ચૂરુઃ રાજસ્થાન (Rajasthan)ના ચૂરુ જિલ્લા (Churu District)માં આવેલી એક ગૌશાળા (Cowshed)માં 94 ગાયોનાં અચાનક મોત (94 Cows Died) થતાં ખળભળાટ મચી ગયો છે. મોટી સંખ્યામાં ગાયોના મોત થતા ઉચ્ચ અધિકારી ગૌશાળા ખાતે દોડી આવ્યા છે. મામલાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આ અંગે સરદારશહરના તહેસીલદાર કુતેન્દ્ર કંવરે જણાવ્યું કે મામલાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આટલી મોટી સંખ્યામાં ગાયોના મોત ઘાસચારો ખાવાના કારણે કે કોઈ અન્ય બીમારીના કારણે થયા છે તે મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. તેઓએ કહ્યું કે તપાસ રિપોર્ટ આવ્યા બાદ મોતનું કારણ સ્પષ્ટ થઈ શકશે.
સરદારશહરની એસડીએમ રીના છિંપાએ જણાવ્યું કે, 94 ગાયોના અચાનક મોત બાદ ગૌશાળાના પાણી અને ઘાસચારાના સેમ્પલ લઈને ટેસ્ટિંગ માટે મોકલી આપવામાં આવ્યા છે. મૃત્યુ પામેલા ગાયો પૈકી કેટલીક ગાયોના પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવશે જેથી મોતનું સાચું કારણ જાણી શકાય.
#UPDATE | Number of deaths of cows has risen to 94 at the cow shelter in Bilyoobas village of Churu district. Samples of water & fodder at the shelter have been sent for a test. A random postmortem will be conducted to ascertain the cause of deaths: Sardarshahar SDM Reena Chhimpa https://t.co/drQaFH73Knpic.twitter.com/oWWOeFaMK0
મળતી જાણકારી મુજબ, આ ઘટના સરદારશહરમાં બિલ્યુબાસ રામપુરાની શ્રીરામ ગૈાશાળાનો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર શુક્રવાર સાંજ બાદથી આ ગૌશાળામાં કુલ 94 ગાયોનાં મોત થયા છે જ્યારે અન્ય પણ બીમાર છે. પશુપાલન અને ચિકિત્સા વિભાગની ટીમો ઘટનાસ્થળે હાજર છે. વિભાગના સંયુક્ત નિદેશક ડૉ. જગદીશ બરબડેએ જણાવ્યું કે ગૌશાળામાં શુક્રવાર સાંજે ગાયો અચાનક બીમાર થવા લાગી. રાત્રે 80 ગાયોનાં મોત થઈ ગયા. કેટલીક ગાયો બીમાર છે. ત્યારબાદ રવિવારે બીજી બીમાર ગાયોનાં પણ મોત થતાં કુલ મૃત્યુઆંક 94એ પહોંચી ગયો છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર