લગ્નના સાત વર્ષ બાદ મહિલાએ એક સાથે પાંચ બાળકને આપ્યો જન્મ, આ કારણે એક પણ બાળકને બચાવી ન શકાયું!
લગ્નના સાત વર્ષ બાદ મહિલાએ એક સાથે પાંચ બાળકને આપ્યો જન્મ, આ કારણે એક પણ બાળકને બચાવી ન શકાયું!
પ્રતીકાત્મક તસવીર
Five children born: રેશમાનો પતિ અશ્ક અલી કેરળમાં માર્બલ ફિટીંગનું કામ કરે છે. તેના લગ્નને સાત વર્ષ થઈ ગયા હતા અને તેને બાળકો થઈ રહ્યા ન હતા. આ કારણોસર પતિ પત્નીએ અનેક ડોકટરો પાસે ઈલાજ કરાવ્યો હતો.
જયપુર: રાજસ્થાનના કરૌલી જિલ્લામાં એક મહિલાએ એકસાથે પાંચ બાળકોને જન્મ (Birth) આપ્યો છે. સાત મહિનામાં જ પ્રિ-મેચ્યોર ડિલીવરી (Premature delivery) થઈ હતી. આ પ્રિ-મેચ્યોર ડિલીવરીમાં નબળા બાળકોને બચાવવા માટે તમામ સંભવ પ્રયત્ન કરવામાં આવ્યા હતા, પરંતુ એક પણ બાળકને બચાવી શકાયું નથી. કરૌલી જિલ્લાના હોસ્પિટલથી પ્રિ-મેચ્યોર બાળકોને જયપુરની એક હોસ્પિટલમાં રીફર કરવામાં આવી રહ્યા હતા. ત્યારે રસ્તામાં જ ચાર બાળકોનું મૃત્યુ થઈ ગયું. તમામ બાળકો 300થી 660 ગ્રામ વજન ધરાવતા હતા.
પ્રાપ્ત થયેલ જાણકારી અનુસાર, સોમવારે કરૌલી જિલ્લાના માસલપુર (Masalpur area) વિસ્તારમાં પિપરાની ગામમાં 25 વર્ષીય રેશમાને તેના પરિવારજનો નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. રેશમાએ હોસ્પિટલમાં પાંચ બાળકોને જન્મ આપ્યો હતો, જેમાં બે પુત્ર અને ત્રણ પુત્રી હતી. સાત મહિને થયેલી પ્રિ-મેચ્યોર ડિલીવરીને કારણે બાળકો ખૂબ જ નબળા હતા. આ કારણોસર બાળકોને કરૌલી જિલ્લાની હોસ્પિટલ રીફર કરવામાં આવ્યા હતા.
પ્રિ મેચ્યોર ડિલીવરીના કારણે બાળકો નબળા હતા
કરૌલી જિલ્લા હોસ્પિટલના NICU પ્રભારી ડો. મહેન્દ્ર મીણાએ બાળકોને ઈન્ક્યૂવેટરમાં રાખ્યા હતા. બાળકોનું વજન ઓછુ હોવાને કારણે તમામ સુવિધાઓ ઉપલબ્ધ નહોતી. આ કારણોસર બાળકોને એડવાન્સ લાઈફ સપોર્ટ એમ્બ્યુલન્સની મદદથી જયપુરની જે કે લોન હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. જેમાંથી ચાર બાળકો (બે પુત્ર અને બે પુત્રી)નું રસ્તામાં જ મૃત્યુ થઈ ગયું. જયારે એક બાળકનું જે કે લોન હોસ્પિટલમાં મૃત્યુ થઈ ગયું હતું.
રેશમાનો પતિ અશ્ક અલી કેરળમાં માર્બલ ફિટીંગનું કામ કરે છે. તેના લગ્નને સાત વર્ષ થઈ ગયા હતા અને તેને બાળકો થઈ રહ્યા ન હતા. આ કારણોસર પતિ પત્નીએ અનેક ડોકટરો પાસે ઈલાજ કરાવ્યો. સાત વર્ષ બાદ રેશમાએ પાંચ બાળકોને જન્મ આપ્યો. પ્રિ મેચ્યોર ડિલીવરીના કારણે એક પણ બાળકને બચાવી શકાયું નહીં. ડિલીવરી બાદ રેશમા સંપૂર્ણપણે સ્વસ્થ છે.
આ મામલે સ્ત્રી રોગ નિષ્ણાંત ડો.કૈલાશ શર્માએ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, ઘણા સમય સુધી બાળકો ન થવાને કારણે ઈલાજ કરાવ્યા બાદ મહિલા એક સાથે જુડવા અથવા બેથી વધારે બાળકોને જન્મ આપે તેવા અનેક કેસ સામે આવે છે. એકસાથે પાંચ બાળકોને જન્મ આપવાનો આ એક જ કેસ છે. આ પાંચ બાળકોને બચાવી ન શકાયા તેનો અફસોસ છે. જે જગ્યાએ સારી આરોગ્ય વ્યવસ્થા હોય તેવી જગ્યાએ આ પ્રકારની ડિલીવરી કરાવવી જોઈએ.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર