રાજ્ય સુચના પંચના નિર્દેશ પર ગ્રામ પંચાયત તરફથી આરટીઆઈના જવાબમાં આ પોસ્ટ કવર મોકલવામાં આવ્યું હતું.
હિન્દુસ્તાન ટાઈમ્સના રિપોર્ટ્સ અનુસાર, રાજસ્થાનમાં વિકાસ ચૌધરી અને મનોહર લાલે 16 એપ્રિલના રોજ આરટીઆઈ હેઠળ અરજી કરી હતી, જેમાં 2001માં શરૂ કરવામાં આવેલી વિકાસ યોજનાઓ વિશે જાણકારી માંગવામાં આવી હતી.
જેના જવાબમાં વ્યક્તિને બે પોસ્ટ કવર મોકલવામાં આવ્યા, જેમાંથી પેપરમાં લપેટેલા જુના કોન્ડોમ નીકળ્યા. રિપોર્ટ્સ અનુસાર, જ્યારે એક કવરમાંથી કોન્ડોમ નીકળ્યા તો વિકાસ ચૌધરી અને મનોહર લાલે બીજુ કવર ખોલીને ચેક કરવાનો નિર્ણય લીધો. તેમણે ખંડ વિકાસ અધિકારી (બીડીઓ)ને ફોન કરી સમગ્ર વાત કરી અને અનુરોધ કર્યો કે, જ્યારે બીજુ કવર ખોલવામાં આવે ત્યારે (બીડીઓ) પણ હાજર રહે.
તેમણે જણાવ્યું કે, જ્યારે બીડીઓએ તેમની અરજી ફગાવી, તો તેમણે ગામના લોકોની સામે કવર ખોલી તેનો વીડિયો બનાવવાનો નિર્ણય લીધો. જ્યારે બીજુ કવર ખોલ્યું તો, તેમાંથી પણ કોન્ડોમ નીકળ્યા.
આ મુદ્દે મનોહર લાલે કહ્યું કે, કોઈ સરકારી સંસ્થા આમ કેવી રીતે ગંદુ કામ કરી શકે. હું આ રીતના બેજવાબદાર જવાબથી માનસિક રીતે હેરાન છુ. આ બાજુ જીલ્લા પરિષદના અધિકારીઓએ આ મુદ્દે કહ્યું કે, કોઈએ સરકારી સિસ્ટમમાં ઘુસીને આવી હરકત કરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર