Home /News /national-international /યુવતીની છેડતી કરી વારંવાર પરેશાન કરતો હતો સમીર ખાન, યુવતીએ કંટાળી જીવન સંકેલ્યું

યુવતીની છેડતી કરી વારંવાર પરેશાન કરતો હતો સમીર ખાન, યુવતીએ કંટાળી જીવન સંકેલ્યું

વારંવાર પરેશાન કરતો હતો સમીર ખાન

Rajasthan sikar: મૃતકના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે, સમીર ખાન નામનો વ્યક્તિ તેમની દીકરીને ઘણા સમયથી હેરાન કરતો હતો. સમીર ખાન તેની સાથે છેડતી પણ કરતો હતો. જેના કારણે તે તેમની દીકરીએ આખરે કંટાળીને ગળેફાંસો ખાઈ લીધો.

    દેશના છેડતીના કેસો સતત વધી રહ્યા છે. રાજસ્થાનના સીકરમાં એક યુવતીએ ફાંસી લગાવીને આપઘાત કરી લીધો છે. સમીર ખાન નામનો યુવક ઘણા સમયથી યુવતીને પરેશાન કરી રહ્યો હતો. તેની સાથે વારંવાર છેડતી કરતો હતો. સાથે સાથે તેને ફોન કરીને પણ હેરાન કરત હતો. તેનાથી કંટાળીને યુવતીએ આપઘાત કરી લીધો. આ મામલે પરિવારજનો દ્વારા પોલીસમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

    સમીર ખાન વારંવાર યુવતીને પરેશાન કરતો


    મળતી વિગતો પ્રમાણે જોવા જઈએ તો, આ ઘટના રાજસ્થાનના પુરોહિતજીની ઢાણી વિસ્તારમાં બની છે. પીડિત પરિવારજનોએ પોલીસને જણાવ્યું કે, તેમની દીકરી 12માં ધોરણમાં અભ્યાસ કરતી હતી. તેમની દીકરીને આરોપી સમીર ખાન નામનો યુવક ઘણા સમયથી હેરાન પરેશાન કરતો હતો. જ્યારે યુવતી શાળાએ જતી ત્યારે આરોપી સમીર ખાન તેની પાછળ જઈને તેની છેડતી કરતો હતો. આ સાથે સાથે તેને વારંવાર ફોન કરીને પણ પરેશાન કરતો હતો.

    આ પણ વાંચો: એમેઝોન પર 61 હજારનો મોબાઈલ ઓર્ડર કર્યો, પાર્સલ ખોલ્યું તો... 

    સમજાવવા છતા પણ આરોપી ન માન્યો


    ઉલ્લેખનીય છે કે, આરોપી યુવતીને વારંવાર પરેશાન કરતો હોવાથી યુવતીએ તેનાથી તંગ આવીને પરિવારજનોને આખી હકીકત જણાવી હતી. જે બાદ તેના પરિવારે આરોપી સમીર ખાનને આવી હરકતો ન કરવા માટે સમજાવાનો પ્રયત્ન કર્યો હતો. વારંવાર સમજાવવા છતા પણ આરોપી માન્યો નહોતો. તે બાદ પણ સમીર ખાન યુવતીને ફોન કરીને હેરાન કરતો હતો.

     આ પણ વાંચો: ખાલી પડેલ ઈમારતમાંથી બળી ગયેલું હાડપિંજર મળી આવ્યું

    આખરે યુવતી આત્મહત્યા કરી લીધી


    નોંધનીય છે કે, આરોપી વારંવાર આવી રીતે યુવતીના છેડતી કરી તેને પરેશાન કરતો હતો. જેથી યુવતીએ તેનાથી તંગ આવીને 14 નવેમ્બરે ફાંસી લગાવીને આત્મ હત્યા કરી લીધી. આ ઘટના પગલે યુવતીના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે, તેમની દીકરીએ સમીર ખાનના કારણે આપઘાત કર્યો છે. યુવતીના પરિવારજનોની ફરિયાદના આધારે પોલીસે આરોપી સમીર ખાન સામે ગુનો નોંધીના આગળની તપાસ હાથ ધરી છે.
    Published by:Vimal Prajapati
    First published:

    Tags: Commited suicide, Girl molestation, Molestation case, Rajasthan news

    विज्ञापन
    विज्ञापन