Home /News /national-international /રાજસ્થાનની સરકારી સ્કુલમાં આસારામ ચાલીસાનો પાઠ, સર્જાયો વિવાદ

રાજસ્થાનની સરકારી સ્કુલમાં આસારામ ચાલીસાનો પાઠ, સર્જાયો વિવાદ

જયપુર# આસારામ સગીરા સાથે રેપના આરોપસર જેલમાં બંધ છે. કોર્ટે આસારામની જામીન અરજી ફગાવી દીધી છે. રાજસ્થાનમાં હાલ પણ આસારામને ઇશ્વર માનનારાઓની કોઇ અછત નથી. આવા જ એક મામલામાં આસારામની ન માત્ર પૂજા કરવામાં આવી, બલકે તેજ સરકારી સ્કુલમા આસારામની ચાલીસા વંચાવવામાં આવી અને આરતી પણ ઉતાર્વામાં આવી છે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
જયપુર# આસારામ સગીરા સાથે રેપના આરોપસર જેલમાં બંધ છે. કોર્ટે આસારામની જામીન અરજી ફગાવી દીધી છે. રાજસ્થાનમાં હાલ પણ આસારામને ઇશ્વર માનનારાઓની કોઇ અછત નથી. આવા જ એક મામલામાં આસારામની ન માત્ર પૂજા કરવામાં આવી, બલકે તેજ સરકારી સ્કુલમા આસારામની ચાલીસા વંચાવવામાં આવી અને આરતી પણ ઉતાર્વામાં આવી છે.

આ સમગ્ર મામલો બાડમેર જિલ્લાનો છે, જ્યાંની સિણધરી બ્લોકની રાજકીય પ્રાથમિક વિદ્યાલય ધોલાડોરમાં એક સરકારી સ્કુલની પ્રાર્થના સભામાં બાળકો પાસેથી આસારામ ચાલીસા વંચાવી અને માતા સરસ્વતીની જગ્યાએ આસારામનો ફોટો મુકીને પૂજા કરવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. ફરિયાદ બાદ શિક્ષણ સચિવે શિક્ષક મગારામ ઘાટને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

આ મામલાની ફરિયાદ સ્થાનિક લોકોએ તંત્રને કરી હતી, અને માહિતી આપી હતી કે શિક્ષક આસારામના ભક્ત છે અને સ્કુલમાં તે આસારામને ભગવાન સાબિત કરવા માગે છે. સ્થાનિક લોકોનો આરોપ છે કે, શિક્ષક મગારામ બાળકોને દુષ્કર્મના આરોપી આસારામનું ભજન કિર્તન કરાવવા સાથે ધ્યાન કરવા માટે મજબૂર કરે છે.

અગાઉ ફરિયાદ મળતા જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસ કરી હતી, પરંતુ કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હતી. જેના બાદ સ્થાનિક લોકોએ શિક્ષણ સચિવને ફરિયાદ કરી હતી. શિક્ષણ સચિવે મામલાને ગંભીરતાપૂર્વક લેતા શિક્ષકને સસ્પેન્ડ કરી તપાસ શરૂ કરી છે. શિક્ષણ સચિવ મીણાએ કહ્યું કે, ઘટનાની વિગત સાંભળીને તેઓ ખૂબ હેરાન છે.
First published:

Tags: આરોપ, આસારામ, તપાસ, ફરિયાદ, બાળકો, રાજસ્થાન, શિક્ષક, સરકારી, સસ્પેન્ડ, સ્કુલ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन