રહ્યો

પત્નીએ પોતાના જ ઘરમાં તે યુવતીને પોતાના પતિ સાથે પકડી લીધી હતી, જે યુવતી કંપનીમાં નોકરી કરતી હતી તેનો પતિ તેની સાથે જ રહેવા લાગ્યો

  • Share this:
    ઝુંઝુનું, રાજસ્થાન : પતિ, પત્ની અને વો ના ચક્કરમાં રાજસ્થાનના (rajasthan news)ઝુંઝુનુંની રહેવાસી શર્મિલાનું જીવન બર્બાદ થઇ ગયું છે. શર્મિલાએ જે વ્યક્તિની જિંદગી સુધારી પોતાની સાથે કેનેડા (Canada)લઇ ગઈ. ત્યાં બિઝનેસમાં સેટલ કર્યો. તે જ વ્યક્તિએ હવે બીજી મહિલાના ચક્કરમાં શર્મિલાને છોડીને ચાલ્યો ગયો છે. તે હવે બીજી મહિલા સાથે રહેવા લાગ્યો છે. શર્મિલા 2019માં ભારત આવી ગઈ અને પોતાના સાસરિયામાં પીપલી ગામમાં રહેવા લાગી છે. હવે શર્મિલાને ક્યારેક પોલીસ સ્ટેશન તો ક્યારેક એસપી ઓફિસે ન્યાય માટે ભટકવું પડી રહ્યું છે. થોડાક દિવસો સુધી સાસુ અને સસરાએ સાથ આપ્યો સાથે પણ રહ્યા પણ હવે તે પણ સાથ છોડીને ચાલ્યા ગયા છે.

    શર્મિલાએ આરોપ લગાવ્યો છે કે તેનો પતિ રાજેશ કેનેડામાં બીજી મહિલા સાથે રહેવા લાગ્યો છે. તે એકલી રહી ગઈ હતી. તે કેનેડા છોડીને અહીં પોતાના સાસુ-સસરા પાસે રહેવા લાગી હતી. છ મહિના પછી તેના સાસુ-સસરા પણ પુત્રના કહેવાથી તેને છોડીને દિલ્હી ચાલ્યા ગયા છે.

    પતિ કેનેડામાં રહીને પણ પરેશાન કરી રહ્યો છે

    તેનો પતિ રાજેશ કેનેડાથી તેને ગામમાં પણ પરેશાન કરી રહ્યો છે. પતિ ઇચ્છે છે કે શર્મિલા ગામ છોડી દે. તેનું ઘર છોડી દે. શર્મિલા કહે છે કે તેણે તેના પતિને બિઝનેસમાં સામેલ કર્યો, તેને કેનેડામાં સેટલ કર્યો. પછી તે મને છોડીને ચાલ્યો ગયો.

    આ પણ વાંચો - 6.5 કરોડ નોકરીયાત માટે ખુશખબરી, આ વખતે PF ખાતામાં આવશે વધારે પૈસા, EPFOએ આપી જાણકારી

    પોતે કેનેડામાં હતી તો પતિને પણ બોલાવી લીધો

    શર્મિલાએ 2004માં પિપલીના રહેવાસી રાજેશ સાથે લગ્ન કર્યા હતા. આ પછી શર્મિલા 2005માં અભ્યાસ માટે ઇંગ્લેન્ડ ગઈ હતી. 2005થી 2009 સુધી એમબીએ કર્યું. આ દરમિયાન તેણે નોકરી પણ કરી હતી. આ પછી તે કેનેડા ગઈ હતી. ત્યાં સરકારી સ્કૂલમાં ટિચરની નોકરી મળી ગઈ હતી. તેને નાગરિકતા પણ મળી ગઈ. શર્મિલાએ પોતાના પતિ રાજેશને પણ કેનેડા બોલાવી લીધો. શર્મિલાએ 2017 સુધી સ્કૂલમાં નોકરી કરી હતી. આ પછી તેણે કેનેડામાં એક કંપની શરૂ કરી હતી. પતિ રાજેશ કંપનીને સંભાળતો હતો. આ દરમિયાન બંનેનું લગ્નજીવન સુખી હતું.

    લુધિયાણાની યુવતીને કંપનીમાં નોકરી આપી

    શર્મિલાએ કહ્યું કે કંપનીમાં સારી આવક થતી હતી. 2018માં લુધિયાણાની એક પરીણિત યુવતીને કંપનીમાં નોકરી પર રાખી હતી. 2018માં શર્મિલાએ પુત્રીને જન્મ આપ્યો હતો. તેથી કે લાંબી રજા પર ગઈ હતી. આ સમય શર્મિલાના જીવનમાં તોફાન બનીને આવ્યો હતો. જે યુવતી કંપનીમાં નોકરી કરતી હતી તેનો પતિ તેની સાથે જ રહેવા લાગ્યો હતો. તે મને છોડીને ચાલ્યો ગયો અને કંપની ઉપર પણ કબજો કરી લીધો હતો.

    બંને બાળકોને લઇને ભારત આવવું પડ્યું

    શર્મિલાએ જણાવ્યું કે તેણે પોતાના જ ઘરમાં તે યુવતીને પોતાના પતિ સાથે પકડી લીધી હતી. પછી તે યુવતીને કંપનીમાંથી બહાર કરી દીધી હતી. થોડા દિવસો પછી મારો પતિ તેની સાથે રહેવા જતો રહ્યો હતો. હું એકલી રહી ગઈ અને બે બાળકોને લઇને ભારત આવી ગઇ છું. બે બાળકો સાથે તે પોતાના ગામમાં રહે છે. બંને બાળકોની નાગરિકતા પણ કેનેડાની છે.
    Published by:Ashish Goyal
    First published: