કરુણ ઘટનાઃ પતિ પત્નીએ સામાન્ય બાબતમાં ખતમ કર્યો આખો પરિવાર, બાળકો સાથે કર્યો આપઘાત

આત્મહત્યાની પ્રતિકાત્મક તસવીર

Barmer shocking news:સવારે 5 વાગ્યે 30 વર્ષીય રૂપારામ તેમની 28 વર્ષીય પત્ની અને બે પુત્રો સાથે કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાથી આખા ગામમાં સનસની ફેલાઈ હતી.

 • Share this:
  બાડમેરઃ છાસવારે દંપતી નાની નાની ઘરેલું બાબતો ઉપર ઝઘડીને આત્મહત્યા જેવું ખતરનાક પગલું ભરતા હોય છે. આવી જ એક દર્દનાક ઘટના રાજસ્થાનના (Rajasthan news) બાડમેરમાં (Barmer crime news) સામે આવી છે. જ્યાં પતિ-પત્ની વચ્ચેનો (husband wife fight) વિવાદ એટલો વધી ગયો કે તેમણે પોતાના બે માસૂમ બાળકોને ખોળામાં લઈને આત્મહત્યા કરી લીધી હતી. ગુસ્સામાં આવીને બંનેએ પોતાની સાથે બાળકોને પણ મારી નાંખ્યા હતા.

  માસૂમ બાળકોને ખોળામાં લઈને લગાવી મોતની છલાંગ
  આ દુઃખદ ઘટના બાડમેર જિલ્લાની ધોરીમન્ના પોલીસ સ્ટેશન વિસ્તારના નાડી ગામમાં સામે આવી છે. જ્યાં શનિવારે સવારે 5 વાગ્યે 30 વર્ષીય રૂપારામ તેમની 28 વર્ષીય પત્ની અને બે પુત્રો સાથે કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાથી આખા ગામમાં સનસની ફેલાઈ હતી. અને ગ્રામીણોની ભીડ લાગી હતી. લોકોએ આખા પરિવારની લાશોને બહાર કાઢી હતી.

  ગામના લોકોએ જણાવ્યું કે કેમ મરી ગયો આખો પરિવાર
  ઘટનાની જાણકારી લાગતા જ પોલીસ ઘટના સ્થળે જ પહોંચી હતી. અને ચારેય લાશોનો કબ્જો લઈને તપાસ હાથધરી હતી. આ અંગે એસપી આનંદ શર્માએ જણાવ્યું કે પ્રારંભિક તપાસમાં પારિવારિક કંકાસના કારણે આ પગલું ભર્યું હોવાનું નામવામાં આવે છે.

  આ પણ વાંચોઃ-15 વર્ષના પુત્રની માતાનું સુહાગરાતના દિવસે જ મોટું કારસ્તાન, દિવ્યાંગ પતિના ઉડી ગયા હોશ

  આ પણ વાંચોઃ-માઉન્ટ આબુ ફરવા જતાં પહેલા આ તસવીરો જોઈ લો, ભારે વરસાદથી અનેક વૃક્ષો ધરાશાયી

  આ પણ વાંચોઃ-શરમજનક ઘટના! બે બાળકોની માતાને ઝાડ સાથે બાંધીને કપડાં ફાડ્યા, જીવતી સળગાવવાની કરી કોશિશ

  આ પણ વાંચોઃ-બહાદુર વિનીતા ચૌધરીએ 30 પર્યટકોનો બચાવ્યો જીવ, પરંતુ પોતે પાણીના પ્રવાહમાં તણાઈ

  ગામના લોકોનું કહેવું છે કે એક દિવસ પહેલા રાત્રે રૂપારામ અને ગાયત્રીના લગ્ન 10 વર્ષ પહેલા થયા હતા. યુવક એક કંદોઈની દુકાનમાં કામ કરતો હતો. પતિ પત્ની વચ્ચે છાસવારે કોઈના કોઈ વાત ઉપર ઝઘડો થતો રહેતો હતો. આ કારણે બંન્નેએ ગુસ્સામાં આવીને આ પગલું ભર્યું હતું.

  પતિ પત્ની વચ્ચેના ઝઘડામાં બે માસૂમોની જિંદગી પણ હોમાઈ ગઈ હોવાની આ કમકમાટી ભરી ઘટના સ્થાનિક સ્તરે ચર્ચાનો વિષય બની ગયો હતો. ક્ષણીક આવેશમાં આવીને પતિ પત્નીએ આખા પરિવારને મોતના મુખમાં ધકેલી દીધું હતું. પોલીસે આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી હતી.
  Published by:ankit patel
  First published: